Phone 4a સિરીઝ Qualcomm Snapdragon ચિપસેટ પર ચાલશે . આ સ્માર્ટફોનમાં Snapdragon 7s Gen 4 soC હોઈ શકે .
Photo Credit: Nothing
Nothing Phone શ્રેણી 5 માર્ચે ભારત અને પસંદગીના બજારોમાં લોન્ચ થશે
આ અઠવાડિયાના અંતમાં Nothing Phone 4a સિરીઝ લોન્ચ થવાની શક્યતાઓ છે . Nothingએ UK આધારિત બ્રાન્ડ છે . કંપનીએ આગામી સ્માર્ટફોનની ડિઝાઇન અને કેટલીક મુખ્ય વિશેષતાઓ અંગેના સંકેત આપ્યા છે , જયારે એક ટિપસ્ટરે તો ભારતમાં તેની સંભવિત કિંમત પણ જાહેર કરી છે . કંપનીએ હાલમાં માત્ર Phone 4aના લોન્ચની પુષ્ટિ કરી છે પરંતુ 4a સાથે 4a pro મોડેલ રજુ થવાની અટકળો ચાલી રહી છે .આ સિરીઝ Qualcomm Snapdragon ચિપસેટ સાથે આવી શકે અને તેનું વેચાણ ફ્લિપકાર્ટ પર મળી રહે તેવી શક્યતાઓ છે . Nothing Phone 4aમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 5,400mAh બેટરી હોય શકે જે લાંબી બેટરી લાઇફનો અનુભવ આપશે .
ટિપસ્ટર દેબાયન રોય (@Gadgetsdata )એ X પર કિંમતનો દાવો કર્યો છે કે Nothing Phone 4aનો 8GB RAM +128GB સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં આશરે રૂપિયા 31,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થઇ શકે સાથે જ આ સ્માર્ટફોનમાં 8GB RAM +256GB અને 12GB RAM +256GB સ્ટોરેજના વિકલ્પો પણ હોઈ શકે , જોકે નવા verson માટેની કોઈ ચોક્કસ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી .
વધારામાં , Nothing Phone 4aમાં 3.1 સ્ટોરેજ અને 3.5 ઓપ્ટિકલ કેમેરા આપવામાં આવી શકે . ટિપસ્ટરના અનુસાર , Nothing Phone 4a પ્રોની કિંમત આશરે રૂપિયા 40,000ની આસપાસ હોઈ શકે છે .આના સાથે જ એક દાવો પણ કરવામાં આવ્યો છે કે પ્રો મોડેલમાં "પોલરાઇઝિંગ ડિઝાઇન " જોવા મળી શકે .
જો સરખામણી કરવા જઈએ તો , Nothing Phone 3a ગયા વર્ષે માર્ચમાં 8GB RAM +128GB સ્ટોરેજ સાથે રૂપિયા 22,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો , જયારે Nothing Phone 3a Proએ રૂપિયા 27,999ની શરૂઆતની કિંમતથી રજુ કરવામાં આવ્યું હતો .
જાહેરાત