OnePlus દ્વારા વધુ એક સ્માર્ટફોન OnePlus 15R ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. જે તેના OnePlus 15 સિરીઝમાં નવો ઉમેરો કરશે
Photo Credit: OnePlus
તેના ટીઝરમાં કાળા અને લીલા રંગ જોવા મળે છે
nePlus દ્વારા વધુ એક સ્માર્ટફોન OnePlus 15R ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. જે તેના OnePlus 15 સિરીઝમાં નવો ઉમેરો કરશે. આ સ્માર્ટફોન OnePlus Ace 6 અથવા આગામી OnePlus Ace 6T પર આધારિત હોઈ શકે છે. તેના ટીઝરમાં બે કલર બ્લેક અને ગ્રીન જોઈ શકાય છે અને તેમાં, ચોરસ ડેકોરેશનની અંદર ડ્યુઅલ રીઅર કેમેરા સિસ્ટમ છે. OnePlus એક પરફોર્મન્સ-ઓરિએન્ટેડ સ્માર્ટફોન વિકસાવી રહ્યું છે જે ગેમિંગ અને સ્પીડ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોન્ચ પહેલા OnePlus 15R ના કેટલાંક સ્પેસિફિકેશન્સ પણ જાણવા મળ્યા છે તે આજે તમારી સમક્ષ રજૂ કરીશું.
વનપ્લસ 15R ના લોન્ચ માટે OnePlus ઇન્ડિયા વેબસાઇટને નવી માઇક્રોસાઇટ સાથે અપડેટ કરી છે. તેનું ટીઝર OnePlus 15 જેવી જ ટેગલાઇન ધરાવે છે, “પાવર ઓન. લિમિટ્સ ઓફ”. તેના ફોન લિસ્ટિંગ સાથે કમિંગ સૂન લખવામાં આવ્યું છે. આમ, તેના લોન્ચની તારીખ હજુ જાહેર કરાઈ નથી. OnePlus 13R માં ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા હતા જેના સ્થાને આ સ્માર્ટફોનમાં કેમેરા ઘટાડવામાં આવે તેમ લાગે છે. પાવર અને વોલ્યુમ બટન ફ્રેમની જમણી બાજુએ, જ્યારે ડાબી બાજુ પ્લસ કી હોઈ શકે છે. તે OnePlus 13s અને OnePlus 15 પર એક નવી કી છે, જેને આઠ અલગ અલગ કાર્યો માટે કસ્ટમાઇઝ કરી શકાય છે.
OnePlus 15Rમાં સ્નેપડ્રેગન 8 Gen 5 ચિપસેટ, 16GB સુધી LPDDR5X અલ્ટ્રા રેમ અને 1TB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ હોવાની અપેક્ષા છે. 1.5K રિઝોલ્યુશન અને 165Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ OLED ડિસ્પ્લે આપવામાં આવશે.
OnePlus 15R માં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ આપવામાં આવી શકે છે જેમાં OIS સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સનો સમાવેશ થાય છે. તે 8,000mAh બેટરી અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવશે.
અગાઉ OnePlus 15R ની ગણતરી OnePlus Ace 6 ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે કરાતી હતી જે ગયા મહિને ચીનમાં લોન્ચ કરાયું હતું. જો કે હવે મળતી માહિતી પ્રમાણે તે હવે રજૂ થનારા OnePlus Ace 6T પર આધારિત હોઈ શકે છે.
OnePlus 12R ભારતમાં રૂ. 39,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ OnePlus 13R રૂ. 42,999 માં લોન્ચ થયો હતો.
જાહેરાત
જાહેરાત