Photo Credit: Haier
Haier કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા C95 અને C90 OLED ટીવી, જાણો તેની કિંમત
ભારતમાં Haier કંપની દ્વારા C95 અને C90 OLED ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે. ગૂગલ ટીવી દ્વારા કાર્યરત 4K રિઝોલ્યૂશન સાથે OLED સ્ક્રીન સાથે આવશે. જે બેઝલ લેસ બિલ્ડ્સ સાથે મોટી સાઇઝની ડિસ્પ્લેના ઓપ્શન ઓફર કરવામાં આવે છે. કંપની દ્વારા Haier C95 અને C90 OLED ટીવીના વીડિયોની ક્વોલિટી વધારવા માટે HDR10+ અને Dolby Vision IQનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ટીવીની વિઝ્યુઅલ ટેકનોલોજીના ઓડિયો Harman Kardon દ્વારા કાર્યરત રહેશે.Haierના ટીવીની ભારતમાં કિંમત,ભારતમાં Haierના C90 OLED ટીવીના 55 ઈંચના વેરીઅન્ટ માટેની કિંમત 1,29,000 રૂપિયાથી શરૂ થાય છે. જે 65 અને 77 ઈંચના ડિસ્પ્લે કદના ઑપ્શનમાં ઉપલબ્ધ છે. ઉપરાંત Haier C95 OLED ટીવીના 55 ઈંચના મોડેલ માટેણી કિંમત 1,55,990 રૂપિયા રાખવામાં આવી છે. તેની સાથે 65 ઈંચની સ્ક્રીન સાથેનું મોડેલ પણ અવેલેબલ છે.
આ બંને નાવા લોન્ચ થયેલા ટીવી Haier Indiaની વેબસાઇટ, ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઑફલાઇન રિટેલ ચેનલો દ્વારા ખરીદી માટે અવેલેબલ રહેશે.
Haier C95 OLED ટીવી 55 અથવા 65 ઈંચના 4K ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ સાથે આવશે. ગેમિંગસના શોખીનો માટે તેમાં વેરિયેબલ રિફ્રેશ રેટ અને ઓટો લો લેટન્સી મોડ આપવામાં આવ્યા છે. ટીવીમાં ડોલબી એટમોસ સપોર્ટ સાથે Harman Kardon 2.1 ચેનલ સિસ્ટમ આપવામાં આવી છે જે 3D સાઉન્ડ સ્કેપ બનવવાનો દાવો કરે છે.
C90 OLED ટીવી 55, 65 અને 77 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. આ તામામ વેરીએન્ટ 4K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે જે 120Hzની રિફ્રેશ રેટ ધરાવે છે. કંપનીના આ ના ટીવીમાં 50Wણની સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. જ્યારે 77 ઈંચના Haier C90 OLED ટીવીમાં અપગ્રેડેડ 65Wનું સેટઅપ આપવામાં આવ્યું છે.
બંને ટીવીમાં 3GB RAM અને 32GBનું ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. જેમાં ઓપતિમાઇઝ્ડ બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટની માટે ડોલ્બી વિઝન IQ અને HDR 10+ આપવામાં આવ્યું છે. જે AMD FreeSync પ્રીમિયમ, મોશન એસ્ટિમેશન અને મોશન કમ્પેન્સેશન (MEMC) સાથે જોડાયેલ હોવાનું કહેવામાં આવે છે.
Haierના આ બંને OLED ટીવીમાં કનેક્ટિવિટીની વાત કરી તો તેમાં WiFi 6 અને Blutooth 5.2 આપવામાં આવ્યા છે. યુઝર ઈન્ટરનેટ કનેક્શન વગર તેમના ફોન દ્વારા ટીવીમાં એન્ટરટેઈનમેન્ટ માટે HAICAST અને Chromecast આપવામાં આવ્યું છે. જ્યારે સાઉન્ડ કાસ્ટ માટે બ્લૂટૂથની સુવિધા આપવામાં આવી છે. જે તમારા મોબાઈલના ઓડિયો સાથે ટીવીને સિંક કરવાની મંજૂરી આપે છે. સાથે જ લાઇનઅપના ચાર્જિંગ માટે USB ટાઈપ Cનો પોર્ટ આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત