હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ ભારતમાં ફ્રોસ્ટ ફ્રી 5252 સિરીઝ રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા છે. ફ્રોસ્ટ ફ્રી 5252 સિરીઝ મોર્ડર્ન ભારતીય ઘરો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે વધુ સ્ટોરેજ ક્ષમતા, ઓર્ગેનાઈઝ્ડ ઈન્ટરનલ લેઆઉટ, દરેક જગ્યાએ સમાન ઠંડક અને સૌર ઉર્જા સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Photo Credit: Haier
હાયર ફ્રોસ્ટ ફ્રી 5252 સિરીઝ ડબલ ડોર રેફ્રિજરેટર્સ ભારતમાં લોન્ચ થયા
હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ ભારતમાં ફ્રોસ્ટ ફ્રી 5252 સિરીઝ રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા છે. ફ્રોસ્ટ ફ્રી 5252 સિરીઝ મોર્ડર્ન ભારતીય ઘરો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે વધુ સ્ટોરેજ ક્ષમતા, ઓર્ગેનાઈઝ્ડ ઈન્ટરનલ લેઆઉટ, દરેક જગ્યાએ સમાન ઠંડક અને સૌર ઉર્જા સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ રેફ્રિજરેટરની ક્ષમતા 475 L છે તેમજ ફ્રોસ્ટ ફ્રી ફ્રીજને 2 સ્ટાર સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. તેનું ડાયમેન્શન જોઈએ તો, તે 700 × 695 × 1850 મીમી
નેટ વજન 70 કિલો છે તેમજ તેમાં ઇન્ટિરિયર લાઇટ LED આપવામાં આવી છે. આ ર્ફ્રિજરેટરને રોજિંદા ઉપયોગ તેમજ તે રોજિંદા ઉપયોગની જરૂરિયાતો અને સામાન્ય પાવર પરિસ્થિતિઓને પૂર્ણ કરવા માટે અદ્યતન કૂલિંગ સિસ્ટમ્સ, સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશન અને એનર્જી એફિશિયન્ટ પરફોર્મન્સનો ઉપયોગ કરાયો છે. આ સાથે તેમાં, મોર્ડર્ન દેખાવ, દરેક વસ્તુ મૂકવા માટે ખાસ અલગ કમ્પાર્ટમેન્ટ તેમજ આસાનીથી વસ્તુ લઈ શકાય તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે.
હાયર ફ્રોસ્ટ ફ્રી 5252 સિરીઝની કિંમત રૂ. 43,590 છે અને તેમાં ગ્રેફાઇટ બ્લેક (HRF-5252BGK-N) અને બ્લેક ગ્લાસ (HRF-5252PKG-N) કલર ઉપલબ્ધ છે.
આ સિરીઝ ઓફલાઇન રિટેલ સ્ટોર્સ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને હાયર ઇન્ડિયા વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ છે.
360° સરાઉન્ડ કૂલિંગ: તાપમાનના વધઘટ ઘટાડવા અને સતત તાજગી જાળવવા માટે, વારંવાર દરવાજા ખુલવા છતાં, બધા કમ્પાર્ટમેન્ટમાં હવાનું પરિભ્રમણ સમાન છે.
ડબલ મેજિક ઝોન (0°C થી 4°C): ડેરી, પીણાં અથવા માંસાહારી વસ્તુઓ માટે સ્વતંત્ર રીતે એડજસ્ટેબલ કમ્પાર્ટમેન્ટ, જે વધુ સારીરીતે વસ્તુઓ ગોઠવવામાં મદદરૂપ થાય છે તેમજ ગંધ એકબીજામાં ભળતી અટકાવે છે.
H-Deo ફ્રેશ ટેકનોલોજી: 99.99% સુધી બેક્ટેરિયાને દૂર કરે છે તેથી ખોરાકને વધુ સ્વચ્છતાપૂર્વક સાચવી શકાય છે તેમજ તેમાંની ગંધનો પ્રભાવ ઘટાડે છે.
3S ઇકો મોડ: સમાન ઓછો હોય તો કૂલિંગ સાયકલને ઑપ્ટિમાઇઝ કરીને ઊર્જા વપરાશ 6% સુધી ઘટાડે છે.
ટ્વીન ઇન્વર્ટર ટેકનોલોજી: સ્થિર તાપમાન, શાંત પરફોર્મન્સ, સારી કાર્યક્ષમતા અને લાંબા સમય સુધી કોમ્પોનન્ટની લાઈફ માટે વેરિયેબલ-સ્પીડ કોમ્પ્રેસર અને ફેન ઓપરેશન.
95° એન્ટિ-ટિપ રેક: ટીપિંગ અને સ્પિલેજ ઘટાડવા માટે બોટલ અને ઊંચા કન્ટેનર માટે સુરક્ષિત સંગ્રહ.
પાવરસેફ ઓપરેશન (160V–270V): બાહ્ય સ્ટેબિલાઇઝરની જરૂર વગર વોલ્ટેજ વધઘટને નિયંત્રિત કરે છે.
સોલરકનેક્ટ ટેકનોલોજી: પાવર કટ દરમિયાન ઠંડક જાળવવા અને ગ્રીડ વીજળી પર નિર્ભરતા ઘટાડવા માટે સૌર ઉર્જા કામગીરીને સમર્થન આપે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report