ચીની ઇલેક્ટ્રોનિક્સ કંપની શાઓમીએ તેની પોકો F8 સિરીઝ 26 નવેમ્બરે લોન્ચ કરશે. પોકો તેના નેક્સ્ટ જનરેશન F-સિરીઝનો વૈશ્વિક સ્તરે લોન્ચ ઈવેન્ટ બાલી ઇન્ડોનેશિયાના ખાતે યોજશે.
પોકો F8 સિરીઝ 26 નવેમ્બરે લોન્ચ થઈ રહી છે
ચીની ઇલેક્ટ્રોનિક્સ કંપની શાઓમીએ તેની પોકો F8 સિરીઝ 26 નવેમ્બરે લોન્ચ કરશે. પોકો તેના નેક્સ્ટ જનરેશન F-સિરીઝનો વૈશ્વિક સ્તરે લોન્ચ ઈવેન્ટ બાલી ઇન્ડોનેશિયાના ખાતે યોજશે. F8 સિરીઝમાં ત્રણ મોડેલ આવી શકે છે જેમાં, poco F8, F8 Pro અને F8 Ultra નો સમાવેશ થાય છે. જોકે, 26 નવેમ્બરના રોજ યોજાનારી ઇવેન્ટ માં poco F8 સત્તાવાર રીતે લોન્ચ થવાની શક્યતા ઓછી છે. આ ઇવેન્ટમાં ફક્ત F8 Pro અને F8 Ultra જ રજૂ કરાશે. અહેવાલો અનુસાર, પોકો F8 Pro અને F8 અલ્ટ્રા, તાજેતરમાં ચીનમાં લોન્ચ થયેલા રેડમી K90 અને K90 પ્રો મેક્સના સુધારેલા વર્ઝન હશે. જ્યારે પોકો મોડેલો તેમના રેડમી સમકક્ષો જેવા જ ડિઝાઇન અને ઇન્ટરનલ પેક કરશે, ત્યારે F8 Pro અને F8 Ultraમાં K90 અને K90 પ્રો મેક્સ કરતા પ્રમાણમાં નાની બેટરી સાથે આવી શકે છે.
પોકો F8 માં 6.59-ઇંચ OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જ્યારે F8 Ultra માં 6.9-ઇંચનો મોટો OLED ડિસ્પ્લે આવશે. બંને ફોન 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. તેમજ તેમાં Android 16 આધારિત HyperOS 3 આપવામાં આવી શકે છે.
પોકો F8 અને F8 Ultraમાં અનુક્રમે સ્નેપડ્રેગન 8 Elite અને 8 Elite Gen 5 પ્રોસેસર આવશે.
F8 Pro માં 7,100mAh અને F8 Ultra માં 6,500mAh બેટરી આવી શકે છે. બંને ફોન 100W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી શક્યતા છે, અલ્ટ્રા એડિશનમાં 50W વાયરલેસ ચાર્જિંગ પણ આપવામાં આવશે.
F8 Pro ના રીટેલ બોક્સમાં ચાર્જર સાથે ન હોવાની શક્યતા છે. F8 Pro અને F8 Ultra બંને "Sound by Bose" બ્રાન્ડિંગ સાથે આવી શકે છે. તેના કેમેરાની મળતી માહિતી પ્રમાણે પ્રો મોડેલના રીઅર કેમેરા સેટઅપમાં OIS સાથે 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા શામેલ હશે.
F8 અલ્ટ્રાના રીઅર કેમેરામાં પ્રાઇમરી, અલ્ટ્રા-વાઇડ અને પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા માટે ત્રણ 50-મેગાપિક્સલ સેન્સર હશે. ફ્રન્ટમાં 20-મેગાપિક્સલનો કેમેરા હશે. F8 અલ્ટ્રામાં સામાન્ય ટોપ અને બોટમ સ્પીકર્સ ઉપરાંત એક વધારાનો રીઅર સ્પીકર પણ હોવાની અપેક્ષા છે.
પોકોએ માર્ચ 2025 માં પોકો F7 પ્રો અને F7 અલ્ટ્રા લોન્ચ કર્યા હતા. જો કે તેના અનુગામી પોકો F8 સિરીઝના સ્માર્ટફોન અપેક્ષા કરતા ઘણા વહેલા લોન્ચ થઈ શકે છે કેમકે, પોકો હોંગ કોંગે પોકો F8 શ્રેણીનું પ્રથમ સત્તાવાર ટીઝર રિલીઝ કર્યું છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Shambala Now Streaming Online: What You Need to Know About Aadi Saikumar Starrer Movie
Microsoft CEO Satya Nadella Says AI’s Real Test Is Whether It Reaches Beyond Big Tech: Report