Google Pixel 10 Pro Fold સ્માર્ટફોનમાં 3nm ટેન્સર G5 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે સાથે ટેન્સર M2 સુરક્ષા ચિપ આપવામાં આવી છે.
Photo Credit: Google
ગૂગલ પિક્સેલ 10 પ્રો ફોલ્ડ (ચિત્રમાં) પાછલા મોડેલ જેવી જ ડિઝાઇન ધરાવે છે
અમેરિકા સ્થિત ટેક જાયન્ટ ગૂગલ દ્વારા તેની પિક્સલ સિરીઝ હેઠળ આ નવો ફોલ્ડ કરી શકાય તેવો દેખાવમાં અને કામગીરીમાં બેજોડ ફોન Google Pixel 10 Pro Fold રજૂ કર્યો છે.
ગૂગલ પિક્સલ 10 પ્રો બુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન આવી ગયો છે તેનું બુધવારે સત્તાવારરીતે એક ઇવેન્ટ મેડ બાય ગુગલમાં અનાવરણ કરાયું હતું. Google Pixel 10 Pro Fold સ્માર્ટફોનમાં 3nm ટેન્સર G5 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે સાથે ટેન્સર M2 સુરક્ષા ચિપ પણ આપવામાં આવી છે. ફોન 6.4 ઇંચ OLED કવર સ્ક્રીન અને 8 ઇંચની સુપર એકચ્યુઆ ફ્લેક્સ ડિસ્પ્લે સાથે આવશે જેના વિઝ્યુઅલને અલ્ટ્રા બ્રાઇટ અને જીવંત બનાવશે.
ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને આ ફોન એન્ડ્રોઇડ 16 સાથે આવશે. તેમાં 6.4 ઇંચ(1,080×2,364 પિક્સલ્સ) OLED કવર સ્ક્રીન રહેશે જેનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ 120Hz, 408pp પિક્સલ ડેન્સિટી અને 3,000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ અને એચડીઆર સપોર્ટ મળશે.
સીમ સાથે આવતા આ સ્માર્ટફોનમાં એક નાનો સીમ અને એક ઈ સીમ કામ કરશે.
Google Pixel 10 Pro Foldમાં ટ્રિપલ રીઅર કેમેરા રહેશે જેમાં, 48 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં 5,015mAh બેટરી 30w વાયર્ડ અને 15w Qi2 વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. સિંગલ ચાર્જમાં ફોન ૩૦ કલાક ચાલશે. 16GB LPDDR5X રેમ અને 256 સ્ટોરેજ, 512 અને 1TB ના સ્ટોરેજ સાથે મળશે. ગૂગલે ફોનમાં સાત વર્ષની એન્ડ્રોઇડ અપડેટની પણ ખાતરી આપી છે.
ફોનની સાઈઝ ફોલ્ડ હોય ત્યારે 155.2 × 76.3× 10.8 mm અને અનફોલ્ડ હોય ત્યારે 155.2 × 150.4 × 5.2mm તેમજ તેનું વજન 258 ગ્રામ છે.
આ ફોલ્ડેબલ ફોનમાં નવા ફીચર્સ જેમકે, નવું જેમિની સંચાલિત કેમેરા કાઉચ ફીચર, એડ મી, ફેસ અનબ્લર બેસ્ટ ટેક, ઓટો ફ્રેમ, મેજિક ઇરેસર, રિઈમેજિન, પોટ્રેઇટ અને અન્ય ઘણા ફીચર આપ્યા છે.
Google Pixel 10 Pro Fold 256GB ફોનની કિંમત $ 1,799 (લગભગ રૂ. 1,56,600), 512 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત $ 1,919 (લગભગ રૂ. 1,67,000) અને 1TB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત $ 2,149 એટલે કે લગભગ રૂ. 1,87,000 રહેશે. ભારતમાં હાલમાં 256GB સ્ટોરેજ ધરાવતો ફોન રજૂ થયો છે અને તેની કિંમત રૂ. 1,72,999 રહેશે. મુનસ્ટોન અને જેડ ક્લરમાં મળશે.
જાહેરાત
જાહેરાત