Photo Credit: Apple
આ સુવિધા OnePlus 13s પર પ્લસ કી સાથે સક્રિય થાય છે
વનપલ્સ દ્વારા અવારનવાર તેના ફોનમાં અપડેટ કરવામાં આવતા હોય છે. અને તે મુજબ હાલમાં જ કંપની દ્વારા તેના OnePlus 13 સિરીઝના સ્માર્ટફોનમાં અપડેટની જાહેરાત કરવામાં આવી છે. વનપ્લસ દ્વારા માહિતીની ઝડપથી સ્ટોર કરવા માટે પ્લસ માઇન્ડ ફીચર રજૂ કરાયું છે. આ માહિતી માઇન્ડસ્પેસમાં સ્ટોર થશે. આવતી તમામ માહિતીનું પહેલા એઆઈ ટેકનોલોજીની મદદથી નિરીક્ષણ થશે અને પછી સંગ્રહ થશે. પ્લસ માઇન્ડ ફીચર દ્વારા તમે પિક્ચર, મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ તેમજ વેબપેજની માહિતી સ્ટોર કરી શકો છે. આ સગવડને કારણે વપરાશકાર થોડા જ સ્વાઇપ કરતા તેને સેન્ટ્રલાઈઝ હબમાં માહિતી યોગ્યરીતે ગોઠવીને સંગ્રહ કરી શકશે અને જરૂરિયાત પ્રમાણે તેમાંથી ફરી પ્રાપ્ત કરી શકશે. આ ટેક્નોલોજીને પ્લસ માઈન્ડ કહેવામાં આવે છે.
ચીન સ્થિત વનપ્લસ કંપનીએ આ જાહેરાત સોમવારે કરી હતી. આ નવી સુવિધા તેના દ્વારા OnePlus 13sમાં આપવામાં આવી છે. તેમાં માહિતીના વિવરણ સાથે તેને ટેગ સાથે સ્ટોર કરી શકાશે.
વનપલ્સ 13 અને વનપ્લસ 3Rમાં તેને ઍક્સેસ કરવા માટે તમારે માત્ર તમારી ત્રણ આંગળી ઉપરની તરફ સ્વાઇપ કરવાની રહેશે. કંપની દ્વારા અપડેટ કરાયા પછી એકવાર વપરાશકારે એપ ડ્રોઅર દ્વારા અથવા તો તેના સર્ચબાર દ્વારા તેને મેળવી હોમ સ્ક્રિન પર સ્વાઇપ ડાઉન કરવાથી આ ફીચર ચાલુ થશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે હાલમાં, OnePlus 13sમાં અલગથી પ્લસ કી આવે છે.
આ સગવડનો ઉપયોગ શરૂ કર્યા પછી તે તેના વપરાશકારને શું પક્રિયા કરી શકાય તેના સૂચનો પણ કરશે. જેમાં, સ્ક્રીન પર આવશ્યક તારીખ શોધીને તેને કેલેન્ડર એપમાં માર્ક કરવી. વપરાશકારનો ભાષામાં માહતીનું ભાષાંતર કરવું તેમજ માહિતીને વિભાજિત કરી તેને અલગથી ટેગ પાપવા જેવી કામગીરી આ ટેકનોલોજી દ્વારા કરશે.
માઈન્ડ સ્પેસ તરીકે ઓળખાતા સેન્ટ્રલાઇઝડ હબમાં કેપ્ચર કરાયેલો ડેટા મળી રહેશે. આ માટે કંપનીએ એક ઇવેન્ટ પોસ્ટરનું પણ ઉદાહરણ આપ્યું છે કે જેમાં,આ પ્લસ માઈન્ડ ફીચર શરૂ કરતા આપમેળે આગામી કાર્યક્રમની તારીખ વપરાશકારના કેલેન્ડરમાં ઉમેરાઈ જશે. આ સાથે જ વપરાશકારે જોયેલા વેબપેજનું વિશ્લેષણ કરી તેનો સારાંશ પણ આપશે. બનાવેલા શોર્ટકટ દ્વારા તે જયારે જરૂર પડે ત્યારે સેન્ટ્રલાઈઝ હબમાં જઈ આવશ્યક માહિતી પુન: મેળવી શકશે અને તે વેબપેજને પણ ફરી જોઈ શકશે.
જાહેરાત
જાહેરાત