Photo Credit: Airtel
એરટેલે માર્ચ 2025 માં ભારતમાં તેની IPTV સેવાઓ શરૂ કરી, જેની શરૂઆત દિલ્હી અને પસંદગીના અન્ય બજારોથી થઈ
એરટેલ બ્લેક દ્વારા ભારતમાં બ્રોડબેન્ડ, લેન્ડલાઇન અને DTH ગ્રાહકો માટે તેના હાલના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 399 રૂપિયાની કિંમતના આ પ્લાનમાં હવે બ્રોડબેન્ડની સેવાઓ અને DTH લાભો જોવા મળશે જેમાં IPTV સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. IPTVના સમાવેશ સાથે એરટેલ બ્લેકનો સૌથી સસ્તો પ્લાન ગ્રાહકો માટે 29 OTT એપ્સમાંથી ઑન ડિમાન્ડ ફિલ્મોની લાઇબ્રેરી પ્રદાન કરે છે.એરટેલ બ્લેક રૂ. 399 યોજનાના બદલાવ,એરટેલના સઆઈત પર સૂચવેળી જાહેરાત મુજબ 399 રૂપિયાના એરટેલ બ્લેકના કનેક્શન પર અનલિમિટેડ વોઇસ કોલ્સ અને એરટેલ બ્રોડબેન્ડ દ્વારા 10mbpsની સ્પીડ આપવામાં આવી છે. FUP હેઠળ ગ્રાહકોને આપેલ ક્વોટા સમાપ્ત થઈ જાય ત્યાં સુધી તે અનલિમિટેડ ઈન્ટરનેટનો આનંદ માણી શકાશે. જેના બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટાડીને 1Mbpsની કરી દેવામાં આવશે. બ્રોડબેન્ડ સિવાય એરટેલ બ્લેકના પ્લેનમાં 260થી વધુ ટીવી ચેનલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જે સબ્ક્રાઈબર્સને ડિજિટલ ટીવી કનેક્શન પરથી ઍક્સેસ મળશે.
એન્ટ્રી લેવલનો સ્ટાર્ટિંગ પ્લાન IPTVની સેવાઓ સાથે આવશે. ત્યારે આ વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ કરાયેલા એમેઝોન પ્રાઈમ વીડિયો, એપલ ટીવી, નેટફલિક્સ, Zee 5 સહિતની ઘણી બધી ઓટ સ્ટ્રિમિંગ એપ્લિકેશનોમાંથી ઓન-ડિમાન્ડ એક વિશાળ લાઇબ્રેરી ધરાવે છે. આમાંથી કેટલીક એપ્લિકેશન પ્લાન સાથે મર્યાદિત હોય શકે છે. 399રુપિયાના એરટેલ બ્લેક પ્લાન સાથે ગ્રાહકોને 260થી વધુ ટીવી ચેનલોના ઍક્સેસ પણ મળે છે. વર્ષોથી ચાલતા આવી રહેલા કેબલ અથવા સેટઅપ બોક્સમાં કનેક્શનથી તદ્દન વિપરીત, IPTV કોઈ પણ ઇન્ટરનેટ કનેક્ટેડ ડીવાઈસ જેમ કે સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા સ્માર્ટ ટીવી પર વધારાના કોઈ કનેક્શન વગર મનોરંજન આપશે.
ગ્રાહકો એન્ટરટેઇનમેન્ટમાં પેકેજ માટે મંથલી અથવા એડવાન્સ ચૂકવણી કરીને 399 રૂપિયાના પ્લાન દ્વારા બુકિંગ કરાવી શકે છે. જો તે પહેલો ઓપ્શન પસંદ કરે છે તો તેમને બિન રિફંડ પાત્ર એક્ટિવેટ ફી તરીકે 2500 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જે દરમિયાન બાદમાં તેમણે 3300 રૂપિયા ચૂકવવા પડશે. જેમાંથી તેમણે 1000 રૂપિયા વધુ આપવા પડશે. જે ટોટલ રકમ 2800 રૂપિયાના બિલ સામે એડજેસ્ટ કરી આપવામાં આવશે. જ્યારે 500 રૂપિયા નોન રિફંડેબલ ઇન્સ્ટોલેશન ફી તરીકે આવશે.
ઉલ્લેખનીય છે કે, એરટેલ બ્લેક સબ્ક્રાઈબર્સને માત્ર એક બિલ હેઠળ જ પોસ્ટપેઇડ, દથ અને ફાઇબરની સેવાઓ સાથે ગ્રાહક કોમ્યુનિકેશન નંબર અને પ્રાયોરિટિઝવાળી સર્વિસ રિઝોલ્યુશન જેવી ઓનબોર્ડિંગ સુવિધાઓને જોડનારી ટીમ સાથે ડાયરેક્ટ સંપર્ક આપે છે. જે તેઓ ઓપરેટર પાસેથી ઓફરમાં રહેલી કોઈ પણ બે અથવા તેથી વધુની સેવાઓ પસંદ કરીને પોતાનો એરટેલ બ્લેક પ્લાન બનાવી શકે છે. ભારતમાં જે 399 રૂપિયાથી શરૂ થતો પ્રિ એરટેલ બ્લેક ફિક્સડ પ્લાનની પસંદગી કરી શકે છે.
જાહેરાત
જાહેરાત