Vivo X300 અને Vivo X300 Pro ભારતમાં 2 ડિસેમ્બરે બપોરે લોન્ચ કરાશે

Vivo X300 અને Vivo X300 Pro આગામી મહિને ભારતમાં લોન્ચ કરાશે તેવી જાહેરાત કંપની દ્વારા સત્તાવારરીતે કરાઈ છે

Vivo X300 અને Vivo X300 Pro ભારતમાં 2 ડિસેમ્બરે બપોરે લોન્ચ કરાશે

Photo Credit: Vivo

Vivo X300 લાઇનઅપ Zeiss-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપથી સજ્જ છે.

હાઇલાઇટ્સ
  • Vivo X300 સિરીઝ 3nm મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ દ્વારા સંચાલિત
  • ભારતમાં X300 સિરીઝ લાલ કલરમાં પણ રજૂ કરાશે
  • Android 16-આધારિત OriginOS 6 પર ચાલશે
જાહેરાત

Vivo X300 સિરીઝ આગામી મહિને ભારતમાં લોન્ચ કરાશે તેવી જાહેરાત કંપની દ્વારા સત્તાવારરીતે કરાઈ છે. તેમાં બે મોડેલ Vivo X300 અને Vivo X300 Pro રજૂ કરાશે. બંને સામર્ટફોનમાં Zeiss-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે. ચાઇનિઝ મલ્ટિનેશનલે આ ફોન ચીનમાં 13 ઓક્ટોબરે લોન્ચ કર્યા હતા અને તે જ મહિનામાં વૈશ્વિક સ્તરે પણ લોન્ચ કર્યા હતા. ભારતમાં X300 સિરીઝમાં લાલ કલરમાં પણ રજૂ કરાશે તેવી માહિતી કંપનીએ આપી છે.Vivo X300 સિરીઝની ભારતમાં ક્યારે લોન્ચ કરાશે?Vivo X300 અને Vivo X300 Pro ભારતમાં 2 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. લોન્ચ માટે ઇવેન્ટ યોજાવા અંગે હજુ સુધી જાણકારી મળી નથી. ફોનનું સોફ્ટ લોન્ચ પણ કરી શકે. કંપનીએ તેના ટીઝરમાં X300 સિરીઝના સ્માર્ટફોન ટેલિફોટો એક્સ્ટેન્ડર કિટ સાથે રજૂ કર્યું છે. આથી તેની આવાની વાતને અનુમોદન મળ્યું છે. તેમાં Zeiss 2.35x ટેલિકોન્વર્ટર લેન્સનો સમાવેશ થાય છે, જે લેન્સને ઝૂમ કરવા છતાં એકદમ સ્પષ્ટ પિક્ચર આપશે આ કિટ માટે કેમેરા એપ્લિકેશનમાં જ ટેલિકોન્વર્ટર મોડ આપવામાં આવ્યો છે. તેમાં, ઇન્સ્ટન્ટ લેન્સ ઓળખ અને ઓટોમેટિક એક્ટિવેશન માટે NFC સપોર્ટ છે.

Vivo X300 શ્રેણી 3nm મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ દ્વારા સંચાલિત હશે. તેમ, Mali G1-Ultra GPU, 16GB સુધી LPDDR5X અલ્ટ્રા RAM અને 512GB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે. તે પ્રો ઇમેજિંગ VS1 ચિપ અને V3+ ઇમેજિંગ ચિપ સાથે જોડાયેલ હશે. આ સિરીઝ Android 16-આધારિત OriginOS 6 પર ચાલશે. Vivo X300 6040 mAh બેટરી સાથે આવશે જ્યારે તેનું pro વર્ઝન 6510 mAh બેટરી સાથે આવશે. Vivo X300નો ડિસ્પ્લે 6.31 ઇંચ જ્યારે pro નો ડિસ્પ્લે 6.78 ઇંચ રહેશે. Vivo X300 Pro એક ડ્યુઅલ-સિમ હેન્ડસેટ છે. Vivo X300 Pro ડ્યુન બ્રાઉન અને ફેન્ટમ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. વીવો એક્સ 300 સ્માર્ટફોન હેલો પિંક અને ફેન્ટમ બ્લેક કલર ઓપ્શનમાં વેચવામાં આવશે.

Vivo X300માં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 200-મેગાપિક્સલ (f/1.68) HPB મુખ્ય કેમેરા, OIS સાથે 50-મેગાપિક્સલ (f/2.57) Sony LYT-602 ટેલિફોટો કેમેરા અને 50-મેગાપિક્સલ (f/2.0) Samsung JN1 અલ્ટ્રાવાઇડ કેમેરા મળશે. 50-મેગાપિક્સલ (f/2.0) Samsung JN1 ફ્રન્ટ કેમેરા સાથે આવશે.

Vivo X300 Proમાં Zeiss-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આવશે. તેમાં 50 મેગાપિક્સલ (f/1.57) Sony LYT-828 પ્રાઇમરી કેમેરા, 50 મેગાપિક્સલ (f/2.0) Samsung JN1 અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ અને 200 મેગાપિક્સલ (f/2.67) HPB APO ટેલિફોટો કેમેરા હશે. તેનો ફ્રન્ટ કેમેરા 50 મેગાપિક્સલ (f/2.0) Samsung JN1 રહેશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »