Redmi 17C માં 13 મેગાપિક્સલનો સિંગલ રિઅર કેમેરા અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .
Photo Credit: Redmi
સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે
ચીની હેન્ડસેટ નિર્માતા કંપની રેડમી એ મંગળવારે પોતાનો નવો સ્માર્ટફોન Redmi 17C લોન્ચ કર્યો છે . આ ફોનમાં 6.88 ઈંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને તે Media Tek Helio G81 Ultra પ્રોસેસર પર કામ કરે છે . સ્માર્ટફોન માં 5,160mAhની બેટરી આપવામાં આવી છે . Redmi 17C ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ થયેલા Redmi 15Cનું અપગ્રેડેડ મોડેલ છે . ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો સિંગલ રિઅર કેમેરા અને સેલ્ફી થતા વિડીયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
ચીનમાં લોન્ચ થયેલા Redmi 17C ના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 799 અંદાજે રૂપિયા 11,200 રાખવામાં આવી છે , જયારે 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ CNY 899 અંદાજે રૂપિયા 12,600 માં ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન તમને બ્લુ , રેડ અને બ્લેક કલર ઓપ્શનમાં મળી રહેશે . હાલ કંપનીએ તેને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કોઈ માહિતી આપી નથી .
Redmi 17C ડયુઅલ - સિમ સપોર્ટ સાથે આવે છે . તેમાં 720x1640 પિક્સલ રિઝોલ્યુશનવાળું 6.88 ઈંચનું ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ , 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 600 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેને TUV Rheinland લો બ્લુ લાઈટ અને ફ્લિકર - ફ્રી સર્ટિફિકેશન પણ મળ્યું છે .
પરફોર્મન્સ માટે ફોનમાં Media Tek Helio G81 Ultra ચિપસેટ આપવામાં આવ્યો છે . કેમેરા વિભાગની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલનો સિંગલ રિઅર કેમેરા અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .
કેનેક્ટિવિટી માટે તેમાં 4G , Wi- Fi, Bluetooth , GPS , BeiDou અને 3.5mm ઓડિયો જેક જેવા વિકલ્પો મળે છે . ફોનમાં એક્સીલેરોમીટર , ઈ - કંપાસ , એમ્બિયન્ટ લાઈટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે .
Redmi 17Cમાં 5,160mAh બેટરી છે , જે 18W વાયરસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે . ફોનનું માપ 171.88 x 77.8 x 8.22mm છે અને તેનું વજન લગભગ 206 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
Leak Suggests Grand Theft Auto 6's Extended Look on Netflix Could Have 3 Episodes