અપડેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ પર 200 મિલિયન નવા ડિજિટલ વપરાશકર્તાઓ જોડાશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સોમવારે ભારતમાં તેના ડિજિટલ બેંકિંગ અને સર્વિસ પ્લેટફોર્મનું નવું અપડેટેડ વર્ઝન YONO 2.0 લોન્ચ કર્યું છે.

અપડેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ પર 200 મિલિયન નવા ડિજિટલ વપરાશકર્તાઓ જોડાશે.

SBI YONO 2.0 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ વધુ સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરશે.

હાઇલાઇટ્સ
  • YONO 2.0 માં ઓછા રિસોર્સ લાગે છે
  • નબળા ઇન્ટરનેટ કનેક્ટિવિટીવાળા સ્થળોએ પણ કાર્ય કરી શકે છે
  • બેંકે તેના UPI ચુકવણી સ્ટેકને ફરીથી બનાવ્યું છે
જાહેરાત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સોમવારે ભારતમાં તેના ડિજિટલ બેંકિંગ અને સર્વિસ પ્લેટફોર્મનું નવું અપડેટેડ વર્ઝન YONO 2.0 લોન્ચ કર્યું છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આ અપડેટ રજૂ કરાયું હતું. SBI YONO 2.0 ના લોન્ચ સમયે બેંકના એક વરિષ્ઠ અધિકારીએ બેંક નજીકના ભવિષ્યમાં 6,500 થી વધુ નવા કર્મચારીઓની કરશે તેમ જણાવ્યું હતું. તેમણે એમ પણ આશા વ્યક્ત કરી કે તેના દ્વારા બેંકના ગ્રાહકોને મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ જેવી અપડેટેડ ડિજિટલ સેવાઓ તરફ વાળવામાં મદદરૂપ થશે.

SBI YONO 2.0માં નવું શું છે?

SBI YONO 2.0 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગને ઈન્ટિગ્રેટ કરે છે. મિન્ટના અહેવાલ મુજબ, બેંક દ્વારા અગાઉ આઠ વર્ષ પહેલા YONO ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ લોન્ચ કરાઈ હતી. તેને અપગ્રેડ કરીને સોમવારે SBI YONO 2.0, ભારતમાં લોન્ચ કરાઈ છે. YONO 2.0 માં ઓછા રિસોર્સ લાગે છે, અને તે "એક સરળ અને હળવી" એપ્લિકેશન હોવાનું કહેવાય છે, જે ઓછા સક્ષમ હાર્ડવેરવાળા ફોન અને નબળી સેલ્યુલર અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીવાળા સ્થળોએ પણ કાર્ય કરી શકે છે.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે વપરાશકર્તાઓ નવી SBI YONO 2.0 મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનથી તેમના એકાઉન્ટ બેલેન્સ ચકાસી શકે છે, પૈસા ટ્રાન્સફર કરી શકે છે, બિલ ચૂકવી શકે છે અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો કરી શકે છે. Google Pay અને PhonePe જેવા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે બેંકે તેના UPI ચુકવણી સ્ટેકને ફરીથી બનાવ્યું હોવાનું કહેવાય છે. તે "સરળ KYC અને ફરીથી KYC પ્રોસેસ" પણ રજૂ કરશે, જેથી વપરાશકર્તાને વેરિફિકેશન પ્રોસેસમાંથી ઓછું પસાર થવું પડશે.

SBI નું નવું YONO 2.0 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ અને નવા OTP જનરેશન પ્રક્રિયા જેવી મજબૂત અને વધુ સારી સુરક્ષા સુવિધાઓ પણ આપે છે, જેના કારણે "નબળા" નેટવર્ક્સને કારણે થતા ચુકવણી વિલંબને ઘટાડશે.
બેંકના દ્રષ્ટિકોણથી, ગ્રાહકો ડિજિટલ એપ તરફ વળતા ખર્ચ પણ ઘટશે. SBIનો અંદાજ છે કે ગ્રાહકને ડિજિટલ રીતે મેળવવા માટે શાખા દ્વારા ગ્રાહકને ઓનબોર્ડ કરવા માટે થતા ખર્ચના લગભગ દસમા ભાગનો ખર્ચ થાય છે.

CNBC TV18 ના એક અહેવાલમાં જણાવાયું છે કે SBI YONO 2.0 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગને એક જ બેકએન્ડ આર્કિટેક્ચરમાં રજૂ કર્યું છે. જેનો અર્થ એ છે કે મોબાઇલ એપ્લિકેશન અને ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલ એક કોમન યુઝર ઇન્ટરફેસ અને ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. આ નાણાકીય સંસ્થાના ગ્રાહકોને "કોઈપણ વિક્ષેપ વિના" બે પ્લેટફોર્મ વચ્ચે સ્વિચ કરવામાં મદદ કરે છે, સાથે જ બધી "ચેનલોમાં" સાતત્ય પણ વધારે છે.

YONO 2.0 લોન્ચ ઇવેન્ટ દરમિયાન, SBI ના ચેરમેન CS Setty એ બેંકના ભાવિ પ્લાન અંગે જણાવ્યું કે, અપડેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ પર 200 મિલિયન (અથવા 20 કરોડ) જેટલા નવા ડિજિટલ વપરાશકર્તાઓને જોડાશે. આ માટે, SBI 31 માર્ચ, 2026 સુધીમાં 6,500 નવા કર્મચારીઓની ભરતી કરવાનું વિચારી રહી છે, જેમાંથી 3,500 જગ્યાઓ પહેલાથી જ ભરવામાં આવી છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એપલને તેના 2026 આઇફોન લાઇનઅપ માટે કિંમતો વધારવાની ફરજ પડી શકે છે
  2. આગામી છ મહિનામાં Oppo દ્વારા અનેક ફ્લેપશીપ સ્માર્ટફોન લોન્ચ કરાશે
  3. iOS 26 લીક થયેલા કોડમાં નવા સ્માર્ટ હોમ ડિવાઇસ, નવા હેલ્થ+, સિરી, ફોટા ફીચર્સ લોન્ચ કરવાના સંકેતો
  4. અપડેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ પર 200 મિલિયન નવા ડિજિટલ વપરાશકર્તાઓ જોડાશે.
  5. વનપ્લસ દ્વારા સત્તાવાર રીતે નવી 'ટર્બો' (Turbo) સ્માર્ટફોન સિરીઝની જાહેરાત કરવામાં આવી
  6. ઓપ્પોએ ચીનમાં Oppo Reno 15c સ્માર્ટફોન લોન્ચ કર્યો છે
  7. વનપ્લસ 15R ભારતમાં 17 ડિસેમ્બરે લોન્ચ થશે
  8. ફોક્સકોન લુઇસવિલે, કેન્ટુકીમાં $174 મિલિયનના કહર્ચે ઉત્પાદન એકમ શરૂ કરશે
  9. મેમરી સપ્લાયની અછતના પરિણામે 16GB રેમ ધરાવતા ફોન બંધ થઈ શકે
  10. રિલાયન્સ જિયોએ "હેપ્પી ન્યૂ યર 2026" હેઠળ ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »