Vivo X300 સિરીઝ લોન્ચ 2 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ કરાશે. Vivo X300 ના પ્રો વેરિયન્ટ સાથે Pro વેરિઅન્ટ સાથે તેની ટેલિકોન્વર્ટર કીટની અલગથી ખરીદી શકાય છે.
Photo Credit: Vivo
Vivo X300 Pro સાથે આવતી ટેલિકોન્વર્ટર કીટની કિંમત 20,999 રૂપિયા હોઈ શકે છે.
Vivo X300 સિરીઝ લોન્ચ થાય તે અગાઉ તેના ટેલિકોન્વર્ટર કીટની ભારતીય કિંમત બહાર આવી રહી છે. Vivo X300 સિરીઝ લોન્ચ 2 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ કરાશે. Vivo X300 ના પ્રો વેરિયન્ટ સાથે Pro વેરિઅન્ટ સાથે તેની ટેલિકોન્વર્ટર કીટની અલગથી ખરીદી શકાય છે. Vivo X300 સિરીઝ 13 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ તે જ મહિનામાં વૈશ્વિક ધોરણે લોન્ચ કરવામાં આવી હતી.Vivo X300 ની ભારતમાં કિંમત લીક,અનુમાન પ્રમાણે Vivo X300 16GB રેમ અને 512GB ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની બોક્સ પર કિંમત રૂ. 89,999 હશે. જોકે, વેચાણ કિંમત તેનાથી ઓછી હોઈ શકે છે. 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 74,999, જ્યારે 16GB રેમ અને 512GB વેરિઅન્ટ રૂ. 80,999 માં મળશે. ટિપસ્ટર સંજુ ચૌધરી (@saaaanjjjuuu) એ X હેન્ડલ પર એક પોસ્ટમાં કિંમત જાહેર કરી હતી.
ટેલિકોન્વર્ટર કીટ, અથવા ટેલિફોટો એક્સ્ટેન્ડર કીટની કિંમત રૂ. 20,999 રહેશે. આ કિટમાં Zeiss 2.35x ટેલિકોન્વર્ટર લેન્સ છે જે ક્લિક કરેલા કોઈપણ ઇમેજ ઓપ્ટિકલ ઝૂમને વિસ્તૃત કરે છે. તે ટેલિકોન્વર્ટર મોડ ચાલુ કરતા ઇન્સ્ટન્ટ લેન્સ ઓળખ અને ઓટોમેટિક કાર્યરત થવા માટે NFC સપોર્ટ સાથે આવે છે.
ટિપસ્ટરે Vivo X300 સ્માર્ટફોન ભારતમાં સમિટ રેડ કલરમાં આવી શકે છે તેમ જણાવ્યું હતું જો કે, પરંતુ તેના દેખાવ વિશે કોઈ વિગતો શેર કરી નથી. નોંધનીય છે કે, વૈશ્વિક ધોરણે તે મિસ્ટ બ્લુ અને ફેન્ટમ બ્લેક કલર વિકલ્પમાં અને પ્રીમિયમ X300 પ્રો મોડેલ ડ્યુન બ્રાઉન અને ફેન્ટમ બ્લેક વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
Vivo X300 સિરીઝના સ્માર્ટફોન 3nm MediaTek Dimensity 9500 ચિપસેટ દ્વારા સંચાલિત હશે, જે VS1 Pro ઇમેજિંગ ચિપ અને V3+ ઇમેજિંગ ચિપ સાથે જોડાયેલ છે. સ્માર્ટફોન Android 16-આધારિત OriginOS 6 પર ચાલશે. ફોન ટ્રિપલ રિઅર કેમેરા અને 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે આવશે. Vivo X300 6040 mAh બેટરી સાથે આવશે જ્યારે તેનું pro વર્ઝન 6510 mAh બેટરી સાથે આવશે.
Vivo X300 અને Vivo X300 Pro ભારતમાં 2 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. લોન્ચ માટે ઇવેન્ટ યોજાવા અંગે હજુ સુધી જાણકારી મળી નથી. ફોનનું સોફ્ટ લોન્ચ પણ કરી શકે.
જાહેરાત
જાહેરાત