એપલે મંગળવારે ભારતમાં નવા એપલકેર+ કવરેજ વિકલ્પની જાહેરાત કરી. દર વર્ષે ચોરી અને ખોવાઈ જવાના બે બનાવને પ્લાન હેઠળ આવરી લેવાશે
Photo Credit: Apple
એપલકેર+ બે વર્ષનું ઉપકરણ કવરેજ આપે છે જેમાં આકસ્મિક નુકસાન સુરક્ષાનો સમાવેશ થાય છે
એપલે મંગળવારે ભારતમાં નવા એપલકેર+ કવરેજ વિકલ્પની જાહેરાત કરી. દર વર્ષે ચોરી અને ખોવાઈ જવાના બે બનાવને પ્લાન હેઠળ આવરી લેવાશે. આ માટે એપલ નવા સસ્તા વાર્ષિક અને માસિક પ્લાન રજૂ કરી રહી છે. જેને કારણે ગ્રાહકોને તેમના એપલ ડિવાઇસને સુરક્ષિત રાખવા સુગમતા પૂરી પાડશે. ક્યુપરટિનો સ્થિત ટેક જાયન્ટે એપલકેર+ વિથ થેફ્ટ એન્ડ લોસ ફોર આઇફોન પ્લાન હેઠળ ચોરી અને ખોવાઈ જવા સામે કવરેજ ઉપરાંત ગ્રાહકો અન્ય નિયમિત લાભો માટે પણ પાત્ર બનશે, જેમાં પ્રાથમિકતા સપોર્ટ, બેટરી રિપ્લેસમેન્ટ સેવા, આકસ્મિક નુકસાન થાય ત્યારે તેના રીપેરીંગનો સમાવેશ થાય છે.ભારતમાં નવા એપલકેર+ પ્લાન્સ,નવા આઇફોન એક વર્ષની મર્યાદિત વોરંટી અને 90 દિવસ સુધી મફત ટેકનિકલ સપોર્ટ દ્વારા એક વર્ષનું હાર્ડવેર રિપેર કવરેજ સાથે આવે છે. આઇફોન માટે એપલકેર+ સબ્સ્ક્રિપ્શન આ કવરેજને પ્લાનની ખરીદી તારીખથી બે વર્ષ સુધી લંબાવે છે, જ્યારે આકસ્મિક નુકસાન સુરક્ષાના અમર્યાદિત બનાવો પણ ઉમેરે છે. કંપનીના જણાવ્યા મુજબ, સ્ક્રીન અથવા પાછળના કાચને નુકસાન થતા રૂ. 2,500 અને આકસ્મિક નુકસાન માટે રૂ. 8,900 સર્વિસ ફી ચૂકવવામાં આવે છે.
અત્યાર સુધી, એપલે ભારતમાં એપલકેર+ કવરેજ માટે વાર્ષિક યોજનાઓ ઓફર કરી હતી. જોકે, તેણે હવે તેના સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં ફેરફાર કર્યો છે અને ગ્રાહકો હવે વાર્ષિક અને માસિક બંને યોજનાઓનો લાભ લઈ શકે છે, જેની શરૂઆત ફક્ત રૂ. 799 પ્રતિ મહિનાથી થાય છે.
એપલના વર્લ્ડવાઇડ આઇફોન પ્રોડક્ટ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ કૈઆન ડ્રાન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતમાં આજના અપડેટ્સ સાથે, અમે વિશ્વસનીય સુરક્ષા મેળવવાનું સરળ અને વધુ સસ્તું બનાવી રહ્યા છીએ, જેમાં આઇફોન માટે રાજુ કરાયેલા અમારા સંપૂર્ણ કવરેજની ઍક્સેસનો સમાવેશ થાય છે,"
ગ્રાહકો તેમનો નવો આઇફોન ખરીદતી વખતે એપલકેર+ કવરેજ ખરીદી શકે છે. અથવા તેઓ એપલ ડિવાઇસ ખરીદ્યાના 60 દિવસની અંદર પણ લઈ શકે છે. તેઓ આઇફોન, આઈપેડ અને મેક પર સેટિંગ્સ એપ્લિકેશનમાંથી તેમના સબ્સ્ક્રિપ્શન યોજનાઓ અને ખરીદી કવરેજ જોઈ શકે છે.
એપલકેર+ પ્લાનના ફાયદા
એપલકેર+ કવરેજ ખરીદવાથી એપલ સ્ટોર્સ અને એપલ અધિકૃત સર્વિસ સેન્ટર પરથી બેટરી રિપ્લેસમેન્ટ સેવા, ચોવીસ કલાક પ્રાથમિકતા સપોર્ટ અને આકસ્મિક નુકસાન માટે અમર્યાદિત રિપેરિંગ જેવા લાભો મેળવવામાં મદદ મળે છે. આ ઉપરાંત આકસ્મિક નુકશાનમાં લિક્વિડ ડેમેજ પણ કવર કરે છે, જેનાથી આઇફોન કોઈપણ ખર્ચ વિના રિપેર થઈ શકે છે, ભલે તે પ્રવાહીના સંપર્કમાં આવ્યો હોય. જો તમારા આઇફોનની બેટરી હેલ્થ 80 ટકાથી નીચે જાય છે, તો ટેક જાયન્ટ કોઈ વધારાના ચાર્જ વિના બેટરી રિપ્લેસમેન્ટ ઓફર કરશે. આ પ્લાન આઇફોન પર કોઈપણ હાર્ડવેર સમસ્યાઓના કિસ્સામાં વિસ્તૃત વોરંટી કવરેજ પણ પૂરું પાડે છે.
જાહેરાત
જાહેરાત