X Chat હવે મેસેજિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે એન્ક્રિપ્ટેડ DM, મીડિયા શેરિંગ, કૉલિંગ અને અદ્યતન પ્રાઇવસી ફીચર્સ સાથે રજૂ થયું છે. વપરાશકર્તાઓને હવે એડિટેબલ મેસેજ, અનસેન્ડ, ઓટો-ડિલીટ અને સ્ક્રીનશૉટ બ્લોક જેવી સંપૂર્ણ કંટ્રોલ સુવિધાઓ મળશે.
X (અગાઉનું Twitter) હવે પ્રાઇવસી-કેન્દ્રિત મેસેજિંગના નવા યુગમાં પ્રવેશી ગયું છે. પ્લેટફોર્મે તેનું નવું Chat ફીચર લોન્ચ કર્યું છે, જે પરંપરાગત DM ને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ, સુરક્ષિત અને સ્માર્ટ કમ્યુનિકેશન અનુભવમાં પરિવર્તિત કરે છે. વન-ઓન-વનથી લઈને ગ્રુપ ચેટ સુધી, બધું હવે વધુ ખાનગી, વધુ સુરક્ષિત અને વધુ કંટ્રોલ હેઠળ.Chat માં વપરાશકર્તા એન્ક્રિપ્ટેડ મેસેજ, ફાઇલોની આપ-લે, વૉઇસ/વિડિયો કૉલ, વૉઇસ મેમો (જલદી પાછું આવશે) જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે. સૌથી મોટી બાબત છે એ મેસેજ કંટ્રોલ. તમે તમારા સંદેશાઓ એડિટ કરી શકો, ડિલીટ/અનસેન્ડ કરી શકો, અથવા તેમને અદ્રશ્ય થવા માટે ટાઈમર પર સેટ કરી શકો. સ્ક્રીનશૉટ લેવામાં આવે તો સૂચના મળે છે અને ઇચ્છો તો સ્ક્રીનશૉટને સંપૂર્ણ રીતે બ્લોક પણ કરી શકો. ઉપરાંત, એડ્સ અને ટ્રેકિંગથી મુક્ત ચેટ તમને વધુ સુરક્ષિત વાતચીતનો અનુભવ આપે છે.
પ્રાઇવસીનું હૃદય છે તેની એન્ક્રિપ્શન સિસ્ટમ. પ્રથમ વખત Chat ખોલતાંજ તમારા એકાઉન્ટ માટે જાહેર-ખાનગી કી જોડી બને છે. તમારી ખાનગી કી ઉપકરણમાં સેવ હોય છે અને માત્ર PIN થી સુરક્ષિત રહે છે, જેથી તે અન્ય ઉપકરણ પર પણ રિકવર થઈ શકે. દરેક વાતચીતનું એક અનન્ય એન્ક્રિપ્શન હોય છે, જે માત્ર સહભાગીઓ દ્વારા જ ડિક્રિપ્ટ થઈ શકે છે. લોગઆઉટ કરતા જ એ ઉપકરણમાંથી બધી એન્ક્રિપ્ટેડ ચાટ્સ ડિલીટ થઈ જાય છે.
એન્ક્રિપ્ટેડ DM માટે વપરાશકર્તાએ નવીનતમ એપ પર હોવું આવશ્યક છે અને એકબીજાને ફોલો કરવું, સબ્સ્ક્રાઇબ કરવું અથવા અગાઉ મેસેજ કર્યો હોવો જરૂરી છે. Verified યુઝર્સ માટે અલગ મેસેજ-રીક્વેસ્ટ વિકલ્પ પણ છે.
હાલમાં ફોરવર્ડ સિક્રેસી અને મેન-ઇન-ધ-મિડલ પ્રોટેક્શન ઉપલબ્ધ નથી, પણ X આગામી અપડેટ્સમાં સહી ચકાસણી અને સુરક્ષા નંબરો ઉમેરશે. ગ્રોક ઇન્ટિગ્રેશન દ્વારા તમે ચેટ અથવા ફોટાના તાત્કાલિક વિશ્લેષણ મેળવી શકો છો, પરંતુ ગ્રોકને મોકલેલી સામગ્રી એન્ક્રિપ્ટેડ નથી, મૂળ ચેટ એન્ક્રિપ્ટેડ જ રહે છે.
iOS અને વેબ પર Chat ઉપલબ્ધ છે, Android સપોર્ટ ટૂંક સમયમાં આવશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Vivo V70 Series India Launch Timeline Leaked; Two Models Expected to Debut
Arc Raiders' Sales Cross 12.4 Million Copies as Embark Studios Rolls Out New Update