પાન કાર્ડ માટે હવે આધાર સાથે વધારાના દસ્તાવેજ ફરજિયાત

પાન કાર્ડ સંબંધિત વધતી જતી છેતરપિંડીને રોકવા માટે , સરકારે પાન કાર્ડ માટેના નિયમોમાં ફેરફાર થયો છે

પાન કાર્ડ માટે હવે આધાર સાથે વધારાના દસ્તાવેજ ફરજિયાત

1 એપ્રિલથી પાન કાર્ડ માટેના ઘણા નિયમો બદલાઈ જશે .

હાઇલાઇટ્સ
  • 1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ માટેનું જૂનું અરજી ફોર્મ બંદ
  • 1 એપ્રિલ 2026 થી પાન કાર્ડ માટેના નિયમોમાં ફેરફાર
  • હવે પાન કાર્ડ પરનું નામ આધાર કાર્ડ સાથે પૂરતું મેલ ખાતું હોવું ફરજીયાત
જાહેરાત

1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ સબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે . પાન કાર્ડ નાણાકીય વ્યવહારો , બેન્કિંગ અને કામ માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે  . અત્યાર સુધી પાન કાર્ડ મેળવવાની પ્રકિયા સરળ હતી , પરંતુ હવે જે નવા નિયમો આવશે તે  થોડા કડક હશે . સરકારે વધતી જતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કર્યા છે . આ એક બહુ જ અગત્યનું પગલું છે , જેથી આ પ્રક્રિયા વધુ સુરક્ષિત બને .  હવે ફક્ત આધાર કાર્ડ પૂરતું નહીં રહે અને અરજી માટે વધારાના દસ્તાવેજો જરૂરી બનશે . સાથે  જ પાન કાર્ડ  પરનું નામ આધાર સાથે મેળ ખાતું હોવું ફરજિયાત રહેશે અને નવા અરજી ફોર્મનો ઉપયોગ કરવો પડશે .

આધાર કાર્ડ સાથે હવે અન્ય દસ્તાવેજો પણ જરૂરી 
અગાઉ પાન કાર્ડ માટે માત્ર આધાર કાર્ડ પૂરતું હતું , પરંતુ હવે આવું નહીં રહે . 1 એપ્રિલથી , પાન કાર્ડ માટે અરજી કરતી વખતે આધાર સાથે અન્ય દસ્તાવેજો  પણ આપવાના રહેશે  તેમાં ,

  •  મતદાર ઓળખપત્ર 
  • જન્મ પ્રમાણપત્ર 
  • ડ્રાઇવિંગ લાઇસન્સ 
  • પાસપોર્ટ અથવા 
  • 10માં ધોરણનું પ્રમાણપત્ર સામેલ હોઈ શકે છે 

નામ સંબંધિત નિયમોમાં ફેરફાર :
નવા નિયમો અનુસાર , હવે પાન કાર્ડ પરનું નામ આધાર કાર્ડ સાથે પૂરતું મેલ ખાતું હોવું ફરજીયાત રહેશે . અગાઉ થોડો ફેરફાર ચાલતો હતો , પરંતુ હવે એવું શક્ય  નહીં હોય તેથી જો આધાર કાર્ડમાં નામ ખોટું હોય તો પહેલા તેને સુધારવું જરૂરી બનશે .

નવું અરજી ફોર્મ ફરજિયાત :
સરકાર 1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ માટેનું જૂનું અરજી ફોર્મ બંદ કરી રહી છે . હવે નવા પાન કાર્ડ બનાવવા અથવા અપડેટ કરવા માટે ફક્ત નવું સત્તાવાર ફોર્મ જ માન્ય રહેશે  . આ નિયમ નવા તેમજ અપડેટ બન્ને પ્રકારની અરજીઓ માટે લાગુ પડશે .

શું ધ્યાનમાં રાખવું ?
જો તમે નવું પણ કાર્ડ બનાવવા અથવા જૂનું અપડેટ કરવાની યોજના બનાવી રહ્યા છો , તો નવા નિયમોની સંપૂર્ણ જાણકારી રાખવી જરૂરી છે . યોગ્ય દસ્તાવેજો  અને સુધારેલી માહિતી સાથે અરજી કરવાથી તેમને કોઈ મુશ્કેલી નહીં આવે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  2. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  3. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  4. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  5. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
  6. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  7. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
  8. Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ
  9. Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે
  10. 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »