Vivo X Fold 6 માટે એક નવો ' બ્લુ હોલ ' કલર વિકલ્પમાં ઉપલબ્ધ થશે
Photo Credit: Vivo
સ્માર્ટફોનમાં 7,000mAh ' બ્લુ ઓશન ' બેટરી હશે .
એક મોટી સ્માર્ટફોન કંપની Vivo આ અઠવાડિયે તેનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ ફોન વિશે કેટલીક મહત્વની વિગતો પહેલાથી જ જાહેર કરી દીધી છે . આ ફોન 26 જૂને ચીનમાં લોન્ચ થવાનો છે . ખાસ વાત એ છે કે આ બુક - સ્ટાઇલ ફોલ્ડેબલ ફોનમાં 1TB સુધી સ્ટોરેજ મળી શકે છે અને તેને કુલ ચાર સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે . આ ફોન Blue Hole , Polar Night , Salt Lake અને Black Gold જેવા કલર વિકલ્પોમાં મળશે.
લીક થયેલી માહિતી અનુસાર , 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 9,999 યુઆન ( લગભગ 1.39 લાખ રૂપિયા ) હોઈ શકે છે . જયારે 12GB + 512GB મોડેલની કિંમત 10,999 યુઆન ( લગભગ 1.53 લાખ રૂપિયા ) રાખવામાં આવી શકે છે . આ સિવાય 16GB + 512GB વેરિઅન્ટ 11,499 યુઆન ( આશરે 1.60 લાખ રૂપિયા ) અને ટોપ મોડેલ 16GB + 1TB સ્ટોરેજ સાથે 12,499 યુઆન ( લગભગ 1.74 લાખ રૂપિયા ) માં આવી શકે છે .
Vivo X Fold 6 ની સૌથી મોટી ખાસિયત તેની 7,000mAh બ્લુ ઓશન બેટરી બની શકે છે . કંપનીનો દાવો છે કે આ બેટરી ભારે ઉપયોગ દરમિયાન પણ લગભગ 9.8 કલાક સુધી ચાલે છે . ખાસ વાત એ પણ છે કે બેટરી -20 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડીમાં પણ કામ કરી શકે છે . ફોનમાં હળવો હિન્જ આપવામાં આવશે , જેથી ફોલ્ડેબલ ડિઝાઈન વધુ મજબૂત અને ઉપયોગમાં આરામદાયક બને .
ડિસ્પ્લેની વાત કરીએ તો Vivo X Fold 6માં 8.02 ઇંચની મોટી ફોલ્ડેબલ સ્ક્રીન મળશે , જેની પીક બ્રાઇટનેસ 5,000 nits સુધી જઈ શકે છે . કેમેરા વિભાગમાં પણ કંપનીએ મોટો ફોક્સ કર્યો છે . ફોનમાં 200MP નો પ્રાથમિક કેમેરો મળશે , જેમાં OIS અને f /1.68 અપર્ચર નો સપોર્ટ હશે . એટલે ફોટોગ્રાફી અને વિડીયો બંને માટે આ ફોન શક્તિશાળી બની શકે છે .
ફોનમાં Atomic Workbench નામનું ફીચર પણ મળશે , જેની મદદથી યુઝર્સ એક જ સ્ક્રીન પર અનેક એપ્સ સાથે કામ કરી શકશે . Vivo X Fold 6 માં મેટલ ફ્રેમ , ગોળ ખૂણાવાળી ડિઝાઈન અને Blue Hole , Polar Night , Salt Lake અને Black Gold જેવા કલર વિકલ્પોમાં મળશે . આ સ્માર્ટફોનમાં Media Tek Dimensity 9500 Super Edition ચિપસેટ આપવામાં આવશે , જેને ખાસ ફોલ્ડેબલ ફોન માટે તૈયાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે .
જાહેરાત
જાહેરાત