TENAA દ્વારા Realme 16 Pro+ ચીનમાં વેચાણ માટે સત્તાવાર રીતે પ્રમાણિત કરતા તેના સ્પેસિફિકેશન્સની વિગતો સામે આવી છે. Realme 16 Pro+ Qualcomm ના Snapdragon 7 Gen 4 SoC દ્વારા સંચાલિત હશે.
Realme 16 Pro+ ને TENAA દ્વારા ચીનમાં વેચાણ માટે સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવ્યું છે.
TENAA દ્વારા Realme 16 Pro+ ચીનમાં વેચાણ માટે સત્તાવાર રીતે પ્રમાણિત કરતા તેના સ્પેસિફિકેશન્સની વિગતો સામે આવી છે. Realme 16 Pro+ Qualcomm ના Snapdragon 7 Gen 4 SoC દ્વારા સંચાલિત હશે. તેમાં 1280x2800 રિઝોલ્યુશન સાથે 6.8-ઇંચની AMOLED સ્ક્રીન હશે. તે 6,850 mAh બેટરી સાથે આવશે તેમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ હશે. Realme 16 સિરીઝમાં Realme 16 Pro અને 16 Pro+ 6 જાન્યુઆરીએ સત્તાવાર રીતે ઉપલબ્ધ થશે. તે એન્ડ્રોઇડ 16 આધારિત Realme UI 7 સાથે આવશે. 200MP મુખ્ય કેમેરા, 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ, 50MP સેલ્ફી સ્નેપર તેમાં આપવામાં આવ્યા છે. જે તેને કેમેરા અને બેટરીની દ્રષ્ટિએ એક શક્તિશાળી મિડ-રેન્જ ફોન બનાવશે.
આ ઉપકરણ Qualcomm ના Snapdragon 7 Gen 4 SoC દ્વારા સંચાલિત હશે, જે 8/12/16/24GB RAM અને 128GB/256GB/512GB/1TB સ્ટોરેજ સાથે જોડાયેલું હશે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IR બ્લાસ્ટર અને બધા સામાન્ય કનેક્ટિવિટી વિકલ્પો માટે સપોર્ટ પણ છે. Realme 16 Pro+ નું માપ 162.45 x 76.27 x 8.49 mm છે અને તેનું વજન 203 ગ્રામ છે. Realme 16 Pro ફોન 8GB થી 24GB રેમ ના વેરિઅન્ટમાં આવે તેવી અપેક્ષા છે, જેમાં 128GB થી 1TB સુધીના સ્ટોરેજ વેરિઅન્ટનો સમાવેશ થાય છે.
Realme એ પહેલાથી જ ચાર કલરવેઝ રજૂ કર્યા છે: નાઓટો ફુકાસાવા દ્વારા ડિઝાઇન કરાયેલ માસ્ટર ગોલ્ડ અને માસ્ટર ગ્રે આ ઉપરાંત કેમેલીયા પિંક અને ઓર્કિડ પર્પલ, જે ફક્ત ભારત માટે જ ઉપલબ્ધ હશે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી કે ભારતમાં રજૂ થનારા જેની વાત કરીએ તો, તે સ્પષ્ટ નથી કે ભારતમાં લોન્ચ થનાર Realme 16 Pro+ ચીની મોડેલ જેવો જ હશે કે નહીં. Realme 16 Pro અને 16 Pro+ 6 જાન્યુઆરીએ સત્તાવાર રીતે ઉપલબ્ધ થશે.
લીક થયેલી માહિતી પ્રમાણે Realme 16 Pro સિરીઝ ફ્લિપકાર્ટ અને Realme ની સત્તાવાર વેબસાઇટ દ્વારા મળી શકશે. ફોનની કિંમત રૂ. 30,000 આસપાસ હોઈ શકે છે જ્યારે તેના અપર વેરિઅન્ટ Realme 16 Pro+ ની કિંમત તેનાથી થોડી વધુ રહેશે.
જાહેરાત
જાહેરાત