Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન બુધવારે ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરાયો

Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન બુધવારે લોન્ચ કરાયો છે જે HBO ની સિરીઝ ગેમ ઓફ થ્રોન્સથી પ્રેરિત છે

Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન બુધવારે ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરાયો

Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનમાં સ્ટાન્ડર્ડ મોડેલ જેવી જ સુવિધાઓ છે

હાઇલાઇટ્સ
  • Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશનમાં કસ્ટમાઇઝ્ડ આઇસ અને Fire UI થીમ્સ
  • ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત Realme UI 6 પર ચાલશે
  • ગેમ ઓફ થ્રોન્સ એડિશનમાં સ્પેસિફિકેશન્સ Realme 15 Pro 5G જેવા જ
જાહેરાત

Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન બુધવારે ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરાયો છે. આ સ્માર્ટફોન જુલાઈમાં લોન્ચ કરાયેલા Realme 15 Pro 5G ના લિમિટેડ એડિશન વેરિઅન્ટ તરીકે રજૂ કરાયો છે. આ વેરિઅન્ટ HBO ની સિરીઝ ગેમ ઓફ થ્રોન્સથી પ્રેરિત છે અને તેમાં ખાસ ડિઝાઇન તેમજ નેનો-એન્ગ્રેવ્ડ મોટિફ્સ આપવામાં આવી છે. જો કે, તેમાં ફક્ત કોસ્મેટિક ફેરફારો જ કરાયા છે, અને તેના અન્ય ફીચર્સ Realme 15 Pro 5G જેવા જ છે.Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનની કિંમત,Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન જેમાં, 12GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 44,999 થી શરૂ થાય છે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ તેમજ દેશભરના રિટેલ સ્ટોર્સમાંથી ખરીદી શકાશે. ગ્રાહકો તેમાં અન્ય ડિસ્કાઉન્ટ મેળવીને રૂ. 41,999માં ખરીદી શકશે. કેમકે, કેટલીક બેન્કોનાં કાર્ડથી ચુકવણી પર ગ્રાહકને રૂ 3,000 નું ડિસ્કાઉન્ટ મળશે.

ફોન સાથેનાં પેકમાં આયર્ન થ્રોન ફોન સ્ટેન્ડ, કિંગ્સ હેન્ડ પિન, વેસ્ટરોસની લઘુચિત્ર પ્રતિકૃતિ અને ગેમ ઓફ થ્રોન્સ-બ્રાન્ડેડ સ્ટીકરો, પોસ્ટકાર્ડ્સ અને એસેસરીઝ આવશે. કંપનીના જણાવ્યા મુજબ, આ હેન્ડસેટમાં રંગ બદલતો ચામડાનો બેક પેનલ પણ છે. તે સામાન્ય રીતે કાળો હોય છે, પરંતુ 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાને ગરમ પાણીના સંપર્કમાં આવવાથી તે લાલ રંગમાં બદલાઈ જાય છે.

કોસ્મેટિક બદલાવના ભાગરૂપે આ ફોનમાં કસ્ટમાઇઝ્ડ આઇસ અને Fire UI થીમ્સ હશે. જે ગેમ ઓફ થ્રોન્સ શોમાંથી અનુક્રમે હાઉસ સ્ટાર્ક અને હાઉસ ટાર્ગેરિયન દ્વારા પ્રેરિત છે.

હેન્ડસેટ બ્લેક અને ગોલ્ડ કલરમાં રજૂ કરાયો છે તેમાં ગેમ ઓફ થ્રોન્સ બ્રાન્ડિંગ અને નેનો-કોતરણીવાળા મોટિફ્સ અને તેના ત્રણેય લેન્સ ફરતે ગોલ્ડન રિંગ્સ આપવામાં આવી છે.

ફોનના નીચેના ભાગમાં હાઉસ ટાર્ગેરિયનનું ચિહ્ન રહેશે, જે ત્રણ માથાવાળા ડ્રેગન દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશનમાં સ્નેપડ્રેગન 7 Gen 4 SoC, 12GB સુધી LPDDR4X RAM અને 512GB સુધી UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે અને તે એન્ડ્રોઇડ 15 પર આધારિત Realme UI 6 પર ચાલશે.

AI Edit Genie અને AI Party જેવા AI સમર્થિત એડિટિંગ ફીચર, વધુમાં, તે AI MagicGlow 2.0, AI Landscape, AI Glare Remover, AI Motion Control અને AI Snap Mode સાથે છે.

ફોટોગ્રાફી માટે, Realme 15 Pro 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો Sony IMX896 મુખ્ય સેન્સર અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડએંગલ લેન્સનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.

Realme 15 Pro 5Gમાં 7,000mAh બેટરી અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સ્પોર્ટ કરે છે. તેમાં ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP66 + IP68 + IP69 રેટિંગ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »