ઓનરે તેનો નવો સ્માર્ટફોન, Honor Power 2 લોન્ચ કર્યો છે.

ટેકનોલોજી બ્રાન્ડ ઓનરે તેનો નવો સ્માર્ટફોન, Honor Power 2 લોન્ચ કર્યો છે. તે મીડિયાટેક ડાયમેન્સિટી 8500 એલીટ પ્રોસેસર દ્વારા સંચાલિત વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે.

ઓનરે તેનો નવો સ્માર્ટફોન, Honor Power 2 લોન્ચ કર્યો છે.

Photo Credit: Honor

HONOR એ ચીનમાં HONOR Power2 સ્માર્ટફોન રજૂ કર્યો છે.

હાઇલાઇટ્સ
  • HONOR Power 2 Android 16 આધારિત MagicOS 10.0 પર ચાલે છે
  • ફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ છે અને તે 27W રિવર્સ ચાર્જિંગ
  • ચીનમાં 9 જાન્યુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે
જાહેરાત

ટેકનોલોજી બ્રાન્ડ ઓનરે તેનો નવો સ્માર્ટફોન, Honor Power 2 લોન્ચ કર્યો છે. તે મીડિયાટેક ડાયમેન્સિટી 8500 એલીટ પ્રોસેસર દ્વારા સંચાલિત વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે. દેખાવની દ્રષ્ટિએ, આ ફોન મોટાભાગે આઇફોન 17 પ્રો મેક્સ જેવો લાગે છે. તેમાં, 10080mAh બેટરી છે. આ ફોન માટે ઓર્ડર કરી શકાય છે તેમજ તે ચીનમાં 9 જાન્યુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. HONOR Power 2 માં 6.79″ 1.5K 120Hz AMOLED ડિસ્પ્લે સાથે 8000 nits સુધીની પીક બ્રાઇટનેસ આવે છે, તે નવા MediaTek Dimensity 8500 Elite SoC દ્વારા સંચાલિત પ્રથમ ફોન છે જે 2.4 મિલિયનનો AnTuTu બેન્ચમાર્ક સ્કોર પ્રાપ્ત કરે છે અને 12GB રેમ સાથે આવે છે. આ ફોન Android 16 આધારિત MagicOS 10.0 પર ચાલે છે તેમજ તેમાં ડ્યુઅલ સીમ SIM (nano + nano) કામ કરે છે. આ ફોનની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં 10080mAh ની વિશાળ ચોથી પેઢીની સિલિકોન-કાર્બન બેટરી છે જે છ વર્ષ સુધી ચાલે છે અને કંપનીના પોતાના HONOR WIN શ્રેણીના ફોન પછી 10,000mAh સેગમેન્ટમાં પ્રવેશ કરનારી બીજી મોબાઇલ ફોન બેટરી છે. તે 80W ફાસ્ટ ચાર્જિંગ છે અને તે 27W રિવર્સ ચાર્જિંગ સાથે પણ આવે છે. તેની મોટી બેટરી છતાં તેનું વજન ફક્ત 216 ગ્રામ છે અને તેની સાઇઝ 162.1×76.3×7.98mm છે. 

Honor Power 2 5G ફોનમાં ડ્યુઅલ રીઅર કેમરા આપવામાં આવ્યા છે. મોબાઇલ ની બેક પેનલ પર f /1.88 અપર્ચર વાળો 50-મેગાપિક્સલ OIS સેન્સર આપેલ છે જેની સાથે 5-મેગાપિક્સલનું અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે. તે સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે f/2.45 અપર્ચર 16-મૅગાપિક્સલનો ડિજિટલ કેમેરા સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 6.0, NFC અને OTG તે સપોર્ટ કરે છે. આ ફોનમાં સિક્સ-વિંગ એન્ટેના સિસ્ટમ લગાવવામાં આવી છે.

આ ફોનમાં ગોલ્ડ લેબલ થ્રી-પ્રૂફ સર્ટિફિકેશન અને SGS ફાઇવ-સ્ટાર રિલાઇબિલિટી સર્ટિફિકેશન છે, જે ડ્રોપ, શોક અને કમ્પ્રેશન સામે રક્ષણ આપે છે. IP69K ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન પણ છે જે હાઈ-પ્રેશર વોટર ગન ઇમ્પેક્ટ અને ઉકળતા પાણીમાં નિમજ્જનનો સામનો 85°C સુધી નુકસાન વિના કરી શકે છે.

HONOR Power2 માં એક અનોખી પાવર સિગ્નલ આઇલેન્ડ ડિઝાઇન, સ્વ-વિકસિત RF એન્હાન્સમેન્ટ ચિપ C1+ અને એક નવીન સમાંતર ડ્યુઅલ-રેલ એન્ટેના ડિઝાઇન છે, જે નબળા નેટવર્ક સિગ્નલ શક્તિમાં 200% વધારો હાંસલ કરે છે અને ચારેય નેટવર્ક બેન્ડમાં અગ્રણી સ્થાન મેળવે છે.

કિંમત અને ઉપલબ્ધતા

HONOR Power 2 સનરાઇઝ ઓરેન્જ, સ્નો વ્હાઇટ અને ફેન્ટમ બ્લેક રંગોમાં ઉપલબ્ધ છે. તેની કિંમત જોઈએ તો, તેમાં 

12GB રેમ અને 256GB  સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત – 2699 યુઆન (USD 386 / રૂ. 34,840 આશરે) છે. જ્યારે 12GB રેમ અને 512GB  સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 2999 યુઆન (USD 429 / રૂ. 38,710 આશરે) છે. 
 

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »