2026 ના પહેલા છ મહિનામાં Oppo દ્વારા અનેક ફ્લેપશીપ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. જેમાં, Find N6 ફોલ્ડેબલ, Find X9 સિરીઝના નવા મોડેલો અને K13 ટર્બો લાઇનઅપનો સમાવેશ થાય છે.
આગળ ફાઇન્ડ X9 શ્રેણીમાં બે 200MP કેમેરા છે, અને તે ફાઇન્ડ X9 અલ્ટ્રા નથી.
2026 ના પહેલા છ મહિનામાં Oppo દ્વારા અનેક ફ્લેપશીપ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. જેમાં, Find N6 ફોલ્ડેબલ, Find X9 સિરીઝના નવા મોડેલો અને K13 ટર્બો લાઇનઅપનો સમાવેશ થાય છે. એક અહેવાલ પ્રમાણે Oppo તેની આગામી Find X9 સિરીઝમાં Find X9s, Find X9s+ અને Find X9 અલ્ટ્રા રજૂ કરશે. Find X9 અલ્ટ્રાના ક્વોડ-કેમેરા સેટઅપમાં એક 200-મેગાપિક્સલ સેન્સર અને ત્રણ 50-મેગાપિક્સલ સેન્સરનો સમાવેશ થાય છે. જો કે, એક નવી લીક દાવો કરે છે કે ઓપ્પો સક્રિય રીતે ડ્યુઅલ 200-મેગાપિક્સલ કેમેરા સેટઅપનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ કોન્ફિગરેશન X9 અલ્ટ્રાના અંદાજિત કેમેરા લેઆઉટ સાથે સુસંગત નથી, આથી તે અલ્ટ્રા મોડેલની સાથે લોન્ચ થનારા Find X9 સિરીઝના ફોનમાંથી એક હોવાની શક્યતા છે.
વિશ્વસનીય ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન તરફથી મળેલા આ નવા લીકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ રહસ્યમય ફોન ડાયમેન્સિટી 9500+ દ્વારા સંચાલિત છે. "+" સફિક્સનો સમાવેશ સંકેત આપે છે કે તે હાલના ડાયમેન્સિટી 9500 ચિપસેટનું ઓવરક્લોક્ડ વર્ઝન હોઈ શકે છે. જેથી તે તેના ફેક્ટરી રેટેડ સ્પીડ કરતા પણ ઝડપી ચાલશે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, આ ડિવાઇસમાં 200-મેગાપિક્સલનો સેમસંગ HP5 મુખ્ય કેમેરા હોવાની અપેક્ષા છે, સાથે જ એક ટેલિફોટો કેમેરા પણ છે જે સમાન 200-મેગાપિક્સલનો સેમસંગ સેન્સરનો ઉપયોગ કરે છે. તે ફાઇન્ડ X9s અથવા ફાઇન્ડ X9s+ હોવાનું જણાય છે.
ફાઇન્ડ X9s અને ફાઇન્ડ X9s+ બંને ડાયમેન્સિટી 9500 પ્લસ ચિપસેટ દ્વારા સંચાલિત હોવાની અપેક્ષા છે. ફાઇન્ડ X9s એક કોમ્પેક્ટ સ્માર્ટફોન હોવાની અફવા છે, જ્યારે ફાઇન્ડ X9s+ હાલના ફાઇન્ડ X9નું અપગ્રેડેડ વર્ઝન હોવાનું કહેવાય છે. તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાઇન્ડ X9s+ માં ટ્રિપલ 50-મેગાપિક્સલ કેમેરા હશે. આથી કહી સકાય કે અન્ય ડિવાઇઝ Find X9s+ હોવાની શક્યતા વધુ છે. ઓપ્પો દ્વારા અન્ય સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવે તો આ બાબતે વધુ વિગતો જાણી શકાય.
Oppo Find X9 અને Oppo Find X9 પ્રો નવેમ્બરમાં ભારતમાં રજૂ કરાયા હતા. તે Android 16 પર આધારિત ColorOS 16 સાથે આવે છે. Oppo Find X9 સિરીઝના ફોનમાં Hasselblad ટ્યુન્ડ કેમેરા છે.
બેઝ Oppo Find X9 માં 6.59 ઇંચ 1.5K ફ્લેટ LTPO OLED ડિસ્પ્લે અને તેમાં રિફ્રેશ રેટ 120Hz છે. આ ઉપરાંત તે MediaTek Dimensity 9500 SoC થઈ સંચાલિત છે. તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
જાહેરાત
જાહેરાત