યુકે સ્થિત ટેક કંપની CMF દ્વારા તેના CMF હેડફોન પ્રો અને CMF વોચ 3 પ્રો ડિવાઈઝ ટૂંક સમયમાં ભારતમાં રજૂ કરાશે. CMF એ નથિંગની સબ-બ્રાન્ડ છે.
Photo Credit: CMF
CMF હેડફોન પ્રો અને CMF વોચ 3 પ્રો ઇન્ડિયા ટૂંક સમયમાં લોન્ચ થશે.
યુકે સ્થિત ટેક કંપની CMF દ્વારા તેના CMF હેડફોન પ્રો અને CMF વોચ 3 પ્રો ડિવાઈઝ ટૂંક સમયમાં ભારતમાં રજૂ કરાશે. CMF એ નથિંગની સબ-બ્રાન્ડ છે. CMF હેડફોન પ્રો, બ્રાન્ડનો પહેલો ઓવર-ઇયર હેડફોન છે, જે લાંબા સમય સુધી, અવિરત સાંભળવા માટે બનાવવામાં આવ્યો છે. તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવ્યો હતો.
CMF હેડફોન પ્રો માં, 40mm ડ્રાઇવર્સ, LDAC, 40dB ANC, ANC બંધ કરીને 100 કલાક સુધી પ્લેબેક અને ANC સક્ષમ કરીને 50 કલાક સુધી પ્લેબેક છે. આ રોલર, સ્લાઇડર અને બટન કટ્રોલનો ઉપયોગ કરે છે અને પાણીથી બચાવ માટે તે IPX2 રેટિંગ ધરાવે છે. ગયા વર્ષે જુલાઈમાં કંપનીએ CMF Watch 3 Pro રજૂ કરી હતી જે CMF ની અત્યાર સુધીની સૌથી અદ્યતન સ્માર્ટવોચ છે. કંપનીએ અગાઉ આપવામાં આવેલી ઇન્ટરચેન્જેબલ બેઝલ ડિઝાઇન દૂર કરી છે, પરંતુ તે અપગ્રેડેડ 4-ચેનલ હાર્ટ રેટ સેન્સર, સુધારેલા સ્લીપ ટ્રેકિંગ, ડ્યુઅલ-બેન્ડ GPS અને AI-સંચાલિત રનિંગ ગાઇડન્સ, રીઅલ-ટાઇમ કોચિંગ અને પર્સનલાઈઝ્ડ રિકવરી ટિપ્સ સાથે આવે છે.
ભારતીય વેરિઅન્ટ્સમાં વૈશ્વિક મોડેલોમાં જોવા મળતી તમામ મુખ્ય વિશિષ્ટતાઓ અને સુવિધાઓ જાળવી રાખવાની અપેક્ષા છે.
CMF હેડફોન પ્રો ના કલર જોઈએ તો, લાઇટ ગ્રીન, ગ્રે/વ્હાઇટ, બ્લેક સાથે ઓરેન્જમાં આવે છે. CMF વોચ 3 પ્રો માં પણ સમાન કલર છે. અનોખા રોલર ડાયલ/સ્લાઇડર કંટ્રોલ સાથે ફ્રેશ યૂથફૂલ દેખાવ સાથે આવે છે. તેની કનેક્ટિવિટી જોઈએ તો, બ્લૂટૂથ 5.4, મલ્ટીપોઇન્ટ કનેક્શન, લો-લેટન્સી મોડ રહેશે. તેમજ તેમાં લાંબા સમય સુધી પહેરવા માટે સ્વેપેબલ ઇયર કુશન અપાયા છે. હેડફોન પ્રો, ઓવર-ઇયર હેડફોન સેગમેન્ટમાં CMF ના પ્રવેશને ચિહ્નિત કરે છે, તે સોની જેવી સ્થાપિત બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરીને, સસ્તા ભાવે પ્રીમિયમ સુવિધાઓ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
CMF Watch 3 Pro માં 466×466 રિઝોલ્યુશન, 60Hz રિફ્રેશ રેટ અને 670 nits સુધીની બ્રાઇટનેસ સાથે 1.43-ઇંચનો રાઉન્ડ AMOLED ડિસ્પ્લે છે. તે 120 થી વધુ વોચ ફેસ અને બ્લૂટૂથ કોલિંગ, GPS, હાવભાવ નિયંત્રણો અને ChatGPT ઍક્સેસ સાથે આરોગ્ય ટ્રેકિંગ સુવિધાઓની વિશાળ શ્રેણીને સપોર્ટ કરે છે.
2025 ના અંતમાં વૈશ્વિક સ્તરે રજૂ થયા પછી, હેડફોન પ્રો, વોચ 3 પ્રો સાથે, 2026 ની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થવાની પુષ્ટિ થઈ છે. કિંમત અને ઉપલબ્ધતા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત