એમેઝોન સેલ હેઠળ હાલમાં રેફ્રિજરેટર અકલ્પનીય ભાવે ઉપલબ્ધ

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એમેઝોન દ્વારા અનેકવિધ ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યા છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ પૂરજોશમાં ચાલુ છે. આ સેલ ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, સ્પીકર્સ, ઇયરફોન, સ્માર્ટ ટીવી અને અન્ય ઉત્પાદનો પર મોટી છૂટ મેળવવાની તક આપે છે.

એમેઝોન સેલ હેઠળ હાલમાં રેફ્રિજરેટર અકલ્પનીય ભાવે ઉપલબ્ધ

Photo Credit: Samsung

अमेझॉन ग्रेट रिपब्लिक डे सेलमध्ये एसबीआय क्रेडिट कार्ड वापरण्यावर एक-वेळ बोनस सूट देखील दिली जाते.

હાઇલાઇટ્સ
  • સેમસંગ, એલજી, હાયર, ગોદરેજ અને બોશ અગ્રણી બ્રાન્ડમાં આકર્ષક ઓફર
  • Haier Side by Side Door (596L) રૂ. 64,990 માં લઈ શકાશે
  • SBI ક્રેડિટ કાર્ડ પર નોન-પ્રાઇમ સભ્યોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કા
જાહેરાત

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એમેઝોન દ્વારા અનેકવિધ ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યા છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ પૂરજોશમાં ચાલુ છે. આ સેલ ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, સ્પીકર્સ, ઇયરફોન, સ્માર્ટ ટીવી અને અન્ય ઉત્પાદનો પર મોટી છૂટ મેળવવાની તક આપે છે. જો તમારે હાલમાં તમારું રેફ્રિજરેટર અપડેટ કરવું હોય કે નવું લેવા માંગતા હોય તો અગ્રણી બ્રાન્ડના નવા રેફ્રિજરેટર તેમજ વિવિધ હોમ એપ્લાયન્સિસ સેલ હેઠળ છે. સેમસંગ, એલજી, હાયર, ગોદરેજ અને બોશ જેવી અનેક વૈશ્વિક બ્રાન્ડ્સના રેફ્રિજરેટર્સ હાલમાં આકર્ષક ઑફર્સ સાથે સૂચિબદ્ધ છે.

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ: ડીલ્સ અને ઓફર્સ

બધા ખરીદદારોને વિવિધ ઉત્પાદનો પર પ્લેટફોર્મ-આધારિત કિંમતમાં ઘટાડો મળશે, પરંતુ ફ્રી ટિયર અને પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સ માટે બેંક ઑફર્સ અલગ અલગ છે. SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ દ્વારા નોન-પ્રાઇમ સભ્યો 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે, જ્યારે પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સ તેમના કુલ કાર્ટના મૂલ્ય પર 12.5 ટકા સુધી બચાવી શકશે. આ ઓફર સેલના સમયગાળા દરમિયાન કુલ આઠ વખત મેળવી શકાય છે.

ગ્રાહક જે રકમ ખર્ચ કરી રહ્યા છે તેના આધારે એક વખતનું બોનસ બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ડિસ્કાઉન્ટ રૂ. 24,990 રૂપિયાથી વધુ ખર્ચ કરવા પર રૂ. 500 થી લઈને રૂ. 99,990 કે તેથી વધુના સિંગલ ઓર્ડર પર રૂ. 1,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત, વ્યક્તિઓ નો-કોસ્ટ EMI નો વિકલ્પ પણ પસંદ કરી ચુકવણી કરી શકે છે.

અહીં, અમે એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન તમને મળી રહેલા રેફ્રિજરેટર્સ પરના શ્રેષ્ઠ ડીલ્સની યાદી તૈયાર કરી છે.
હાલમાં ચાલી રહેલા એમેઝોન સેલમાં Samsung French Door (550L) નો ભાવ રૂ. 87,990 છે તે ઓફર હેઠળ રૂ. 62,990માં ખરીદી શકાશે.

LG Side by Side Door (655L) રૂ. 1,19,999 ને સ્થાને રૂ. 72,990 માં લઈ શકાશે.
Haier Side by Side Door (596L) રૂ. 1,21,890 ને સ્થાને તમે રૂ. 64,990 માં લઈ શકો છો. Godrej Side by Side Door (600L) રૂ. 1,18,490 માં લિસ્ટેડ છે તે હાલમાં તમે ડિસ્કાઉન્ટ હેઠળ રૂ. 69,990 માં લઈ શકશો. Bosch Triple Door (303L)જેનો ભાવ રૂ. 58,290 છે તે તમે રૂ. 33,990 માં મેળવી શકો છો.

હાલમાં જો તમે ગેમિંગ લેપટોપ પણ શોધી રહ્યા છો, તો તેમાં પણ તમે સારું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સાથે જ રૂ. 10,000 થી ઓછી કિંમતની સ્માર્ટવોચ પરની ટોચની ઑફર્સ અહીં મેળવી શકો છો.

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં અગ્રણી બ્રાન્ડના લેપટોપ આકર્ષક ડિલ સાથે ઉપલબ્ધ
  2. એમેઝોન સેલ હેઠળ હાલમાં રેફ્રિજરેટર અકલ્પનીય ભાવે ઉપલબ્ધ
  3. એમેઝોન સેલમાં મિડ-રેન્જ પીસીથી લઈને પ્રીમિયમ લેપટોપ પર ઓફર
  4. મોટો વોચને 23 જાન્યુઆરી ભારતમાં લોન્ચ કરાશે
  5. ચીનમાં રેડમી દ્વારા ટૂંક સમયમાં રેડમી ટર્બો 5 મેક્સ રજૂ કરાશે
  6. ફ્લિપકાર્ટ દ્વારા Motorola Razr 50 Ultra સ્માર્ટફોનમાં આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કરાયું
  7. ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 17 જાન્યુઆરીથી શરૂ થશે.
  8. સેમસંગે તેના One UI 8.5 બીટા સિવાયના ડિવાઈઝ માટે સુરક્ષા અપડેટ રિલીઝ કર્યું
  9. એમેઝોન સ્માર્ટ વેરેબલ્સ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરશે
  10. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે.
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »