Google લાવ્યું નવું ફીચર : Gmail ID બદલવી હવે બની સરળ 

હાલમાં આ સુવિધા માત્ર યુ .એસ . ના યુઝર્સ માટે ઉપલબ્ધ છે

Google લાવ્યું નવું ફીચર : Gmail ID બદલવી હવે બની સરળ 

Photo Credit: Unsplash

Google પહેલા તમારું સરનામું બદલવાનું મંજુર કરતો હતો જયારે તમારું સરનામું જુદું હોય .

હાઇલાઇટ્સ
  • યુઝર્સ પોતાનું પ્રાથમિક Gmail સરનામું બદલી શકે
  • પ્રકિયા દરમિયાન ઇમેઇલ્સ , ફોટા , ફાઈલો અને કોન્ટેક્ટ્સ સહિતનું બધું ડેટા
  • જૂનું ઇમેઇલ બંદ નહીં થાય , પરંતુ alias તરીકે કામ કરશે
જાહેરાત

મંગળવારે Google એ એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે . જેના દ્રારા હવે યુઝર્સ પોતાનું પ્રાથમિક Gmail સરનામું બદલી શકે છે . અત્યાર સુધી , એકાઉન્ટ બનાવ્યા પછી ઇમેઇલ ID બદલવી શક્ય નહતી , જેના કારણે ઘણા યુઝર્સને મુશ્કેલી પડતી હતી . આ નવી સુવિધા Gmail સાથે સાથે Google Calendar , Photos  અને Drive જેવી તમામ સેવાઓ પર લાગુ પડશે , જેથી એક જ એકાઉન્ટ હેઠળ બધું ડેટા સુરક્ષિત રહેશે . હાલમાં આ ફીચર માત્ર યુ . એસ . માં ઉપલબ્ધ છે , પરંતુ આવનારા સમયમાં અન્ય દેશોમાં પણ આવવાની શક્યતા છે .

આ સુવિધા આવવાની વાત કંપનીએ ડિસેમ્બર 2025માં કરી હતી , પરંતુ હવે તે સત્તાવાર રીતે ફેલાઈ રહ્યું છે .

Gmail સરનામું બદલવાની સમજ 
હવે યુઝર્સ નવું @gmail.com ઇમેઇલ પસંદ કરી શકે છે . જૂનું ઇમેઇલ બંદ નહીં થાય , પરંતુ alias તરીકે કામ કરશે , એટલે જૂના સરનામાં પર આવતા બધા ઇમેઇલ્સ તમને  મળતા રહેશે .

યુઝર્સ વર્ષમાં એક વખત અને કુલ ત્રણ વખત પોતાનું ઇમેઇલ બદલી શકે છે . આ પ્રકિયા દરમિયાન ઇમેઇલ્સ , ફોટા , ફાઈલો અને કોન્ટેક્ટ્સ સહિતનું બધું ડેટા  સુરક્ષિત રહેશે . જરૂર પડે તો યુઝર્સ પાછા જુના ઇમેઇલ પર પણ જઈ શકે છે .

શું બદલાશે નહી?

  • બધા કોન્ટેક્ટ્સ અને ફાઈલો યથાવત રહેશે 
  • YouTube , Maps અને Drive જેવી સેવાઓમાં ઍક્સેસ ચાલુ રહેશે 
  • સબ્સ્ક્રિપ્શન અને ખરીદીમાં કોઈ ફેરફાર નહીં થાય 

કોને ફાયદો થશે ?
આ ફીચર ખાસ કરીને લાંબા સમયથી Gmail વાપરતા યુઝર્સ માટે ઉપયોગી છે , જેમને જૂનું અથવા અનપ્રોફેશનલ ઇમેઇલ બદલવું હોય .

Gmail સરનામું બદલવાની રીત :

  • myaccount.google.com પર જાઓ 
  • "Personal info " પસંદ કરો 
  • "Email " પર ટેપ કરો 
  • "Google Account email " ખોલો 
  • "change email " પસંદ કરો 
  • નવું ઇમેઇલ દાખલ કરીને કન્ફ્રર્મ કરો 
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
  2. 5200 nits બ્રાઇટનેસ અને Dimensity 7450 ચિપસેટ સાથે આવ્યો Motorola Edge 2026
  3. Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત
  4. WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ
  5. 8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 
  6. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  7. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  8. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  9. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  10. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »