OnePlus Pad Go 2 ટેબલેટ ભારતમાં બુધવારે OnePlus 15R સ્માર્ટફોન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. OnePlus Pad Go 2 લવંડર ડ્રિફ્ટ અને શેડો બ્લેક કલરમાં મળશે
OnePlus Pad Go 2 લવંડર ડ્રિફ્ટ અને શેડો બ્લેક કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
OnePlus Pad Go 2 ટેબલેટ ભારતમાં બુધવારે OnePlus 15R સ્માર્ટફોન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટેબલેટમાં 120Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 12.1-ઇંચ LCD પેનલ આપવામાં આવી છે. તે MediaTek Dimensity 7300-Ultra ચિપસેટ પર ચાલે છે. ટેબ્લેટ 33W ચાર્જિંગ સપોર્ટ સાથે 10,050mAh બેટરીથી સજ્જ છે. આ નવું એન્ડ્રોઇડ ટેબલેટ બે રંગ વિકલ્પોમાં આવે છે. ભારતમાં OnePlus Pad Go 2 ની કિંમત 8GB રેમ અને 128GB બિલ્ટ-ઇન સ્ટોરેજ (માત્ર Wi-Fi) ધરાવતા બેઝ મોડેલ માટે રૂ. 26,999 થી શરૂ થાય છે. તેમાં 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ છે, જે રેમ અને Wi-Fi કનેક્ટિવિટી સાથે છે અને તેની કિંમત રૂ. 29,999 છે. Wi-Fi અને 5G કનેક્ટિવિટી સાથે 8GB રેમ 256GB સાથેનું ટેબ્લેટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 32,999 છે.
OnePlus Pad Go 2 લવંડર ડ્રિફ્ટ અને શેડો બ્લેક (5G વેરિઅન્ટ સુધી મર્યાદિત) રંગ વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. Amazon, OnePlus India વેબસાઇટ અને અન્ય રિટેલ શોપ પર 18 ડિસેમ્બરથી ખરીદી શકાશે. પ્રારંભિક ઓફર OnePlus દ્વારા મૂકવામાં આવી છે જેમાં વનપ્લ્સના ગ્રાહકોને રૂ. 2,000 નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અને રૂ. 1,000 મર્યાદિત સમયના ડિસ્કાઉન્ટની ઓફર કરાઈ છે. જેના કારણે તેની કિંમત હાલમાં ઘટીને રૂ. 23,999 છે.
વનપ્લસ પેડ ગો 2 એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 પર ચાલે છે. તેમાં 12.1-ઇંચ 2.8K (1,980x2,800 પિક્સેલ્સ) LCD છે જે ડોલ્બી વિઝન સપોર્ટ સાથે છે, 120Hz સુધીનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 284ppi પિક્સેલ ડેન્સિટી અને 88.5 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો છે. ડિસ્પ્લે 600 નિટ્સ પીક બ્રાઇટનેસ અને DPI-P3 કલર ગેમટનું 98 ટકા કવરેજ પ્રદાન કરે છે.
વનપ્લસ પેડ ગો 2 માં 4nm મીડિયાટેક ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા ચિપસેટ છે, જે 8GB LPDDR5x રેમ અને 256GB સુધી UFS 3.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ટેબ્લેટ ચાર સ્પીકર્સથી સજ્જ છે. તે AI-આધારિત સોફ્ટવેર સુવિધાઓ જેમ કે AI રાઇટર, AI રેકોર્ડર અને AI રિફ્લેક્શન ઇરેઝરને સપોર્ટ કરે છે.
OnePlus Pad Go 2 માં આપવામાં આવેલા કેમેરા જોઈએ તો, સિંગલ 8-મેગાપિક્સલનો રીઅર કેમેરા છે. ફ્રન્ટમાં, તેમાં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.
OnePlus Pad Go 2 માં 10,050mAh બેટરી છે, જે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે જે 129 મિનિટમાં પૂરું ચાર્જ થાય છે, અને 6.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એક જ ચાર્જ પર તે 15 કલાક (વિડિઓ પ્લેબેક) અથવા 60 કલાક (સ્ટેન્ડબાય) સુધીની બેટરી લાઈફ આપે છે.
OnePlus Pad Go 2 ના 5G વેરિઅન્ટનું વજન લગભગ 599 ગ્રામ છે, જ્યારે Wi-Fi વેરિઅન્ટનું વજન લગભગ 597 ગ્રામ છે. તેની સાઈઝ લગભગ 266.01x192.77x6.83mm છે.
OnePlus Pad Go 2 પર કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 6, Bluetooth 5.4 અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. ટેબ્લેટમાં ઓથેટિફિકેશન માટે ફેસ અનલોક ફીચર છે. તે મલ્ટીટાસ્કિંગ માટે કંપનીના પોતાના ઓપન કેનવાસ સોફ્ટવેરને સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report