6200mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Vivo X200T ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ

Vivo X200T 12GB /256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 59,999 છે . Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા 8,700નું કેશબેક પણ મળશે .

6200mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Vivo X200T  ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ

Photo Credit: Gadgets 360

Vivo X200T ને રૂપિયા 59,999ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું

હાઇલાઇટ્સ
  • Vivo X200Tમાં 6.67 ઈંચનું કલર માસ્ટર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • સ્માર્ટફોનમાં 6,200mAhની મોટી બેટરી આપવામાં આવી
  • SBI , HDFC અને Axis Bankના પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર રૂપિયા 6000 સુધીન
જાહેરાત

Vivo X200T  કંપનીના પ્રીમિયમ અને કેમેરા કેન્દ્રિત સ્માર્ટફોન્સમાંનું એક છે , જેને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો . આ સ્માર્ટફોન શક્તિશાળી પ્રોસેસર , મોટી બેટરી અને Zeiss - ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ જેવી ફ્લેગશિપ સુવિધાઓ સાથે આવે છે . હાલમાં Vivo X200T તેની લોન્ચ કિંમતે ઉપલબ્ધ છે . પરંતુ બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સ દ્રારા ગ્રાહકો રૂપિયા 8,700 સુધીની બચત કરી શકે છે અને જૂના સ્માર્ટફોનના બદલામાં વધારાના રૂપિયા 6000 સુધીનો બોનસ મળી શકે છે . 


Vivo X200T  કિંમત અને ઉપલબ્ધતા :

Vivo X200Tનું 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર રૂપિયા 59,999ની કિંમતે લિસ્ટેડ છે . જો ગ્રાહકો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરે છે તો તેમને રૂપિયા 8,700 સુધીનું કેશબેક મળી શકે છે , જેના કારણે ફોનની અસરકારક કિંમત રૂપિયા 51,299 સુધી ઘટી જાય છે . આ ઉપરાંત SBI , HDFC અને Axis Bankના પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર રૂપિયા 6000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે . કંપની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે , જેમાં જૂના સ્માર્ટફોનના બદલામાં વધારાના રૂપિયા 6000 સુધીનો બોનસ મળી શકે છે , અંતિમ ડિસ્કાઉન્ટ જુના ફોનની સ્થિતિ અને મોડલ પર આધાર રાખે છે . 


Vivo X200T   ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Vivo X200Tમાં 6.67 ઈંચનું કલર માસ્ટર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 1260x2800 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 5,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ફોનમાં Media Tek Dimensity 9400+ પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે .

આ સ્માર્ટફોનમાં 6,200mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 90W વાયર્ડ 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ડિવાઇસ Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે . કંપની 5 વર્ષ સુધી OS અપડેટ્સ અને 7 વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ આપવાની ખાતરી આપી છે . આ ફોન IP68 અને IP69 રેટિંગ પણ મળેલ છે જે ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખે છે .

ફોટોગ્રાફી માટે , Vivo X200T માં 50MP પ્રાઈમરી , 50MP અલ્ટ્રા - વાઈડ અને 50MP સુપર ટેલિફોટો કેમેરાનો ટ્રિપલ રિયર સેટઅપ આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે . કનેક્ટિવિટી માટે 5G , Wi - Fi , Bluetooth 5.4 , NFC અને USB Type -C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »