સેમસંગે તેના 2025 ટીવી લાઇનઅપમાં નવા સેમસંગ વિઝન એઆઈ કમ્પેનિયનને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે
Photo Credit: Samsung
આ ફીચર દ્વારા દર્શક ઓન-સ્ક્રીન કન્ટેન્ટ અને અન્ય બાબતો અંગે પ્રશ્ન પૂછી શકશે
સેમસંગે તેના 2025 ટીવી લાઇનઅપમાં નવા સેમસંગ વિઝન એઆઈ કમ્પેનિયનને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. બર્લિનમાં ઇન્ટરનેશનલ ફંકાઉસ્ટેલંગ બર્લિન (IFA) 2025માં જાહેર કરાયેલા, આ ફીચર દ્વારા દર્શક ઓન-સ્ક્રીન કન્ટેન્ટ અને અન્ય બાબતો અંગે પ્રશ્ન પૂછી શકે છે. સેમસંગ વિઝન એઆઈ કમ્પેનિયન વન UI ટિઝન પર આધારિત છે અને બિક્સબી દ્વારા સંચાલિત છે. તેમાં માઇક્રોસોફ્ટના કોપાયલોટ અને પરપ્લેક્સિટી એઆઈ એપ્સ સહિત અદ્યતન જનરેટિવ એઆઈ ટૂલ્સનો પણ સમાવેશ થાય છે. સેમસંગ વિઝન એઆઈ કમ્પેનિયન બહુવિધ ભાષાઓને સપોર્ટ કરે છે.સેમસંગે 2025 ટીવી પર વિઝન AI કમ્પેનિયન રજૂ કર્યું,વિઝન AI કમ્પેનિયન તેના 2025 લાઇનઅપમાં ઉપલબ્ધ થશે, જેમાં નિયો QLED, માઇક્રો RGB, OLED, QLED સ્ટેપ-અપ ટીવી, સ્માર્ટ મોનિટર્સ અને ધ મૂવિંગસ્ટાઇલનો સમાવેશ થાય છે. AI થી સંચાલિત પ્લેટફોર્મ One UI Tizen પર તે કામ કરે છે અને તેમાં સાત વર્ષ માટે OS સોફ્ટવેર અપગ્રેડ અપાશે. સેમસંગે તેની ન્યૂઝરૂમ પોસ્ટ દ્વારા આ બાબત જાહેર કરી છે. સપ્ટેમ્બરમાં બર્લિનમાં IFA 2025 ટ્રેડશો દરમિયાન વિઝન AI કમ્પેનિયનની જાહેરાત કરવામાં આવી હતી.
જનરેટિવ AI દ્વારા સંચાલિત, Vision AI કમ્પેનિયન એ Bixby નું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં વપરાશકર્તા પ્રશ્નો પૂછવા, કસ્ટમાઇઝ્ડ ભલામણો પ્રાપ્ત કરવા અને વૉઇસ કમાન્ડ દ્વારા કાર્યોનું સંચાલન જેવા ટાસ્ક કરી શકે છે. તેને રિમોટ કંટ્રોલ પરના AI બટનથી ઍક્સેસ કરી શકાય છે. તે AI એપ્લિકેશન્સની ઍક્સેસ પ્રદાન કરે છે અને વ્યક્તિગત ભલામણો, ટ્રિપ પ્લાનિંગ અને કોઈ પ્રોડક્ટ અંગે રિવ્યૂ પણ આપે છે.
સેમસંગ વિઝન એઆઈ કમ્પેનિયનને લાઈવ ટીવી, સેમસંગ ટીવી પ્લસ અથવા કોઈપણ સ્ટ્રીમિંગ સેવામાંથી કન્ટેન્ટ જોતી વખતે સક્રિય કરી શકાય છે. વપરાશકર્તાઓ હાલમાં જે જોઈ રહ્યા છે તેમાંથી બહાર આવ્યા વિના, વિઝ્યુઅલ્સ અને સંલગ્ન બાબતો અંગે તેમના પ્રશ્નોના તાત્કાલિક જવાબો મેળવી શકે છે.
સેમસંગ વિઝન એઆઈ કમ્પેનિયન 10 ભાષાઓને સપોર્ટ કરે છે, જેમાં કોરિયન, અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન અને પોર્ટુગીઝનો સમાવેશ થાય છે. તે કોપાયલોટ અને પરપ્લેક્સિટીને જોડે છે.
તે લાઇવ ટ્રાન્સલેટ સુવિધાને સપોર્ટ કરે છે, જે ઓનસ્ક્રીન સંવાદો અને વાતચીતોના રીઅલ-ટાઇમ અનુવાદને સક્ષમ કરે છે, અને પિક્ચર અને અવાજના AI-સંચાલિત ઑપ્ટિમાઇઝેશન માટે AI ગેમિંગ મોડને સપોર્ટ કરે છે. વધુમાં, તે જનરેટિવ વૉલપેપર અને સેમસંગની અન્ય AI સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં AI પિક્ચર, AVA Pro અને AI અપસ્કેલિંગ પ્રોનો સમાવેશ થાય છે
જાહેરાત
જાહેરાત
Redmi Turbo 5 Design Revealed in Leaked Render; Tipped to Feature Snapdragon 8 Gen 5 Chip