Xiaomi 14 Civi એમેઝોન પર હાલમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. જેઓ તેમનું રોજિંદું કામ સારીરીતે પ્રીમિયમ અનુભવ સાથે કરવા માંગે છે તેના માટે આ ડિવાઈઝ શ્રેષ્ઠ છે.
Photo Credit: Xiaomi
Xiaomi 14 Civi હાલમાં એમેઝોન પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.
Xiaomi 14 Civi એમેઝોન પર હાલમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. જેઓ તેમનું રોજિંદું કામ સારીરીતે પ્રીમિયમ અનુભવ સાથે કરવા માંગે છે તેના માટે આ ડિવાઈઝ શ્રેષ્ઠ છે. તેની ડિઝાઇન ખાસ છે તેમજ તેના કેમેરા તેમજ ડિસ્પ્લે બંને સારા છે. તે Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર પર ચાલે છે. ઓપ્ટિક્સની દ્રષ્ટિએ, તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સિસ્ટમ અને ડ્યુઅલ 32MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. આજે તેમાં ચાલી રહેલી ઓફરની માહિતી આ લેખમાં આપવામાં આવી છે. આ ડિવાઇસ શરૂઆતમાં રૂ. 42,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, હાલમાં તે એમેઝોન પર રૂ. 26,999 માં લિસ્ટેડ છે, કારણ કે બ્રાન્ડ રૂ. 16,000 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે ઉપરાંત, ઈ-કોમર્સ બ્રાન્ડ સ્કેપિયા ફેડરલ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા EMI વ્યવહારો પર રૂ. 1500 સુધીનું 5% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. ખરીદદારો માટે માત્ર રૂ. 949 થી શરૂ થતા નો-કોસ્ટ EMI વિકલ્પોનો પણ આપવામાં આવ્યો છે.
વધુમાં, તેમાં એક્સચેન્જ ઓફર પણ ચાલુ છે. જો તમે તમારા જૂના ડિવાઇસથી અપગ્રેડ કરી રહ્યા છો, તો તમે બ્રાન્ડ દ્વારા ઓફર કરાયેલ એક્સચેન્જ બોનસનો પણ આનંદ માણી શકો છો. તમારા જૂના ડિવાઇસના બ્રાન્ડ, મોડેલ અને સ્થિતિના આધારે, તમે રૂ. 25,400 સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો.
Xiaomi 14 Civi Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર પર ચાલે છે. વધુમાં, આ ઉપકરણ 4,700mAh બેટરીથી સજ્જ છે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, આ ઉપકરણ 120Hz રિફ્રેશ રેટ સાથે 6.55-ઇંચ LTPO AMOLED સ્ક્રીનથી સજ્જ છે. આ ઉપકરણ 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લે HDR10+, ડોલ્બી વિઝન અને 68 બિલિયન કલરને પણ સપોર્ટ કરે છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવે છે.
તેમાં, ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MP પ્રાઇમરી કેમેરા, 50MP ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરાનો સમાવેશ થાય છે. આ ડિવાઇસ સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળના ભાગમાં બે 32MP કેમેરાથી પણ સજ્જ છે.
તે ક્રુઝ બ્લુ, મેચ ગ્રીન અને શેડો બ્લેક એમ ત્રણ કલરમાં મળે છે. આ સ્માર્ટફોન મેટલ ફ્રેમ સાથે આવે છે અને તેની જાડાઈ 7.4mm છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
New Life Is Strange Game From Square Enix Leaked After PEGI Rating Surfaces