HONOR દ્વારા ચીનમાં તેનો Magic 8 સિરીઝનો સ્માર્ટફોન HONOR Magic8 Pro Air લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેના વચન પ્રમાણે તેમાં MediaTek Dimensity 9500 પ્રોસેસર પણ આપ્યું છે.
Photo Credit: Honor
HONOR એ હમણાં જ HONOR Magic8 Pro Air રજૂ કર્યું છે.
HONOR દ્વારા ચીનમાં તેનો Magic 8 સિરીઝનો સ્માર્ટફોન HONOR Magic8 Pro Air લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેના વચન પ્રમાણે તેમાં MediaTek Dimensity 9500 પ્રોસેસર પણ આપ્યું છે. તે Android 16 આધારિત Magic UI 10.0 પર ચાલે છે. આ સ્માર્ટફોન ચાર કલર ફેરી પર્પલ, લાઇટ ઓરેન્જ, ફેધર વ્હાઇટ અને શેડો બ્લેકમાં મળશે.
ફોનમાં વિવિધ રેમ અને સ્ટોરેજના વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં
12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેનો ફોન 4999 yuan (USD 717 / રૂ. 65,205 આશરે)માં મળશે.
12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવતો ફોન 5299 yuan (USD 760 / Rs. 69,120 આશરે)માં મળશે.
16GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત 5599 yuan (USD 803 / Rs. 73,030 આશરે) છે.
16GB રેમ અને 1TB સ્ટોરેજ સાથેના ફોન 5999 yuan (USD 860 / Rs. 78,250 આશરે) માં મળશે.
HONOR Magic8 Pro Air ચીનમાં 23 જાન્યુઆરીથી મળશે હાલમાં તે માટે ઓર્ડર કરી શકાય છે.
HONOR Magic8 Pro Air માં 6.31 ઇંચનો OLED ડિસ્પ્લે છે જેમાં ચારે બાજુ 1.08 મીમી સાંકડી બેઝલ છે. તેમાં 6000 નિટ્સ HDR પીક બ્રાઇટનેસ, 10 ઓનર ઓએસિસ આઇ પ્રોટેક્શન ફીચર્સ અને 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
તેનું વજન માત્ર 155 ગ્રામ છે અને તેની જાડાઈ 6.1 mm છે. જેમાં તે 5500mAh સિલિકોન-કાર્બન બેટરી પેક કરે છે, જે 917Wh/L ની એનર્જી ડેન્સિટી ધરાવે છે અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ સ્માર્ટફોન ચાર કલર ફેરી પર્પલ, લાઇટ ઓરેન્જ, ફેધર વ્હાઇટ અને શેડો બ્લેકમાં રજૂ કરાયો છે. ફોનમાં 530MPa ની મજબૂતાઈ સાથે યુનિબોડી એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ છે. IP68/IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ છે, અને સીમલેસ સિમ અને eSIM સ્વિચિંગ સાથે eSIM ને સપોર્ટ કરે છે.
કેમેરા જોઈએ તો, 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા (1/1.3 ઇંચ અલ્ટ્રા-લાર્જ સેન્સર, f/1.6 અલ્ટ્રા-લાર્જ એપરચર, CIPA 5.૦ ઇમેજ સ્ટેબિલાઇઝેશન), 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરા (f/2.2 એપરચર, મહત્તમ 112° ફીલ્ડ ઓફ વ્યૂ), અને 64 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા (1/2-ઇંચ અલ્ટ્રા-લાર્જ સેન્સર, 3.2 ઓપ્ટિકલ ઝૂમ, f/2.6 એપરચર, 100x ડિજિટલ ઝૂમ, CIPA 5.૦ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) છે.
આ ઉપરાંત, નવા ફોનમાં એન્ડ્રોઇડ પર પ્રથમ AI ઝૂમ એરે ફ્લેશ છે, જેમાં 1x થી 6.4 સુધીની સમગ્ર પોટ્રેટ ફોકલ લેન્થ રેન્જને આવરી લેતી 5 એરે સ્ટ્રક્ચર છે. વધુમાં, તે ઉદ્યોગનું પ્રથમ છે જેમાં CCD સ્ટ્રોબ પોટ્રેટ મોડ છે અને તેમાં સૌથી વ્યાપક AI ફ્લેશ ફંક્શન છે. જે હાઇ સ્પીડ, હાઈ એફિશિયન્સી અને કોસ્ટ ઇફેક્ટ પરફોર્મન્સ આપે છે.
તે લક્ઝરી કાર જેવી જ 7-કોટ, 7-બેકિંગ લાઇટ-સેન્સિંગ ઓવરલે કોટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેના પરિણામે મેટાલિક સાટિન ફિનિશ મળે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report