CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર

જૂનો સ્માર્ટફોન ઘરમાં સિક્યોરિટી કેમેરા તરીકે કામ કરી શકે છે .

CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર

Photo Credit: Pexels/Adam Wilson

જૂનો સ્માર્ટફોન સિક્યોરિટી કેમેરા બની શકે છે .

હાઇલાઇટ્સ
  • માત્ર સિક્યોરિટી કેમેરા એપ , ઇન્ટરનેટ કનેક્શન અને બીજા સ્માર્ટફોનની મદદથ
  • જૂના ફોનને સિક્યોરિટી કેમેરા કેવી રીતે બનાવશો ?
  • જૂનો સ્માર્ટફોન સિક્યોરિટી કેમેરા બની શકે
જાહેરાત

આજકાલ સ્માર્ટફોન કંપનીઓ સતત નવા ફીચર્સ સાથે નવા મોડલ લોન્ચ કરી રહી છે . જેના કારણે ઘણા લોકો પોતાના જૂના ફોન બદલીને નવા ફોન ખરીદે છે . પરંતુ પ્રશ્ન એ છે કે જૂના અને સારી રીતે કામ કરતા સ્માર્ટફોનનું શું કરવું ? ઘણા લોકો ફોનને ઘરે જ પડ્યો રહેવા દે છે . જો તમારી પાસે પણ આવો કોઈ જૂનો સ્માર્ટફોન હોય , તો તમે તેને ઘર માટે સિક્યોરિટી કેમેરા તરીકે ઉપયોગ લઈ શકો છો .

જૂના ફોનને સિક્યોરિટી કેમેરામાં ફેરવવા માટે તમારે માત્ર બે સ્માર્ટફોન , ઈન્ટરનેટ કનેક્શન અને એક સિક્યોરિટી કેમેરા એપની જરૂર પડશે . આ રીતે તમે અલગથી CCTV કેમેરા ખરીદ્યા વગર ઘર , બાળકો , પાલતુ પ્રાણીઓ અથવા ઘરના પ્રવેશ પર નજર રાખી શકો છો .

જૂના ફોનને સિક્યોરિટી કેમેરા કેવી રીતે બનાવશો ?

સૌપ્રથમ બે સ્માર્ટફોન તૈયાર રાખો . જૂનો ફોન કેમેરા તરીકે કામ કરશે , જયારે તમારો હાલનો ફોન વિડીયો જોવા માટે ઉપયોગ થશે .બંને ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન અને પૂરતી બેટરી હોવી જરૂરી છે .

ત્યારબાદ બંને ફોનમાં સિક્યોરિટી કેમેરા એપ ઈન્સ્ટોલ કરો . એવી એપ પસંદ કરો જેમાં લાઈવ વિડીયો , મોશન ડિટેક્શન , રિમોટ એક્સેસ અને રેકોર્ડિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય .

એપ ઇન્સ્ટોલ કર્યા પછી બંને ફોનમાં એક જ એકાઉન્ટથી લોગિન કરો . હવે જુના ફોનને " કેમેરા " અને નવા ફોનને "વ્યૂઅર " તરીકે સેટ કરો . ઘણી એપ્સમાં QR કોડ સ્કેન કરીને અથવા એકાઉન્ટ સિંક કરીને આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે .

ત્યારબાદ જૂના ફોનને એવી જગ્યાએ મૂકો જ્યાંથી આખો વિસ્તાર સ્પષ્ટ રીતે દેખાય . વધુ સારું જોવા માટે ફોનને થોડી ઊંચાઈ પર રાખવો જોઈએ .

લાંબા સમય સુધી કેમેરો ચાલુ રહે તે માટે ફોનને ચાર્જર અથવા પાવર બેંક સાથે જોડીને રાખો . આ ઉપરાંત , સતત અને ઝડપી Wi - Fi કનેક્શન હોવું પણ જરૂરી છે , જેથી વિડીયો ફીડમાં કોઈ અટકાવ ન આવે .

એકવાર સેટઅપ પૂર્ણ થયા પછી તમે તમારા હાલના ફોનમાં લાઈવ વિડીયો જોઈ શકશો . જરૂર મુજબ મોશન એલર્ટ , રેકોર્ડિંગ અને નોટિફિકેશન સેટિંગ્સ પણ બદલી શકો છો .

જો તમારી પાસે એકથી વધુ જૂના સ્માર્ટફોન હોય , તો તમે તેમને પણ વધારાના કેમેરા તરીકે ઉપયોગમાં લઈને તમારા ઘરની સુરક્ષા વધુ મજબૂત બનાવી શકો છો .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »