ચાઇનિઝ બ્રાન્ડ લિનોવો હેઠળની મોટોરોલા દ્વારા તેના મોટોરોલા રેઝર ફોલ્ડ સ્માર્ટફોનની જાહેરાત કરી છે. આ કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન બનશે.
Photo Credit: Motorola
મોટોરોલાએ CES 2026 માં તેના આઇકોનિક Razr પરિવારમાં નવીનતમ ઉમેરો: મોટોરોલા Razr ફોલ્ડની સત્તાવાર રીતે જાહેરાત કરી છે.
ચાઇનિઝ બ્રાન્ડ લિનોવો હેઠળની મોટોરોલા દ્વારા તેના મોટોરોલા રેઝર ફોલ્ડ સ્માર્ટફોનની જાહેરાત કરી છે. આ કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન બનશે. મોટોરોલાએ CES 2026 ખાતે તેના આઇકોનિક Razr ફોલ્ડ સ્માર્ટફોનનું ટીઝર રજૂ કર્યું છે. મોટોરોલા રેઝર ફોલ્ડ પેન્ટોન બ્લેકનેડ બ્લુ અને પેન્ટોન લિલી વ્હાઇટ કલરમાં આવશે. મોટોરોલાએ જણાવ્યું હતું કે ફોનના લોન્ચ પહેલાં કિંમત, ક્યાંથી મળી શકશે તેમ તેના સ્પેસિફિકેશન્સની સંપૂર્ણ સ્પષ્ટીકરણોની જાહેરાત કરવામાં આવશે, જે આ વર્ષના અંતમાં અપેક્ષિત છે. મોટોરોલાએ રેઝર ફોલ્ડમાં મોટું કેમેરા એરે આપ્યું છે. તેમાં 50 મેગા પિક્સલ સાથે Sony LYTIA™ મુખ્ય સેન્સર, સાથે સામાન્ય ફોટોગ્રાફી, અલ્ટ્રાવાઇડ/મેક્રો 50MP લેન્ડસ્કેપ અને ક્લોઝ-અપ શોટ્સ, ટેલિફોટો 50MP (3x પેરિસ્કોપ) દૂરની વસ્તુના પિક્ચર માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઝૂમ તેમજ બાહ્ય સેલ્ફી 32MP ફોલ્ડ કરવામાં આવે ત્યારે ઝડપી કેપ્ચર અને વિડિઓ કૉલ્સ તેમજ મોટા ડિસ્પ્લે પર આંતરિક સેલ્ફી દ્વારા 20MP વિડિઓ કોન્ફરન્સિંગની સુવિધા છે.
મોટોરોલા બ્રાન્ડની પરંપરાગત ક્લેમશેલ ડિઝાઇનથી વિપરીત razr ફોલ્ડ એક બુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોર્મેટ રજૂ કરે છે જેનો હેતુ પરિચિત સ્માર્ટફોન અનુભવને મોટા ટેબ્લેટ-શૈલીના ડિસ્પ્લેની ઉત્પાદકતા ક્ષમતાઓ સાથે સંતુલિત કરવાનો છે.
motorola razr fold વપરાશકારના વિવિધ ઉપયોગ માટે બનાવાયેલા ડ્યુઅલ-સ્ક્રીનની ઉપયોગિતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેને બંધ કરતા તેનો બાહ્ય ડિસ્પ્લે
6.56-ઇંચનો છે. આ સ્ક્રીન પ્રમાણભૂત "કેન્ડી-બાર" આસ્પેક્ટ રેશિયો સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ડિવાઈઝ ખોલ્યા વગર પણ રોજીદા કાર્યો કરી શકાય છે.
તેને ખોલતા તેની સ્ક્રીન 8.1-ઇંચ 2K LTPO ડિસ્પ્લે દર્શાવે છે. આ મોટું કેનવાસ મલ્ટિટાસ્કિંગ અને સર્જનાત્મક કાર્ય માટે રચાયેલ છે, જે એર્ગોનોમિક્સ જાળવવા માટે પાતળા પ્રોફાઇલ દ્વારા સપોર્ટેડ છે. સોફ્ટવેરમાં એડપ્ટિવ લેઆઉટ શામેલ છે અને મોટો પેન અલ્ટ્રા સ્ટાઇલસને સપોર્ટ કરે છે. વર્કફ્લો મેનેજમેન્ટમાં સહાય કરવા માટે, ઉપકરણ "કેચ મી અપ" અને "નેક્સ્ટ મૂવ" જેવી ઑન-ડિવાઇસ AI સુવિધાઓને એકીકૃત કરે છે, જે નોટિફિકેશન એરેન્જ કરવા અને યુઝર એક્શન સૂચવવા બનાવાયું છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક અહેવાલ પ્રમાણે ફોલ્ડેબલ ફોનનું વેચાણ વધી રહ્યું છે અને 2026માં આ ડિવાઈઝનું વેચાણ 38 ટકા વધવાની ધારણા છે. આ સંજોગોમાં આ સેગમેન્ટમાં બુક સ્ટાઇલ મોડેલ્સ લીડ કરી શકે છે.
ફોલ્ડેબલ માર્કેટ વધુને વધુ સ્પર્ધાત્મક બની રહ્યું છે, સેમસંગ અને હુઆવેઇ જેવી કંપનીઓ ટ્રિપલ-સ્ક્રીન ફોલ્ડિંગ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. મોટોરોલાનો કથિત ફોલ્ડેબલ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ સિરીઝ અને ગૂગલ પિક્સેલ ફોલ્ડ જેવા ફોન સાથે સ્પર્ધા કરશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
New Life Is Strange Game From Square Enix Leaked After PEGI Rating Surfaces