Oppo Find X9 સિરીઝ ભારતમાં મંગળવારે બપોરે 12 વાગ્યે લોન્ચ કરાશે. જે ફ્લિપકાર્ટ અને Oppo ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર દ્વારા ઓફર કરવામાં આવશે.
Photo Credit: Oppo
Oppo Find X9 Pro (ચિત્રમાં) ચોરસ રીઅર કેમેરા મોડ્યુલ ધરાવે છે.
Oppo Find X9 સિરીઝ ભારતમાં મંગળવારે લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. જેમાં, Oppo Find X9 અને Find X9 Pro નો સમાવેશ થાય છે. તે ઓપોની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર મળશે. નજીકમાં લોન્ચ છે ત્યારે તેમાં રહેલા સ્પેસિફિકેશન્સની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ તેને ભારતમાં વેચાણ માટે લિસ્ટ કરાયા છે. બંને સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસર આપવામાં આવ્યા છે. ચીનમાં પણ તેની રજૂઆત સમાન ચિપ સાથે કરવામાં આવી છે.Oppo Find X9 સિરીઝના સ્પેસિફિકેશન્સ,Oppo Find X9 સિરીઝમાં MediaTek Dimensity 9500 ચિપસેટ, 16GB સુધી LPDDR5x RAM અને 512GB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ આવી શકે છે. ચીનમાં, આ સિરીઝ 1TB ઇન્ટરનલ સ્ટોરેજ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે. Find X9 Pro માં 6.78-ઇંચ 1,272x2,772 પિક્સલ AMOLED ડિસ્પ્લે જેનો રિફ્રેશ રેટ 120Hz સુધીનો છે. તેનું Pro મોડેલ ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP66 + IP68 + IP69 રેટિંગ સાથે આવવાની અપેક્ષા છે. Find X9 Pro મોડેલ 7500 mAh બેટરી જ્યારે Oppo Find X9માં 7025 mAh બેટરી સાથે આવશે.
લોન્ચ થઈ રહેલા સ્માર્ટફોનને ભારતીય હેન્ડસેટ રિટેલર પૂર્વિકાની વેબસાઇટ પર જોવા મળ્યા છે, જેમાં Oppo Find X9 Pro એકમાત્ર 16GB રેમ અને 512GB કન્ફિગરેશન માટે રૂ.1,09,999 ની કિંમત સાથે સૂચિબદ્ધ છે.
સ્ટાન્ડર્ડ Oppo Find X9 ને 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે રૂ. 79,999 માં સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. 16GB રેમ અને 512GB સ્ટોરેજ ઓફર કરતા ટોપ-ઓફ-ધ-લાઇન મોડેલની કિંમત રૂ.89,999 છે. વધુમાં, બંને હેન્ડસેટ 1 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે ઉપલબ્ધ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે Find X9 લાઇનઅપ લોન્ચ થાય ત્યારે અપડેટ થઈ શકે છે.
Oppo Find X9 સિરીઝની કિંમતો એક ટિપસ્ટરે લીક કરી હતી, જે રિટેલરની વેબસાઇટ પર સૂચિબદ્ધ કિંમતો કરતા થોડી ઓછી હતી. અગાઉ, Find X9 Pro મોડેલ ભારતમાં રૂ. 99,999 માં લોન્ચ થશે તેવી વાત હતી. તેમાં, એકમાત્ર 16GB રેમ અને 512GB સ્ટોરેજ વિકલ્પ માટે ઉપલબ્ધ છે. તેમાં, સ્ટાન્ડર્ડ મોડેલની કિંમત રૂ. 74,999 અને ટોપ-એન્ડ વિકલ્પ માટે રૂ. 84,999 હોવાનું જણાવાયું હતું.
Oppo Find X9 સિરીઝ ભારતમાં મંગળવારે બપોરે 12 વાગ્યે લોન્ચ કરાશે. જે ફ્લિપકાર્ટ અને Oppo ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર દ્વારા ઓફર કરવામાં આવશે. તાજેતરમાં, ટેક કંપનીએ જાહેર કર્યું કે Find X9 સ્પેસ બ્લેક અને ટાઇટેનિયમ ગ્રે શેડ્સમાં ઉપલબ્ધ થશે, જ્યારે Find X9 Pro સિલ્ક વ્હાઇટ અને ટાઇટેનિયમ ચારકોલ કલરવેમાં વેચવામાં આવશે.
જાહેરાત
જાહેરાત