OnePlus Ace 6T નવેમ્બરના અંતમાં ચીનમાં લોન્ચ કરાશે

OnePlus Ace 6T નવેમ્બરના અંતમાં ચીનમાં લોન્ચ કરાશે. ગયા મહિને જે કંપનીએ Ace 6 લોન્ચ કર્યો હતો.

OnePlus Ace 6T નવેમ્બરના અંતમાં ચીનમાં લોન્ચ કરાશે

OnePlus એ આ નવેમ્બરના અંતમાં ચીનમાં OnePlus Ace 6T લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે.

હાઇલાઇટ્સ
  • Android 16 પર આધારિત ColorOS 16 પર ચાલશે
  • 8000mAh થી વધુ બેટરી ક્ષમતા સાથે આવી શકે છે
  • 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.7-ઇંચ OLED ડિસ્પ્લે સાથે રજૂ થઈ શકે
જાહેરાત

OnePlus Ace 6T નવેમ્બરના અંતમાં ચીનમાં લોન્ચ કરાશે. ગયા મહિને જે કંપનીએ Ace 6 લોન્ચ કર્યો હતો. OnePlus Ace 6T ના ટીઝરમાં મેટલ ફ્રેમ દર્શાવવામાં આવી છે. તે Snapdragon 8 Gen 5 SoC દ્વારા સંચાલિત પહેલો સ્માર્ટફોન હશે. તે ત્રણ કલર ઇલેક્ટ્રિક પર્પલ, ફ્લેશ બ્લેક અને શેડો ગ્રીનમાં આવી શકે છે. આ સ્માર્ટફોન OnePlus 6T ના વારસાને આગળ ધપાવશે તેવું કહેવાય છે, જેનો અર્થ એ થાય કે તેમાં ઉચ્ચ રિફ્રેશ રેટ ડિસ્પ્લે, અવ્વલ પ્રદર્શન, અલ્ટ્રા-ફાસ્ટ ફિંગરપ્રિન્ટ અનલોકિંગ અને સ્ટાઇલિશ ડિઝાઇન મળશે. વનપ્લસના ચીન સ્થિત વડા લુઇસ જીએ જણાવ્યું હતું કે, શક્તિશાળી પ્રદર્શન સાથે આ ફ્લેગશિપ ફોન લોકોમાં પહેલી પસંદ બની રહેશે કેમકે, તેના કાર્યક્ષમતા ઉપરાંત ગેમિંગ અનુભવ ઉત્કૃષ્ટ હશે. આ ફોનમાં 165Hz સ્ક્રીન જે 165fps ગેમિંગ અને સુપર મેક્સિમ બેટરી લાઇફ આપશે. 8000mAh થી વધુ બેટરી ક્ષમતા આપવામાં આવે તેવો પણ તેમણે સંકેત આપ્યો છે. ફોન 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. લીક થયેલા અહેવાલો અનુસાર, કંપની ગેન્સિન ઇમ્પેક્ટ ગેમ સાથે મળીને ફોનનું સ્પેશિયલ એડિશન પણ લોન્ચ કરી શકે છે.

OnePlus Ace 6T ના સ્પેસિફિકેશન્સ જોઈએ તો, સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર, 12GB/16GB LPDDR5X RAM અને 256GB/512GB/1TB UFS 4.1 ઇન્ટરનલ સ્ટોરેજ હોવાની અપેક્ષા છે. તેમાં 1.5K રિઝોલ્યુશન અને 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.7-ઇંચ OLED ડિસ્પ્લે હોઈ શકે છે. સોફ્ટવેરની વાત કરીએ તો, તે Android 16 પર આધારિત ColorOS 16 પર ચાલશે.

OnePlus સ્નેપડ્રેગન 8 Gen5 ના વિકાસમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે, જે નવી પેઢીના વિન્ડ ચેઝર ગેમિંગ કર્નલ સાથે ફેક્ટરી-ઇન્સ્ટોલ કરેલું છે, 165Hz અલ્ટ્રા-હાઈ ફ્રેમ રેટને સપોર્ટ કરે છે, અને ચોક્કસ રાષ્ટ્રીય-સ્તરની મોબાઇલ ગેમ માટે પ્રથમ 165Hz અનુકૂલન પણ સુરક્ષિત કર્યું હોવાનું લીકર ડિજિટલ ચેટ સ્ટેશન કહે છે.

OnePlus Ace 6T 32MP ફ્રન્ટ કેમેરા અને 50MP + 8MP ડ્યુઅલ રીઅર કેમેરા સાથે આવશે. વધુમાં, ફોન મેટલ ફ્રેમ, અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, X-એક્સિસ લીનિયર મોટર, ડ્યુઅલ સ્પીકર્સ અને NFC સપોર્ટ સાથે આવી શકે છે.

OnePlus 15 ના વૈશ્વિક લોન્ચ સમયે OnePlus એ કહ્યું કે OnePlus 15R આ વર્ષના અંતમાં લોન્ચ થશે. શું Ace 6T OnePlus 15R તરીકે લોન્ચ થશે, કે પછી Ace 6 તરીકે આવશે. ખૂબ ટૂંક સમયમાં તેની જાણકારી પણ સામે આવશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »