Oppo K14 5G ભારતમાં 9 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે

Oppo 9 માર્ચે ભારતમાં K14 સીરીઝનો નવો સ્માર્ટફોન K14 5G લોન્ચ કરશે . આના મુખ્ય હાઈલાઈટમાં 45W ચાર્જિંગ અને 7000mAh બેટરી છે .આનાથી અગાઉ લોન્ચ થયેલ Oppo K14 5G ની શરૂઆતની કિંમત 14,999 છે .

Oppo K14 5G ભારતમાં 9 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે

Photo Credit: OPPO

Oppo K14 5Gએ 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

જાહેરાત

Oppo એ તાજેતરમાં ભારતમાં Oppo K14 લોન્ચ કર્યો હતો જે કંપનીના નવા K14 લાઇનઅપનો પ્રથમ સ્માર્ટફોન છે .હવે કંપની આ સીરીઝનો બીજો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે Oppo K14 5G ભારતમાં 9 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ કરશે . આ નવા સ્માર્ટફોન માટેની  માઈક્રોસાઇટ ઈ -કોમર્સ પ્લેટફોર્મ તરીકે Flipkart પર લાઈવ થશે , જે આખા દેશમાં તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરશે . સાથે આ હેન્ડસેટ Oppo India Online Store મારફતે પણ વેચાણ માટે રહેશે .આના મુખ્ય હાઈલાઈટમાં 45W ચાર્જિંગ અને 7000mAh બેટરી છે .

ડિઝાઇન અને કલર :
Oppo K14 5G એ સફેદ અને જાંબલી રંગોના વિકલ્પોમાં મળી રહેશે .આ સ્માર્ટફોનને ફ્લેટ મેટલ ફ્રેમ અને ગોળાકાર ખૂણાઓનો ડિઝાઇન આપવામાં આવી શકે છે . જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કન્ટ્રોલ જયારે  ડાબી બાજુએ  સિમ ટ્રે સ્લોટ મુકવામાં આવશે . આ ફોનના રિઅર પેનલ પર સ્ફટિક જેવી પેટર્ન જોવા મળશે .જયારે પાછળની બાજુએ ચોરસ આકારના કેમેરા , ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ આપવામાં આવશે .

બેટરી :
નવા આવનારા Oppo K14 5Gમાં 7000mAh બેટરી આપવામાં આવી છે .આ હેન્ડસેટ 45W વાયર્ડને સપોર્ટ કરે છે જે ફાસ્ટ ચાર્જિંગ કરશે .આ ફોન ColorOSના નવા verson સાથે આપવાની શક્યતાઓ છે .

Oppo K14 5Gની કિંમત :
વાત કરીએ  કિંમતની તો Oppo K14 ભારતમાં 10 ફેબ્રુઆરીએ લોન્ચ થયો હતો અને તેની શરૂઆતની કિંમત 14,999 રાખવામાં આવી .આ 4GB +128GB વેરિઅંટ માટે છે .Oppo K14 5G સ્માર્ટફોન આઈસી બ્લુ અને પ્રિઝમ વાયોલેટ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે .

મુખ્ય ફીચર્સ :
આના મુખ્ય ફીચર્સમાં 6.75 ઇંચ HD +LCD ડિસ્પ્લે મળે છે .આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવી છે .Oppo K14 5Gની બ્રાઇટનેસ 1,125 nitsની છે . આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસરની સાથે ARM Mail -G57 MC2 GPU અને 6,500mAh બેટરી  આપવામાં આવી છે .

સંબંધિત સમાચાર

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
  2. Googleના નવા ફાઇબર-ઓપ્ટિક માર્ગોથી ભારતની ડિજિટલ શક્તિમાં વધારો
  3. નવો Pixel 10a ભારતમાં એન્ટ્રી! જેમાં મળશે 48MP કેમેરા + 5100mAh બેટરી સાથે પ્રીમિયમ અનુભવ
  4. Cricket Fever Special રૂ. 99 માં 4K મેચ + Free મહિનો + Cashback!
  5. બજારમાં ફેલાયા Fake Nothing & CMF Devices! 1,100થી વધુ પ્રોડક્ટ્સ જપ્ત
  6. ડિજિટલ પેમેન્ટમાં AIનો ધમાકો! Pine Labs + OpenAI લાવશે Agentic Commerce
  7. ગૂગલ I/O 2026 19-20 મેના રોજ યોજાશે તેવી જાહેરાત ગૂગલે કરી છે
  8. ગૂગલે એરડ્રોપ-કમ્પેટેબલ ક્વિક શેરને પિક્સેલ 9 મોડેલોમાં વિસ્તૃત કર્યું
  9. AI ઇમ્પેક્ટ સમિટ: સર્વમ કાઝે સ્માર્ટ ચશ્માનું પ્રદર્શન, મે મહિનામાં ભારતમાં લોન્ચ થશે
  10. સેમસંગ ગેલેક્સી S26 સિરીઝ, 25 ફેબ્રુઆરીએ સત્તાવાર રજૂ કરાઈ રહી છે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »