ભારતમાં એમેઝોન એપલ, સેમસંગ, રિયલમી, શાઓમી, પોકો, વનપલ્સ સહિતની અનેક બ્રાન્ડના સ્માર્ટફોન પર આકર્ષક ઓફર લાવ્યું છે.
એમેઝોન સેલ 2025: પ્રાઇમ મેમ્બર્સ 24 કલાક પહેલા સેલનો લાભ લઈ શકશે
ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે જો તમે તમારો સ્માર્ટફોન બદલવા ઇચ્છતા હોય કે નવો લેવા માંગતા હોય તો આ જ સમય છે. એમેઝોન એપલ, સેમસંગ, રિયલમી, શાઓમી, પોકો, વનપલ્સ સહિતની અનેક બ્રાન્ડના સ્માર્ટફોન પર આકર્ષક ઓફર લાવ્યું છે. તેમાં તમે અકલ્પનીય ભાવમાં સ્માર્ટફોન ખરીદી કરવાની તક મેળવી શકશો. આ સાથે જ અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પ્રારંભિક ડીલ્સ જાહેર કરાઈ છે ત્યારે આજે આ લેખમાં આપણે OnePlus 13, OnePlus 13s અને OnePlus Nord 5 પર મળતા આકર્ષક લાભો પર નજર નાખીશું.
એમેઝોન દ્વારા તેના સેલ દરમ્યાન વનપલ્સ સ્માર્ટફોનમાં કરેલા ઘટાડા જોઈ દરેક તે ફોન લેવા આકર્ષાય તેવું જણાઈ રહ્યું છે. OnePlus 13 કે જેની કિંમત રૂ. 69,999 છે તે સેલ દરમ્યાન રૂ. 57,999 માં મળશે. તે જ પ્રમાણે OnePlus 13s રૂ. 57,999 નો મળે છે પણ સેલ દરમ્યાન તે માત્ર રૂ. 47,999માં મળશે. OnePlus Nord 5ડિસ્કાઉન્ટ બાદ Rs. 28,749માં પડશે જેની કિંમત રૂ. 34,999 છે. OnePlus Nord 4 ડિસ્કાઉન્ટ પછી રૂ. 25,499માં ખરીદી શકાશે. OnePlus Nord CE 4 Lite જેની કિંમત રૂ. 21,999 છે તે રૂ. 15,999માં અને OnePlus Nord CE 4 રૂ. 24,999ને સ્થાને ખરીદનાર રૂ. 18,499માં લઈ શકશે.
એમેઝોન દ્વારા તેના ગ્રાહકો માટે સ્માર્ટફોન પર સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત તેમાં, અન્ય ઓફરનો પણ સમાવેશ કર્યો છે. જો ગ્રાહક SBI બેંક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે તો તેને વધારાનું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કેશબેક ઓફર કરાશે. ગ્રાહક માટે નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ આપવામાં આવશે.
એમેઝોન એક્સજેન્જ ઓફરનો પણ ગ્રાહકને લાભ આપશે. જે તેના જૂના ફોનની બ્રાન્ડ અને સ્થિતિને ધ્યાનમાં લઈને અપાશે. આ રકમ મોબાઈલની કિંમતમાંથી બાદ મળશે.
વપરાશકર્તાઓને Apple, Samsung, Realme, Xiaomi અને વધુ જેવા અનેક બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઓફર કરશે. આ ઉપરાંત, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટવોચ અને ઇયરબડ્સ પણ વેચાણ દરમિયાન ડિસ્કાઉન્ટ સાથે મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રાઇમ મેમ્બર આ સેલનો લાભ 24 કલાક અગાઉથી જ મેળવી શકે છે.
જાહેરાત
જાહેરાત