HONOR એ તેના આપેલા વચન પ્રમાણે હમણાં જ ચીનમાં HONOR Magic 8 RSR Porsche Design સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ ફોન સ્લેટ ગ્રે અને મૂનસ્ટોનમાં આવે છે
Photo Credit: Honor
HONOR એ હમણાં જ ચીનમાં HONOR Magic 8 RSR Porsche Design સ્માર્ટફોન રજૂ કર્યો છે.
HONOR એ તેના આપેલા વચન પ્રમાણે હમણાં જ ચીનમાં HONOR Magic 8 RSR Porsche Design સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ ફોન સ્લેટ ગ્રે અને મૂનસ્ટોનમાં આવે છે અને તેમાં સુપરકારથી પ્રેરિત ક્લાસિક પોર્શ સ્લીક લાઇન્સ છે, અને પાછળનું કવર માઇક્રોક્રિસ્ટલાઇન નેનો-સિરામિકથી બનેલું છે, જેને "બજારમાં એકમાત્ર રિયલ સિરામિક" તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 8.5 ની Mohs હાર્ડનેસ અને A0-ગ્રેડ મિરર પોલિશ છે, જે ફોનને "વાર્મ અને સ્મૂધ" ફીલ આપે છે. ફોન વજનમાં 10% હલકો છે, અને પાછળના કેમેરા મોડ્યુલની ડિઝાઇન ક્લાસિક પોર્શ મેટ્રિક્સ હેડલાઇટ્સથી પ્રેરિત છે.
16GBરેમ અને 512GB સ્ટોરેજ સાથે આવતા ફોનની કિંમત 7999 yuan (USD 1147 / રૂ. 1,04,330 આશરે) છે.
24GB રેમ અને 1TB સ્ટોરેજ ધરાવતો ફોન 8999 yuan (USD 1291 / રૂ. 1,17,385 આશરે)માં મળશે.
આ ફોન હાલમાં ચીનમાં ઉપલબ્ધ છે.
ડ્યુઅલ સિમ સાથે આવતો આ ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત
મેજિક UI 10.0 પર ચાલે છે. ફોન સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપ દ્વારા સંચાલિત છે, જેમાં 24GB સુધી 10.7Gbps LPDDR5X મેમરી છે, HONOR Hongyan Communication ને સપોર્ટ કરે છે, જે Tiantong અને Beidou બંને સેટેલાઈટને આવરી લે છે. ફોનમાં 7200mAh સિલિકોન-કાર્બન બેટરી છે, જે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 80W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને 100W PPS યુનિવર્સલ ફાસ્ટ ચાર્જિંગ પ્રોટોકોલ સાથે સુસંગત છે. ફોનમાં HONOR જાયન્ટ રાઇનો ગ્લાસ છે, અને તેમાં ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગે IP68+IP69K રેટિંગ છે.
તે પ્રોફેશનલ ઇમેજિંગ કીટને પણ સપોર્ટ કરે છે, જેમાં વધુ સારા હોલ્ડિંગ અનુભવ માટે મેગ્નેટિક કેમેરા ગ્રિપ સાથે આવે છે, કંપનીના કહેવા પ્રમાણે તેની સરખામણી DSLR સાથે કરી શકાય" છે. ફોન કેસમાં 67mm ફિલ્ટર એડેપ્ટર રિંગ છે અને તેને 200mm નોક્સ ટેલિફોટો લેન્સ સાથે પણ ફીટ કરી શકાય છે, જે વધુ સારી ટેલિફોટો ઇમેજ ગુણવત્તા લાવવા માટે કેપ્લર લેન્સ આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે.
ફોનમાં AiMAGE કલર એન્જિન પણ છે, જે મલ્ટી-કેમેરા અને મલ્ટી-સેન્સર ફ્યુઝન કેલ્ક્યુલેશન દ્વારા વાસ્તવિક વાતાવરણના રંગોને પુનઃસ્થાપિત કરી શકે છે. AI ને વ્હાઇટ બેલેન્સ એડજસ્ટમેન્ટ અને પ્યોર કલર ડિટેક્શનમાં ઈન્ટિગ્રેટ કરી શકાય છે. ઇમેજ સ્ટેબિલાઇઝેશન એન્જિન CIPA 6.5 પ્રમાણિત છે, જે ચિત્રને વધુ સ્થિર બનાવી શકે છે અને એવું કહેવાય છે કે "મુખ્ય કેમેરા અને ટેલિફોટો લેન્સ સાથે 3 સેકન્ડ માટે હાથમાં રાખવા પર પણ ઝાંખું થતું નથી".
ફોનની સાઈઝ જોઈએ તો, 161.15×75× 8.45mm છે અને તેનું વજન 239 ગ્રામ છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત