itel એ ભારતમાં Soundbar 160W અને Soundbar 120W લોન્ચ કર્યા છે .
Photo Credit: itel
ભારતમાં itel સાઉન્ડબારની શરૂઆતની કિંમત રૂપિયા 4,649 રાખવામાં આવી છે
ite lએ ભારતીય બજારમાં તેના બે નવા સાઉન્ડબાર Soundbar 160W અને Soundbar 120W લોન્ચ કર્યા છે . કંપનીનો દાવો છે કે બંને નવા મોડેલ ઘર બેઠા સિનેમા જેવો ઓડિયો અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે . આ સાઉન્ડબારમાં iThumpX BASS ટેક્નોલોજી , DSP ચિપસેટ , Bluetooth 5.3 અને અનેક કનેક્ટિવિટી વિકલ્પો જેવી સુવિધાઓ આપવામાં આવી છે . બંને સાઉન્ડબાર માં ત્રણ EQ મોડ્સ આપવામાં આવ્યા છે . તેની મદદથી યુઝર્સ મૂવીઝ , ગેમિંગ અને મ્યુઝિક જેવી અલગ - અલગ જરૂરિયાત પ્રમાણે ઓડિયો સેટિંગ પસંદ કરી શકે છે .
કિંમતની વાત કરીએ, તો itel Soundbar 160W ની કિંમત રૂપિયા 6,349 રાખવામાં આવી છે , જયારે itel Soundbar 120W ને 4,649 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે .બંને મોડેલ દેશભરના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે . સાથે જ કંપની 12 મહિનાની વોરંટી અને બોક્સમાં મફત વોલ - માઉન્ટ કિટ પણ આપી રહી છે .
ફીચર્સની વાત કરીએ તો itel Soundbar 160W માં ક્વાડ - સ્પીકર સેટઅપ આપવામાં આવ્યું છે . જે વધુ શક્તિશાળી અને ભરપૂર અવાજ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે . બીજી તરફ , itel Soundbar 120W માં ડયુઅલ સ્પીકર સેટઅપ છે . બંને મોડેલમાં કંપનીએ પોતાની iThumpX BASS ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે , જે બાસને વધુ અસરકારક બનાવે છે . કંપનીનું કહેવું છે કે તેમાં વપરાયેલા નિયોડીમિયમ મેગ્નેટ્સ વધુ સારી સાઉન્ડ ક્વોલિટી આપવામાં મદદ કરે છે .
આ સિવાય , બંને સાઉન્ડબારમાં DSP ચિપસેટ આપવામાં આવ્યો છે , જે અવાજને વધુ સ્પષ્ટ બનાવે છે અને વર્ચ્યુઅલ 360 ડિગ્રી ઓડિયોનો અનુભવ કરાવે છે . તેમાં આધુનિક વિન્ડ પાઇપ ટેક્નોલોજી અને LED ડિસ્પ્લે પણ આપવામાં આવ્યા છે . કંપની અનુસાર , આ ફીચર્સ રૂમમાં વધુ ઊંડો અને સારો સાઉન્ડ અનુભવ આપે છે .
કનેક્ટિવિટી માટે બંને મોડેલમાં Bluetooth 5.3 સપોર્ટ છે . સાથે જ તેમાં TV ( ARC ), Optical , AUX , USB અને SW Out જેવા પોર્ટસ આપવામાં આવ્યા છે , જેથી યુઝર્સ તેને ટીવી અને અન્ય ડિવાઈસ સાથે સરળતાથી કનેક્ટ કરી શકે . કંપનીએ એવું પણ જણાવ્યું છે કે આ સાઉન્ડબારને ટીવી રિમોટ દ્રારા પણ કંટ્રોલ કરી શકાય છે .
આ સિવાય , બંને સાઉન્ડબારમાં ત્રણ EQ મોડ્સ આપવામાં આવ્યા છે . તેની મદદથી યુઝર્સ મૂવીઝ , ગેમિંગ અને મ્યુઝિક જેવી અલગ - અલગ જરૂરિયાત પ્રમાણે ઓડિયો સેટિંગ પસંદ કરી શકે છે . કુલ મળીને , itel ના આ નવા સાઉન્ડબાર ઓછી કિંમતમાં સારા ફીચર્સ અને શક્તિશાળી સાઉન્ડ શોધતા ગ્રાહકો માટે સારો વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Leak Suggests Grand Theft Auto 6's Extended Look on Netflix Could Have 3 Episodes