Xiaomi 17 Ultra 26 ડિસેમ્બરે ચીનમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. માનવામાં આવે છે કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોન્ચ કરાશે. Xiaomi દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ, FCC એ હમણાં જ Xiaomi 17 Ultra ના વૈશ્વિક વર્ઝનને પ્રમાણિત કર્યું છે.
Xiaomi 26 ડિસેમ્બરે ચીનમાં 17 અલ્ટ્રા રજૂ કરશે તેવી અફવા છે.
Xiaomi 17 Ultra 26 ડિસેમ્બરે ચીનમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. આ માટે Xiaomi એ પહેલાથી જ બ્લાઇન્ડ પ્રી-ઓર્ડર લેવાના શરૂ કરી દીધા છે. લોન્ચ અંગે Xiaomi દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ, FCC એ હમણાં જ Xiaomi 17 Ultra ના વૈશ્વિક વર્ઝનને પ્રમાણિત કર્યું છે. આનો મોડેલ નંબર 2512BPNDAG છે, જે IMEI ડેટાબેઝમાં Xiaomi 17 Ultra સાથે સંબંધિત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અંતે "G" પણ પુષ્ટિ કરે છે કે આ વૈશ્વિક બજારો માટે છે.
આ ડિવાઇસ એન્ડ્રોઇડ 16 આધારિત HyperOS 3 સાથે લોન્ચ થશે. તેમજ કનેક્ટિવિટી જોઈએ તો, 5G, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ LE અને વાયરલેસ ચાર્જિંગ બિલ્ટ-ઇન સપોર્ટ છે.
અગાઉના લીક્સ અનુસાર, Xiaomi 17 Ultra માં Snapdragon 8 Elite Gen 5 SoC હશે. તે લેઇકા-ટ્યુન્ડ ક્વાડ રીઅર કેમેરા સેટઅપ સાથે લોન્ચ થશે. તેમાં બ્રાન્ડનો ઉત્તમ કેમેરા આપવામાં આવશે તેમજ 1-ઇંચ પ્રકારનો મુખ્ય સેન્સર આવશે તેવી ધારણા છે. સાથે જ 200-મેગાપિક્સલ પેરિસ્કોપ સેન્સર અને ત્રણ 50-મેગાપિક્સલ કેમેરા હશે.
આ ફોનમાં 6.8-ઇંચ 2K LTPO ડિસ્પ્લે અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોવાની ધારણા છે. Xiaomi એ પહેલાથી જ 17 Ultra માટે બ્લાઇન્ડ પ્રી-ઓર્ડર શરૂ કરી દીધા છે. આગામી ફ્લેગશિપની કિંમત ચીનમાં તેના પુરોગામી જેટલી જ હોવાની અપેક્ષા છે, પરંતુ તે વૈશ્વિક કિંમતમાં પણ પરિણમશે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી.
Xiaomi 17 Ultra સાથે જ કંપની Redmi Turbo 5 and Redmi Turbo 5 Pro પણ રાજુ કરી શકે છે. જે મિડ રેન્જના હોવાની ધારણા કે.
Xiaomi સ્માર્ટફોન વગર પણ સ્વતંત્ર ઉપયોગ માટે eSIM સપોર્ટ સાથે એક નવી ફ્લેગશિપ સ્માર્ટવોચ રજૂ કરવા માટે તૈયાર છે. આ વેરેબલમાં 930mAh ની મોટી બેટરી પણ મળી રહી છે અને તે Xiaomi HyperOS સાથે આવશે. આ ઉપરાંત, એક નવું મિડરેન્જ ટેબ્લેટ, TWS ઇયરબડ્સ સહિતના ડિવાઈઝ રજૂ કરી શકે છે.
જાહેરાત
જાહેરાત