Realme 16 Pro+ નું લિસ્ટિંગ TENAA સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર થતા તેના સ્પેસિફિકેશનની માહિતી જાણવા મળી છે. જો કે, Realme દ્વારા તેના લોન્ચ અંગે હજુ કોઈ જાહેરાત કરી નથી. આ સ્માર્ટફોન, TENAA સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર મોડેલ નંબર RMX5130 સાથે દેખાયો છે.
Realme 16 Pro તાજેતરમાં જ સામે આવ્યો છે, હવે ધ્યાન તેના ઉચ્ચ કક્ષાના Realme 16 Pro+ તરફ ગયું છે.
Realme 16 Pro+ નું લિસ્ટિંગ TENAA સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર થતા તેના સ્પેસિફિકેશનની માહિતી જાણવા મળી છે. જો કે, Realme દ્વારા તેના લોન્ચ અંગે હજુ કોઈ જાહેરાત કરી નથી. આ સ્માર્ટફોન, TENAA સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર મોડેલ નંબર RMX5130 સાથે દેખાયો છે. થોડા સમય અગાઉ જ આપણી સમક્ષ Realme 16 Proના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સામે આવ્યા હતા. TENAA ડેટાબેઝ મુજબ, આ સ્માર્ટફોન 2.8GHz પર ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જોકે ચોક્કસ ચિપસેટ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તાજેતરની ગીકબેન્ચ લિસ્ટિંગ મુજબ, તે સ્નેપડ્રેગન 7 Gen 4 ના ટ્વિક્ડ વર્ઝન દ્વારા સંચાલિત છે. મુખ્યત્વે તેના પ્રાઇમ કોર માટે CPU ક્લોક સ્પીડ થોડી વધારેલી છે. તે એન્ડ્રોઇડ 16 પર આધારિત Realme UI 7 સાથે આવશે. વૈશ્વિક સ્તરે, તેને ત્રણ OS અપગ્રેડ અને ચાર સુરક્ષા અપડેટ્સ મળવાની અપેક્ષા છે. TENAA પર સૂચિબદ્ધ મેમરી વિકલ્પોમાં 8GB, 12GB, 16GB અને 24GB રેમનો સમાવેશ થાય છે અને તેમાં, 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટ આવશે.
TENAA હેઠળ Realme 16 Pro+ 6,850mAh બેટરી સાથે સૂચિબદ્ધ થયો છે. તે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. અન્ય સુવિધાઓમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IR બ્લાસ્ટરનો સમાવેશ થાય છે.
Realme 16 Pro+ નું માપ 162.45 x 76.27 x 8.49mm છે અને તેનું વજન 203 ગ્રામ છે, જે પ્રમાણભૂત Pro મોડેલની તુલનામાં થોડું બલ્કી બિલ્ડ સૂચવે છે. આ ઉપકરણ 6.8-ઇંચના AMOLED ડિસ્પ્લે સાથે આવશે. જે 2800 x 1280 પિક્સેલનું રિઝોલ્યુશન અને તેમાં એક અબજથી વધુ રંગોની કલર ડેપ્થ છે. જ્યારે રિફ્રેશ રેટ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી, જો કે Pro+ બ્રાન્ડિંગ સાથે સુસંગત એવો ઉચ્ચ-રિફ્રેશ-રેટ પેનલ આવવાની અપેક્ષા છે.
Realme 16 Pro+ માં ક્વાડ કેમેરા સેટઅપ દર્શાવવામાં આવ્યું છે. આમાં 200-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને વધારાનો 50-મેગાપિક્સલ સેન્સરનો સમાવેશ થાય છે, સાથે જ 3.5x ઓપ્ટિકલ ઝૂમ માટે સપોર્ટ પણ છે. ફ્રન્ટ કેમેરા 50-મેગાપિક્સલ શૂટર તરીકે સૂચિબદ્ધ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે Realme 16ની આખી સિરીઝ માસ્ટર ગોલ્ડ, માસ્ટર ગ્રે, કેમેલીયા પિંક અને ઓર્કિડ પર્પલ જેવા રંગોમાં ઉપલબ્ધ હશે. 16 પ્રો સિરીઝ ઉપરાંત, બ્રાન્ડ માસ્ટર ગોલ્ડ, માસ્ટર ગ્રે અને માસ્ટર પર્પલ જેવા શેડ્સમાં Realme Buds Air 8 ની પણ જાહેરાત કરશે.
જાહેરાત
જાહેરાત