મોટોરોલાના નવા મોટો G67 અને મોટો G77 મિડ-રેન્જ સ્માર્ટફોન ઓનલાઈન સામે આવ્યા છે, કારણ કે એક ગ્રીક રિટેલરની વેબસાઇટ પર Motorola G67 and G77 ની જોડી જોવા મળી છે.
Photo Credit: Motorola
Moto G67 અને Moto G77 માં ચામડાની ટેક્ષ્ચરવાળી બેક પેનલ હોવાની શક્યતા છે.
મોટોરોલાના નવા મોટો G67 અને મોટો G77 મિડ-રેન્જ સ્માર્ટફોન ઓનલાઈન સામે આવ્યા છે, કારણ કે એક ગ્રીક રિટેલરની વેબસાઇટ પર Motorola G67 and G77 ની જોડી જોવા મળી છે. રિટેલરે આ ડિવાઈઝના સત્તાવાર રિલીઝ પહેલાં ડિઝાઇન તેમજ અસંખ્ય મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે. આ સ્માર્ટફોન હજુસુધી રિલીઝ કરાયા નથી. દર્શાવાયેલો સ્માર્ટફોન Moto G67 Power નથી પરંતુ મોટોરોલાનો બજેટ ફ્રેન્ડલી ફોન વેનીલા Moto G67 છે અને તે ડાયમેન્સિટી 6300 થી સજ્જ છે. આ ફોનમાં FHD+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.8" AMOLED છે. લિસ્ટિંગ દ્વારા જાણવા મળે છે કે, ફ્રન્ટમાં 32MPનો સેલ્ફી કેમેરા છે, સાથે 50MP રીઅર શૂટર (LYTIA 600) અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ આપવામાં આવ્યા છે.
Moto G67ના સ્પેસિફિકેશન્સ જોઈએ તો, બેટરી 5,200mAh છે અને તે 30W સુધીની ઝડપે ચાર્જને સપોર્ટ કરે છે. તે હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સ્લોટ સાથે આવે છે જે એક નેનો સિમ કાર્ડ અને સ્ટોરેજ વધારવા માટે માઇક્રોએસડી કાર્ડની સગવડ ધરાવે છે. તે Android 16 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.
આ ડિવાઇસ IP64 રેટેડ છે અને 4GB રેમ અને 128GB સ્ટોરેજથી સજ્જ છે. ફોનમાં eSIM સપોર્ટ, Wi-Fi 5 અને બ્લૂટૂથ 5.4 કનેક્ટિવિટી પણ છે.
Moto G77 સ્માર્ટફોન પણ G67 જેવા જ રિઝોલ્યુશન સાથે આવે છે અને તેમાં, 120Hz રિફ્રેશ રેટ સાથે સમાન કદનું 6.8” AMOLED છે. આમાં 32MP સેલ્ફી શૂટર પણ છે અને તેમાં ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન છે. તે 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે ડાયમેન્સિટી 6400 ના અપગ્રેડ સાથે આવે છે, જે ઓનબોર્ડ માઇક્રોએસડી કાર્ડ સ્લોટ દ્વારા વિસ્તૃત કરી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 16 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.
Moto G77 માં 108 MP મુખ્ય કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ છે. 5,200mAh બેટરી અને તે 30W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP64 ઇન્ગ્રેસ પ્રોટેક્શન છે. મોટોરોલા તેના નવા G-સિરીઝ ફોન ક્યારે લોન્ચ કરશે તેની હજુ સુધી માહિતી મળી નથી. તેના લોન્ચની જાહેરાત સમયે જ તેની કિંમત પણ જાણવા મળશે તેમ લાગી રહ્યું છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Shambala Now Streaming Online: What You Need to Know About Aadi Saikumar Starrer Movie
Microsoft CEO Satya Nadella Says AI’s Real Test Is Whether It Reaches Beyond Big Tech: Report