Realme 16 Pro અને Realme 16 Pro Plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે

Realme એ ભારતમાં આજે તેના Realme 16 Pro અને Realme 16 Pro Plus લોન્ચ કર્યા છે. Realme 16 Pro+ Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જ્યારે 16 Pro માં MediaTek Dimensity 7300 MAX ચિપસેટ છે.

Realme 16 Pro અને Realme 16 Pro Plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે

Photo Credit: Realme

16 Pro+ સ્માર્ટફોન Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત

હાઇલાઇટ્સ
  • • બંને સ્માર્ટફોન 7000mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે
  • • Realme 16 Pro સિરીઝમાં 6500 nits સુધીની બ્રાઇટનેસ સાથે AMOLED ડિસ્પ્લે
  • • Realme 16 Pro સિરીઝમાં 200-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા
જાહેરાત

Realme એ ભારતમાં આજે તેના Realme 16 Pro અને Realme 16 Pro Plus લોન્ચ કર્યા છે. Realme 16 Pro+ Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જ્યારે 16 Pro માં MediaTek Dimensity 7300 MAX ચિપસેટ છે. બંને ફોન Android 16 પર આધારિત Realme UI 7.0 પર ચાલે છે. આજે આપણે આ સિરીઝની કિંમત અને વિશેષતા જાણીશું.

Realme 16 Pro અને 16 Pro Plus: ભારતમાં કિંમતો

Realme 16 Pro 5G ના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 31,999 થી શરૂ થાય છે. 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેના ફોનની કિંમત રૂ. 33,999 છે, જ્યારે ટોપ-એન્ડ 12GB રેમ અને 256GB સ્ટોરેજ ની કિંમત રૂ. 36,999 છે.

Realme 16 Pro Plus 5G ની 8GB રેમ અને 128GB ની કિંમત રૂ. 39,999, 8GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત રૂ. 41,999 છે, અને 12GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત રૂ. 44,999 છે.
આ સેલ 9 જાન્યુઆરીથી શરૂ થશે પ્રો પ્લસ મોડેલ 4,000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ જ્યારે સ્ટાન્ડર્ડ 16 પ્રો વર્ઝનમાં ચોક્કસ બેંક કાર્ડ ઓફર સાથે રૂ. 3,000 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. ઓફર સાથે ઉપલબ્ધ થશે.

Realme 16 Pro, 16 Pro+ ના સ્પેસિફિકેશન્સ

16 Pro+ સ્માર્ટફોન Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જ્યારે 16 Pro માં MediaTek Dimensity 7300 MAX ચિપસેટ છે. બંને ફોન Android 16 પર આધારિત Realme UI 7.0 પર ચાલે છે. કંપની ત્રણ વર્ષ માટે Android અપડેટ્સ અને ચાર વર્ષ માટે સુરક્ષા પેચનું વચન આપે છે.

Realme 16 Pro શ્રેણીમાં 6500 nits સુધીની બ્રાઇટનેસ સાથે AMOLED ડિસ્પ્લે છે. આ ફોન TÜV Rheinland પ્રમાણિત છે. કંપનીએ આ ફોનમાં NEXT AIનો સમાવેશ કર્યો છે. Realme 16 Pro માસ્ટર ગોલ્ડ, પેબલ ગ્રે અને આર્કિડ પર્પલ કલરમાં મળશે. જ્યારે Realme 16 Pro+ માસ્ટર ગોલ્ડ અને માસ્ટર ગ્રે કલરમાં મળશે. બંને ફોન 9 જાન્યુઆરીથી ઉપલબ્ધ છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Realme 16 Pro શ્રેણીમાં પાછળના ભાગમાં 200-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 50-મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા છે. Realme એ લગભગ 3.5x ઓપ્ટિકલ ઝૂમની પુષ્ટિ કરી છે, જે મોટાભાગના મિડ-રેન્જ ફોન કરતા વધુ સ્વચ્છ ઝૂમ શોટ આપી શકશે. પેરિસ્કોપ કેમેરાને કારણે Realme 16 Pro Plus ને વપરાશકર્તાઓને વધુ કિંમતવાળા સ્માર્ટફોન જેવી જે ફોટોગ્રાફીની સગવડ આપશે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

બંને સ્માર્ટફોન 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7000mAh બેટરી દ્વારા સમર્થિત છે. બંને ફોનને ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP66/68/69/69K રેટિંગ પ્રાપ્ત છે. આ ફોન પ્રવાહી પ્રતિરોધક પણ છે અને 80 ડિગ્રી સેલ્સિયસ સુધીના ભારે પાણીના તાપમાનનો સામનો કરી શકે છે.

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »