ચીનમાં રેડમી દ્વારા ટૂંક સમયમાં રેડમી ટર્બો 5 મેક્સ રજૂ કરાશે. તેના લોન્ચ અંગે કંપનીએ ટીઝર પણ બહાર પાડ્યું છે. આ ડિવાઇસમાં મીડિયાટેકનું નવીનતમ ડાયમેન્સિટી 9500s ચિપસેટ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
Photo Credit: Redmi
રેડમીએ ચીનમાં રેડમી ટર્બો 5 મેક્સના આગમનની ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે.
ચીનમાં રેડમી દ્વારા ટૂંક સમયમાં રેડમી ટર્બો 5 મેક્સ રજૂ કરાશે. તેના લોન્ચ અંગે કંપનીએ ટીઝર પણ બહાર પાડ્યું છે. આ ડિવાઇસમાં મીડિયાટેકનું નવીનતમ ડાયમેન્સિટી 9500s ચિપસેટ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. લોન્ચ પહેલા, તેનો AnTuTu સ્કોર દેખાયો છે, જે સૂચવે છે કે તે શાનદાર પ્રદર્શન આપશે. Redmi Turbo 5 Max એ AnTuTu પર 3,298,445 સ્કોર હાંસલ કર્યો છે. લિસ્ટિંગમાં Dimensity 9500s ચિપનો ઉલ્લેખ મોડેલ નંબર MT6991Z/ECZB સાથે કરવામાં આવ્યો છે. આ સ્કોર સૂચવે છે કે Redmi Turbo 5 Max, Snapdragon 8 Gen 5-સંચાલિત અન્ય ઉપકરણો, જેમ કે OnePlus Ace 6T, iQOO Z11 Turbo અને આગામી Realme Neo 8 ને ટક્કર આપશે.
3.3 મિલિયન સ્કોર એટલે કે CPU ટેસ્ટમાં કુલ 9,52,789 પોઈન્ટ, GPU ટેસ્ટમાં 1,13,0,421 પોઈન્ટ, મેમરી ટેસ્ટમાં 5,02,375 પોઈન્ટ અને UX ટેસ્ટમાં 7,12,860 પોઈન્ટ મેળવ્યા છે.
તેમાં ડાયમેન્સિટી 9500s માં 3.73GHz પર ચાલતો કોર્ટેક્સ-X925 કોર, 3.30GHz પર ચાલતો ત્રણ કોર્ટેક્સ-X4 અને 2GHz પર ચાલતા ચાર કોર્ટેક્સ-A720 કોરનો સમાવેશ થાય છે. ગ્રાફિક્સ ઇમોર્ટાલિસ-G925 GPU દ્વારા હેન્ડલ કરવામાં આવે છે, જે રે ટ્રેસિંગ માટે સપોર્ટ સાથે આવે છે.
Redmi Turbo 5 Max તાજેતરમાં Geekbench પર Dimensity 9500s Soc અને 16GB રેમ સાથે જોવા મળ્યો હતો, જેણે સિંગલ-કોર ટેસ્ટમાં 2656 પોઈન્ટ અને મલ્ટી-કોર ટેસ્ટમાં 8377 પોઈન્ટ નોંધાવ્યા હતા.
9000mAh સુધીની બેટરી હશે જે 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. તેનો ડિસ્પ્લે જોઈએ તો OLED પેનલ, સ્લિમ બેઝલ્સ, ગોળાકાર ખૂણા રહેશે. આ ઉપરાંત તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, 4nm ચિપસેટ સાથે આવી શકે છે.
તેનું શક્તિશાળી પ્રોસેસર અને મોટી બેટરી એક ગેમિંગ અનુભવ બહેતર બનાવવા માટે પૂરતો છે. મધ્યમ સ્તરીય કિંમતે ફ્લેગશિપ-સ્તરનું પ્રદર્શન આપશે તે વાત ચોક્કસ છે.
Redmi Turbo 5 Max 2,500 યુઆન (~$360) ની કિંમતે લોન્ચ થઈ શકે છે, Redmi Turbo 5 Max માં 1.5K OLED LTPS સ્ક્રીન અને 100W ચાર્જિંગ સાથે લગભગ 9,000mAh ક્ષમતાની બેટરી હોવાનું કહેવાય છે. તેના બાકીના સ્પષ્ટીકરણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
આ સિરીઝમાં ડાયમેન્સિટી 8500 ચિપ દ્વારા સંચાલિત બેઝ મોડેલ પણ આવી શકે છે. તે કયા નામે લોન્ચ થશે તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી. કદાચ તે રેડમી ટર્બો 5 તરીકે લોન્ચ થઈ શકે છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset