Geekbench પર RMX5108 મોડેલ નંબર ધરાવતો એક નવો Realme ફોન સામે આવ્યો છે
Photo Credit: Realme
8GB રેમ અને Android 15 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવશે
Realme કંપનીએ તેના નવા P-સિરીઝ ના સ્માર્ટફોનનું ટીઝર શરૂ કરી દીધું છે. ભારતમાં રજૂ થયેલા તેના આ ટીઝરમાં મોટો 'X' લખેલો છે, પરંતુ તેમાં કંઈ ખાસ જણાવવામાં આવ્યું નથી. તે જ સમયે, Geekbench પર RMX5108 મોડેલ નંબર ધરાવતો એક નવો Realme ફોન સામે આવ્યો છે. તેમાં આ ફોનની રેમ અને પ્રોસેસરની વિગતો આપવામાં આવી છે.
આગામી Realme ફોન મોડેલ નંબર RMX5108 સાથે Geekbench ના ડેટાબેઝમાં જોવા મળ્યો છે. તેમાં, તેની ચિપસેટની માહિતી આપવામાં આવી નથી પણ તે ડિવાઈઝ MediaTek ચિપ દ્વારા સંચાલિત છે જેમાં 2.60GHz પર કામ કરતા ચાર કોર, 2.00GHz પર કામ કરતા ચાર કોર અને Mali-G615 MC2 ગ્રાફિક્સ છે. જેના દ્વારા સમજાય છે કે તે Dimensity 7400 દ્વારા સંચાલિત હશે. તેમાં
લિસ્ટિંગ અનુસાર RMX5108 માં 8GB રેમ અને Android 15 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. તેમાં આ ડિવાઈઝના નામ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. અત્યાર સુધી, Realme P4 શ્રેણીમાં બે ઉપકરણોનો સમાવેશ થાય છે, નામ Realme P4 અને P4 Pro. જેને ઓગસ્ટમાં અનુક્રમે રૂ. 14,999 રૂપિયા અને રૂ. 19,999 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યા હતા. સંભવ છે કે, આગામી P-શ્રેણીનો ફોન P4 કરતા ઓછો હોઈ શકે છે.
આ નવો ફોન આ મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ થવાની ધારણા છે, અને તે ફ્લિપકાર્ટ દ્વારા વેચવામાં આવશે. જો કે આ Realme P-સિરીઝનો ફોન હોઈ શકે છે. હજુ તેની માહિતી સામે આવી નથી જે નજીકના ભવિષ્યમાં જાણવા મળી શકે છે. આ માટે ગેજેટ 360 સાથે જોડાયેલા રહો
જાહેરાત
જાહેરાત