1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ

UIDAI આધાર મોબાઈલ એપ દ્રારા ઇમેઇલ સરનામાં અપડેટ કરવાની સેવા માટે રૂપિયા 75 નો ચાર્જ હટાવવામાં આવ્યો

1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ

Photo Credit: UIDAI

આધાર એપ ઓનલાઈન આધાર સેવાઓ પુરી પાડે છે .

હાઇલાઇટ્સ
  • UIDAI એ તાજેતરમાં નવી આધાર મોબાઈલ એપ લોન્ચ કરી છે
  • ઇમેઇલ સરનામું અપડેટ કરવાની સુવિધા 1 જુલાઈ , 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી
  • UIDAI ની આ નવી છૂટથી લખો આધારધારકોને સીધો લાભ મળશે
જાહેરાત

જો તમે તમારા આધાર કાર્ડ માં તમારી માહિતીને સુધારવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ  કામના છે . યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( UIDAI ) એ એક મોટી રાહત આપી છે . હવે આધાર મોબાઈલ એપ દ્રારા ઇમેઇલ આઈડી અપડેટ કરાવનાર લોકોને થોડા સમય માટે કોઈ ફી ચૂકવવી નહીં પડે . સામાન્ય રીતે આ સેવા માટે 75 રૂપિયાનો ચાર્જ લેવાતો હતો , પરંતુ હવે આ ચાર્જ માફ કરવામાં આવ્યો છે .

UIDAI મુજબ , આધાર મોબાઈલ એપ્લિકેશન દ્રારા ઇમેઇલ સરનામું અપડેટ કરવાની સુવિધા 1 જુલાઈ , 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી મફતમાં મળશે . એટલે કે કુલ છ મહિનાના સમયગાળા દરમિયાન લોકો તેમના આધાર સાથે જોડાયેલ ઇમેઇલ સરનામું કોઈપણ  ફી વગર અપડેટ કરી શકશે . જો તમારું જૂનું ઇમેઇલ હવે વપરાશમાં નથી અથવા તમે નવું ઇમેઇલ સરનામું આધાર સાથે જોડવા માંગો છો , તો આ સમય તમારા માટે સારો મોકો છે .

આધાર સાથે ઇમેઇલ આઈડી જોડાયેલું હોવું જરૂરી છે , કારણ કે UIDAI અથવા આધાર સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી , અપડેટ્સ અને સૂચનાઓ સમયસર મેળવવામાં તે મદદરૂપ બને છે .ઇમેઇલ  લિંક હોવાથી યુઝરને પોતાની આધાર સંબંધિત માહિતી પર વધુ સારી રીતે નજર રાખવી સરળ બને છે .

UIDAI એ તાજેતરમાં નવી આધાર મોબાઈલ એપ લોન્ચ કરી છે , જેના દ્રારા ઘણા આધાર સંબંધિત કામ સરળતાથી કરી શકાય છે . આ એપમાં માત્ર ઇમેઇલ અપડેટ જ નહીં , પણ મોબાઈલ નંબર અને સરનામું અપડેટ , બાયોમેટ્રિક લોક / અનલોક , ઈ - આધાર ડાઉનલોડ , ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક , વિનંતીનું સ્ટેટ્સ ટ્રેક કરવું અને ઓળખપત્રની વિગતો પસંદગીપૂર્વક શેર કરવી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે .

જો તમે આધાર એપ દ્રારા તમારું ઇમેઇલ સરનામું અપડેટ કરવા માંગો છો , તો પહેલા એપમાં જઈ જરૂરી વિગતો ભરવી પડશે . ઇમેઇલ વેરિફાય કરવા માટે આધાર નંબર અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે . ત્યારબાદ ' Varify Email Address ' વિકલ્પ પસંદ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે .

આ રીતે UIDAI ની આ નવી છૂટથી લખો આધારધારકોને  સીધો લાભ મળશે અને તેઓ ઘર બેઠા સરળતાથી પોતાની ઇમેઇલ વિગતો અપડેટ કરી શકશે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »