જિઓહોટસ્ટાર લોન્ચ, મફત સ્ટ્રીમિંગ સાથે લાઇવ સ્પોર્ટ્સ અને શો નો આનંદ માણો
જિઓસ્ટર એ જિઓ સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર ને મર્જ કરીને નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિઓહોટસ્ટાર લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પર 3 લાખ કલાકથી વધુ કન્ટેન્ટ ઉપલબ્ધ રહેશે, જેમાં બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, રીયાલીટી શો, એનિવે, ડોક્યુમેન્ટરીઝ અને લાઇવ સ્પોર્ટ્સ શામેલ છે. યુઝર્સ માટે શો અને લાઇવ સ્પોર્ટ્સ મફતમાં જોવા મળશે, પરંતુ એડ-ફ્રી અને હાઇ-ક્વોલિટી સ્ટ્રીમિંગ માટે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન શરૂ કરાયા છે, જે રૂ. 149 થી શરૂ થાય છે. આ પ્લેટફોર્મ પર ડિઝની , HBO, વોર્નર બ્રોઝ., NBCUniversal અને પેરામાઉન્ટ ના આંતરરાષ્ટ્રીય શો અને મૂવીઝ પણ ઉપલબ્ધ રહેશે. જિઓહોટસ્ટાર 10 ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ પ્રદાન કરશે, જેથી ભારતના યુઝર્સ માટે વધુ સારી અનુભવતા ઉપલબ્ધ થઈ શકે.