યુએસ માં ChatGPTનો ઉપયોગ લગભગ 5 ટકા ઘટ્યો છે , ત્યાંના લોકોએ Claude ડાઉનલોડ કર્યું હતું . છતાં ChatGPT ટોચના સ્થાને છે .
ChatGPT આંતરરાષ્ટ્રીય સ્તરે AI એપ્સમાં પોતાનો નંબર વન રેન્ક જાળવી રાખ્યો છે .
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) ક્ષેત્રમાં પહેલો સ્થાન ધરાવતી ChatGPT એ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે . OpenAI દ્રારા વિકસાવવામાં આવેલી આ જનરેટિવ AI એપ્લિકેશન વૈશ્વિક સ્તરે એક અબજથી વધુ માસિક સક્રિય યુઝર્સ સુધી પહોંચનાર સૌથી ઝડપી એપ બની ગઈ છે . લગભગ ત્રણ વર્ષ પહેલા લોન્ચ થયેલી ChatGPTએ ટૂંકા સમયમાં જ વિશ્વભરના કરોડો યુઝર્સમાં લોકપ્રિયતા મેળવી છે .
માર્કેટ રિસર્ચ ફર્મ Sensor Towerના અહેવાલ મુજબ , ChatGPT ના માસિક સક્રિય યુઝર્સની સંખ્યા હવે એક અબજને વટાવી ગઈ છે . આ સિદ્ધિ તેને YouTube , Google Maps , Instagram અને TikTok જેવી લોકપ્રિય એપ્લિકેશનો કરતાં વધુ ઝડપથી પ્રાપ્ત કરી છે . જોકે , AI ક્ષેત્રમાં વધી રહેલી સ્પર્ધા ChatGPT માટે હરીફાઈ બની રહી છે . હાલમાં તેને Anthropicની Claude અને Google ની Gemini જેવી AI સેવાઓ તરફથી કડક સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે .
અહેવાલ અનુસાર , વધતી સ્પર્ધાની અસર ChatGPT ના ઉપયોગ પર પણ જોવા મળી રહી છે . Sensor Tower ના જણાવ્યા પ્રમાણે , અમેરિકામાં Claude એપ ડાઉનલોડ કરનારા કેટલાક યુઝર્સમાં ChatGPTના ઉપયોગમાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો છે . જોકે Claude હજુ પાછળ છે , પરંતુ તેની વૃદ્ધિનો દર નોંધપાત્ર રીતે વધ્યું છે . એક અંદાજ મુજબ Claudeના વૈશ્વિક સ્તરે આશરે 56 મિલિયન માસિક સક્રિય યુઝર્સ છે અને તેનો વાર્ષિક વિકાસ દર લગભગ 640 ટકા રહ્યો છે . તેની સામે ChatGPT એ લગભગ 62 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે .
AI એપ્લિકેશન માર્કેટમાં ChatGPT હજુ પણ ટોચનું સ્થાન જાળવી રાખે છે . વર્ષના બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક AI એપ ડાઉનલોડ્સમાં તેનો હિસ્સો લગભગ 47 ટકા રહ્યો હતો . લોન્ચિંગના માત્ર બે મહિનામાં 100 મિલિયન યુઝર્સ સુધી પહોંચીને ChatGPT ગ્રાહક ટેક્નોલોજી ક્ષેત્રની સૌથી ઝડપી વિકસતી ચેટબોટ એપ્લિકેશન બની હતી . બીજી તરફ , Google ની Gemini AI એપ ડાઉનલોડ્સમાં બીજા ક્રમે રહી , પરંતુ આ સમયગાળા દરમિયાન તેનો બજાર હિસ્સો ઘટીને લગભગ 22 ટકા પર આવી ગયો .
જાહેરાત
જાહેરાત