ગૂગલે બુધવારે નવેમ્બર 2025 માટે નવો પિક્સેલ ડ્રોપ રજૂ કર્યો છે. તેને કારણે પિક્સેલ ડિવાઇસમાં ઘણા નવા ફીચર મળ્યા છે
Photo Credit: Google
નેનો બનાના ઇમેજ એડિટિંગ મોડેલ દ્વારા કોઈપણ ફોટોને રિસ્ટાઇલ કરી શકાશે
ગૂગલે બુધવારે નવેમ્બર 2025 માટે નવો પિક્સેલ ડ્રોપ રજૂ કર્યો છે. તેને કારણે પિક્સેલ ડિવાઇસમાં ઘણા નવા ફીચર મળ્યા છે. કંપનીએ મેસેજ એપમાં રીમિક્સ ફીચર ઉમેર્યું છે, જેને કારણે પિક્સલ ડિવાઇઝ વાપરનારા નેનો બનાના ઇમેજ એડિટિંગ મોડેલ દ્વારા કોઈપણ ફોટોને રિસ્ટાઇલ કરી શકશે. AI-સંચાલિત નોટિફિકેશન સામરીઝ ઝડપથી વિગતો શોધવામાં મદદ કરશે. તેમણે ચેટ મેસેજમાં સંભવિત સ્કેમ અંગે પણ નોટિફિકેશન મળશે. વપરાશકર્તાઓને ઝડપથી વિગતો શોધવામાં મદદ કરે છે, જ્યારે તેઓ ચેટ સંદેશાઓમાં સંભવિત કૌભાંડો વિશે ચેતવણીઓ પણ પ્રાપ્ત કરશે. સ્કેમ ડિટેક્શન અને કોલ નોટ્સ - બે પિક્સેલ ફીચર્સ હવે વધુ પ્રદેશોમાં મળતું થશે.નવેમ્બર 2025 પિક્સેલ ડ્રોપની કામગીરી,પિક્સેલ ડિવાઇસ પર આવનારા નવા ફિચર અંગે ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં વિગતવાર માહિતી આપી. તે પ્રમાણે સૌથી નોંધપાત્ર ઉમેરો ગુગલ મેસેજીસમાં રીમિક્સ છે. નેનો બનાના કે જે કંપનીનું જેમિની ઇમેજ જનરેશન અને એડિટિંગ મોડેલ છે તેના દ્વારા સામાન્ય સેલ્ફી, પોટ્રેટ અથવા પાલતુ પ્રાણીઓના ફોટાને 3D એનિમેશન, એનાઇમ, સ્કેચ અને કલાત્મક શૈલીમાં બદલી શકાશે.
Google Messages માં Remix નો ઉપયોગ કરીને કોઈપણ ફોટો એડિટ કરી શકાશે. તેને મેળવનાર તેની પાસે કોઈપણ ફોન હોય છતાં જોઈ શકશે. અન્ય સાથે વાતચીતમાં રોકાયેલઈ વ્યક્તિ પણ એપ્લિકેશન બંધ કર્યા વિના પિક્ચરમાં આવશ્યક ફેરફાર કરી શકશે.
નવેમ્બર 2025 ના Pixel Drop પછી, Pixel લાંબી વાતચીતોના AI-સંચાલિત સારાંશ બનાવી આપશે. વપરાશકર્તાઓને ઝડપથી સંપર્ક કરવામાં મદદ કરવા માટે ગ્રુપ ટેક્સ્ટ્સ અને લાંબા ચેટ થ્રેડોને સંક્ષિપ્ત કરી આપશે. વધુમાં, કંપની ડિસેમ્બર 2025 થી બિનજરૂરી વિક્ષેપોને રોકવા માટે ઓછી પ્રાથમિકતા ધરાવતા નોટિફકેશનને મેનેજ કરી સાઇલન્ટ કરશે.
કંપનીએ જણાવ્યું હતું કે, યુએસમાં Pixel 6 અને નવા મોડેલના માલિકોને જાણીતી એપમાંથી મેસેજ મળે તો તે સમયે સંભવિત સ્કેમની જાણકારી આપવામાં આવશે. તેમાં, સ્કેમ ડિક્ટેશન ફીચરનો ઉપયોગ કરીને શંકાસ્પદ મેસેજ અંગે જાણ કરવામાં આવશે.
Google Pixel માટે VIP વિજેટને એક નવા ક્રાઇસિસ બેજ સાથે પણ અપગ્રેડ કરી રહ્યું છે, જે તમને તમારી આસપાસના વિસ્તારમાં પૂર જેવી મહત્વપૂર્ણ ચેતવણીઓ વિશે માહિતગાર રાખે છે.
આ ઉપરાંત, વ્યક્તિગત એડિટ હવે Google Photos એપ્લિકેશન દ્વારા યુ.એસ.માં યોગ્યતા ધરાવતા Android વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Google Maps માટે એક નવો પાવર સેવિંગ મોડ છે, જે બેટરી બચાવવા માટે ફક્ત જરૂરી માહિતી સરળ લેઆઉટમાં આપશે. વપરાશકર્તાઓ ફિલ્મથી પ્રેરિત 'વિક્ડ: ફોર ગુડ' થીમ પેકનો ઉપયોગ કરીને તેમના Pixel ને કસ્ટમાઇઝ પણ કરી શકે છે.
સ્કેમ ડિટેક્શન અને કોલ નોટ્સ ફીચર વધુ વિસ્તારોમાં આપશે. સ્કેમ ડિટેક્શન ફીચર સ્કેમર્સ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સ્પીચ પેટર્ન વિશે વપરાશકર્તાઓને ચેતવણી આપવા માટે AI નો ઉપયોગ કરે છે. તે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, આયર્લેન્ડ અને યુકેમાં Pixel 9 અને નવા ઉપકરણો પર રોલઆઉટ થઈ રહી છે.
કોલ નોટ્સ, કોલ રેકોર્ડ કરવા, નોંધ લેવા અને તેમાંથી ટ્રાન્સક્રિપ્ટ અને સારાંશ જનરેટ કરવા માટે ઓન-ડિવાઇસ AI નો ઉપયોગ કરે છે. તે ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, જાપાન અને યુકેમાં ઉપલબ્ધ થશે
જાહેરાત
જાહેરાત
Redmi Turbo 5 Design Revealed in Leaked Render; Tipped to Feature Snapdragon 8 Gen 5 Chip