ગૂગલે પિક્સલ 10, પિક્સલ 10 પ્રો અને પિક્સલ 10 પ્રો XL લોન્ચ કર્યા. આ સાથે જ તેણે ફોલ્ડેબલ ફોન Pixel 10 Pro Fold પણ લોન્ચ કર્યો.
Photo Credit: Google
ગૂગલ પિક્સેલ 10 સિરીઝ ભારતમાં ફ્લિપકાર્ટ દ્વારા ઉપલબ્ધ થશે
ગૂગલ હાલમાં જ તેની પિક્સલ સિરીઝ ભારતમાં રજૂ કરી છે. જેમાં ગૂગલે પિક્સલ 10, પિક્સલ 10 પ્રો અને પિક્સલ 10 પ્રો XL લોન્ચ કર્યા. આ સાથે જ તેણે ફોલ્ડેબલ ફોન Pixel 10 Pro Fold પણ લોન્ચ કર્યો હતો. આ ફોનમાં ગૂગલ દ્વારા જે બનાવવામાં આવેલ ટેન્સર G5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે તેમાં ટાઇટન M2 સિક્યુરિટી ચિપ છે. ગૂગલે પિક્સલ 10 પ્રો અને પ્રો XL મોડેલ 50 મેગાપિક્સલ પ્રાઇમરી રીઅર કેમેરા અને 42 મેગાપિક્સેલ સેલ્ફી શૂટર્સ ઉપરાંત પિક્સલ 10 અને પ્રો મોડેલ્સમાં 5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ સાથે ટેલિફોટો કેમેરા છે.
તે ઇનબિલ્ટ Qi2 ચાર્જિંગ મેગ્નેટથી સજ્જ છે અને પિક્સલ સ્નેપ મેગ્નેટિક ચાર્જિંગ એસેસરીઝનો ઉપયોગ કરી શકાશે.
Google Pixel 10 સ્માર્ટફોન 256GB સાથે રૂ. 79,999 રાખવામાં આવી છે. આ ફોનમાં ઈન્ડિગો, ફ્રોસ્ટ, લેમનગ્રાસ અને ઓબ્સિડિયન કલર મળશે. આટલા જ સ્ટોરેજ સાથે the Pixel 10 Pro રૂ, 1,09,999 અને Pixel 10 Pro XL રૂ. 1,24,999માં મળશે. આ મોડેલ ઝેડ, મ્યુન્સ્ટન અને ઓબ્સિડીયન કલરમાં મળશે આ સાથે પિક્સલ પ્રોમાં વધુ એક કલર પોર્સેલેઇન પણ મળશે. ગૂગલના આ પિક્સલ સિરીઝના ફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
Google Pixel 10 ફોન એન્ડ્રોઇડ 16 પર ચાલશે અને તે 3nm ટેન્સર G5 પ્રોસેસર અને Titan M2 સિક્યોરિટી ચિપથી સજ્જ છે. તેમાં 12GB of RAM અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ અપાયું છે. 6.3 ઇંચની ફૂલ એચડી+ (1,080×2,424 પિક્સલ્સ) OLED સુપર એકચ્યુઆ ડિસ્પ્લે સાથે આવશે. તેમાં, 120Hz રિફ્રેશ રેટ અને 3,000 નાઇટ્સ સુધીની બ્રાઇટનેસ અને ફોનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટ્સ 2 આપવામાં આવ્યો છે. રેર પેનલ પણ આ જ ગ્લાસ સાથે આપવામાં આવી છે.
તેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 10.8 meગાપિક્સલનો ટેલિફોટો કેમેરા5x ઝૂમ ક્ષમતા સાથે તેમજ 13 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ શૂટર આપવામાં આવ્યું છે. 10.5 મેગાપિક્સલનું ફ્રન્ટમાં સેન્સર સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે અપાયું છે. 4,970mAh બેટરી સાથે 30W ફાસ્ટ ચાર્જિંગ તેમાં થઈ શકશે.
Google Pixel 10 Pro, Pixel 10 Pro XL ના સ્પેસિફિકેશન્સ
Pixel 10 Proમાં 6.3 ઇંચ સુપર એકચ્યુઆ ડિસ્પ્લે તેમજ Pixel 10 Pro XLમાં 6.8 ઇંચ સ્ક્રીન 1344 ×2992 પિક્સલના ર્સોલ્યુશન સાથે આપવામાં આવી છે. બંનેમાં LTPO પેનલ અને 120Hz રિફ્રેશ રેટ રહેશે.
જાહેરાત
જાહેરાત
Be Dune Teen OTT Release: When, Where to Watch the Marathi Comedy Drama Series
Four More Shots Please Season 4 OTT Release: Where to Watch the Final Chapter of the Web Series
Nari Nari Naduma Murari OTT Release: Know Where to Watch the Telugu Comedy Entertainer
Engineers Turn Lobster Shells Into Robot Parts That Lift, Grip and Swim