Lava Agni 4 માટે ખાસ હોમ ડેમો કેમ્પેઇન યોજાશે

લાવા અગ્નિ 4 ભારતમાં 20 નવેમ્બરના રોજ લોન્ચ થવાનું છે ત્યારે લાવા મોબાઈલ્સે નવી પહેલની જાહેરાત કરી છે

Lava Agni 4 માટે ખાસ હોમ ડેમો કેમ્પેઇન યોજાશે

Photo Credit: Lava

હોમ ડેમો ઝુંબેશ 20 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી બેંગલુરુ, દિલ્હી અને મુંબઈમાં ચાલશે

હાઇલાઇટ્સ
  • ફોન લેતા પહેલા ચકાસવાની અનોખી પહેલ
  • લાવા અગ્નિ 4 ની કિંમત રૂ. 30,000 થી ઓછી રહેશે
  • મીડિયાટેકના ડાયમેન્સિટી 8350 ચિપસેટ દ્વારા સંચાલિત
જાહેરાત

લાવા અગ્નિ 4 ભારતમાં 20 નવેમ્બરના રોજ લોન્ચ થવાનું છે ત્યારે લાવા મોબાઈલ્સે નવી પહેલની જાહેરાત કરી છે. આ પહેલનું નામ ડેમો@હોમ છે. જેમાં, કંપનીનો એન્જિનિયર તમારા ઘરે આવી ફોન બતાવશે. સ્માટફોનની ખરીદી કરતા પહેલા તેના સ્પેસિફિકેશન્સ જોઈ શકો તેમજ અજમાવી શકો છો. તમે તેની ડિઝાઇન અને કામગીરીથી અવગત થઈ શકો છો.

લાવા અગ્નિ 4 હોમ ડેમો ઝુંબેશ

લાવા અગ્નિ 4 હોમ ડેમો ઝુંબેશ 20 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી બેંગલુરુ, દિલ્હી અને મુંબઈમાં ચાલશે. આ શહેરોમાં ગ્રાહકો ફોર્મ ભરીને અનુભવ માટે નોંધણી કરાવી શકે છે. આ અંગેની એક પ્રેસકોન્ફરન્સમાં લાવાએ જણાવ્યું કે, આવેલા ફોર્મમાંથી ગ્રાહકોને શોર્ટલિસ્ટ કરાશે અને તેમના ઘરે જઈ સ્માર્ટફોન સરળતાથી જોઈ શકે તે માટે તેમનો સંપર્ક કરવામાં આવશે.

આ લાવા અગ્નિ 4 એલીટ પાસનો ભાગ રહેશે. જેમાં, ગ્રાહક મોબાઇલ જોઈ શકશે અને તેમના હાથે ચલાવ્યા પછી પણ તેમને માટે તે ખરીદવો જરૂરી નથી.

ભારતમાં Lava Agni 4 ની કિંમત અને સ્પેસિફિકેશન્સ

લાવા અગ્નિ 4 ની કિંમત રૂ. 30,000 થી ઓછી રહેશે. તે મીડિયાટેકના ડાયમેન્સિટી 8350 ચિપસેટ દ્વારા સંચાલિત હશે, જે LPDDR5X RAM અને UFS 4.0 સ્ટોરેજ સાથે આવશે. જે ડેટા ટ્રાન્સફર, એપ ઓપનિંગ અને ઓવરઓલ પરફોર્મન્સને વધુ ફાસ્ટ અને કાર્યક્ષમ બનાવશે. તેમાં 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી શકે છે. આ ઉચ્ચ રિફ્રેશ રેટને કારણે સ્ક્રોલિંગ, ગેમિંગ અને મૂવીઝ જોવા જેવી દરેક વિઝ્યુઅલ એક્ટિવિટીએ વધુ સ્મૂથ તથા શાનદાર દેખાવ આપે છે. ફોન બે પ્રીમિયમ અને આકર્ષક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. Lunar Mist અને Phantom Black, જે બંને કલર્સ તેને એક મોડર્ન, રોયલ અને સ્ટાઇલિશ ફીલ આપે છે.

લાવા અગ્નિ 4 ડ્યુઅલ રીઅર કેમેરા સાથે આવશે અને તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) માટે સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ આવશે. આ ઉપરાંત તેમાં સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે 50-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ હોવાનું કહેવાય છે.

લાવા અગ્નિ 4 માં કનેક્ટિવિટી વિકલ્પોમાં USB 3.2, ઇન્ફ્રારેડ (IR) અને Wi-Fi 6E શામેલ હોઈ શકે છે. તેમાં, 5,000mAh બેટરી હોવાની માહિતી સામે આવી છે જે 66Wના ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે.
અગાઉ લોન્ચ થયેલા Agni 3 ની સફળતા બાદ, કંપની હવે તેના અનુગામી વર્ઝન Agni 4માં ડિઝાઇન, પ્રદર્શન અને સોફ્ટવેર અનુભવમાં અનેક મોટા અપગ્રેડ્સ લઈને આવી રહી છે

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »