JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 

સાઉન્ડબાર સેટઅપ , EQ ટયુનિંગ અને સોફ્ટવેર અપડેટ્સ માટે JBL One એપને સપોર્ટ કરે છે 

JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 

Photo Credit: JBL

JBL બાર 1300MK2 Auracast કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે .

હાઇલાઇટ્સ
  • સિરીઝમાં JBL SmartDetails , AI Sound Boost અને Pure Voice 2.0 જેવી ફીચર્
  • Bar 1300MK2 ની કિંમત રૂપિયા 1,74,999
  • સાઉન્ડબાર JBL One એપ દ્રારા કંટ્રોલ કરી શકાય
જાહેરાત

JBL એ તેની 80મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં નવી Bar MK2 સાઉન્ડબાર સિરીઝ લોન્ચ કરી છે . આ નવી લાઇનઅપમાં Bar 1300MK2, Bar 1000MK2,  Bar 800MK2 અને Bar 500MK2 જેવા મોડેલો સામેલ છે . આ બધા સાઉન્ડબાર ડોલ્બી એટમોસ અને મલ્ટીબીમ 3.0 ટેક્નોલોજી સાથે આવે છે , જેથી યુઝર્સને વધુ સારો ઑડિયો અનુભવ મળી શકે છે . હાઈ એન્ડ મોડેલોમાં ડીટેચેબલ વાયરલેસ સાઉન્ડ સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે , જયારે પાવર આઉટપુટ  750W થી લઈને 2,470W સુધી જાય છે . આ સિરીઝમાં JBL SmartDetails , AI Sound Boost અને Pure Voice 2.0 જેવી ફીચર્સ પણ આપવામાં આવી છે .

ભારતમાં આ સાઉન્ડબારની કિંમત પણ અલગ અલગ રાખવામાં આવી છે . Bar 1300MK2 ની કિંમત રૂપિયા 1,74,999 છે , Bar 1000MK2 ની કિંમત રૂપિયા  1,49,999 છે .  Bar 800MK2 રૂપિયા 1,24,999 માં મળી જશે જયારે  Bar 500MK2 ની કિંમત રૂપિયા 64,999 રાખવામાં આવી છે . આ બધા મોડેલો  JBL ની ઓફિશિયલ વેબસાઈટ , પસંદગીના રિટેલ સ્ટોર્સ અને ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર ખરીદી શકાય છે .

ફીચર્સની વાત કરીએ તો આ ચારેય મોડેલ ડોલ્બી એટમોસ , DTS ફોર્મેટ અને JBL MultiBeam 3.0 સપોર્ટ કરે છે . ટોપ મોડેલ Bar 1300MK2 11.1.4 ચેનલ  સેટઅપ સાથે આવે છે અને તેમાં ડયુઅલ 8 ઇંચ સબવૂફર આપવામાં આવ્યા છે . જે 2,470W સુધીનું આઉટપુટ આપે છે . Bar 1000MK2 7.1.4 ચેનલ સિસ્ટમ અને 960W પાવર સાથે 10 ઇંચ સબવૂફર   આપે છે . Bar 800MK2 7.1 ચેનલ સેટઅપ અને 780W  આઉટપુટ સાથે આવે છે , જયારે Bar 500MK2 5.1 ચેનલ સિસ્ટમમાં 750W આઉટપુટ આપે છે .

Bar 1300MK2, Bar 1000MK2,  Bar 800MK2 મોડેલોમાં ડિટેચેબલ વાયરલેસ સાઉન્ડ સ્પીકર્સ આપવામાં આવ્યા છે . જયારે Bar 500MK2 ફિક્સ્ડ સ્પીકર  સેટઅપ સાથે આવે છે . 1300MK2 અને 1000MK2 માં અપ - ફાયરિંગ ડ્રાઈવર્સ છે , જે સાચો ડોલ્બી એટમોસ અનુભવ આપે છે , જયારે 800MK2 માં DTS  Virtual :X સપોર્ટ છે . AI Sound Boost ખાસ કરીને 1300MK2 માં વધુ શક્તિશાળી બાસ માટે આપવામાં આવ્યું છે , જયારે PureVoice  2.0 સ્પષ્ટ  સાંભળવા માટે મદદરૂપ છે .

આ સાઉન્ડબાર JBL One એપ દ્રારા કંટ્રોલ કરી શકાય છે , જેમાં EQ ટ્યુનિંગ અને સોફ્ટવેર અપડેટ્સની સુવિધા મળે છે . સાથે જ AirPlay ,  Google Cast , Sotify Connect , Tidal Connect અને  Roon Ready જેવા સ્ટ્રીમિંગ વિકલ્પો પણ સપોર્ટ થાય છે .  વોઈસ આસિસ્ટન્ટ સપોર્ટ પણ ડિવાઈસ દ્રારા ઉપલબ્ધ છે .

કનેક્ટિવિટી માટે HDMI eARC , HDMI ઇનપુટ , Blurtooth 5.3 , Wi - Fi , ઓપ્ટિકલ ઇનપુટ અને USB જેવી સુવિધાઓ આપવામાં આવી છે . હાઈ એન્ડ મોડેલોમાં  4K Dolby Vision અને મલ્ટિપલ HDMI ઇનપુટ્સ પણ છે . આ ઉપરાંત નાઈટ મોડ , ડિટેચેબલ સ્પીકર્સને પોર્ટેબલ તરીકે ઉપયોગ કરવાની સુવિધા અને ઓછી સ્ટેન્ડબાય પાવર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે . Bar 1300MK2 માં Auracast સપોર્ટ પણ મળે છે .

ડિઝાઈનની વાત કરીએ તો  Bar 1300MK2 નું માપ 1404 x 58 x 136mm છે , Bar 1000MK2 નું 1203 x 52 x 128mm  અને Bar 800MK2 નું 1163 x  52 x 128mm  છે . Bar 500MK2 સૌથી કોમ્પેકટ છે , જે 940 x 50.5 x 104mm માપે છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »