Itel નું AI વોઇસ રેકોર્ડર Zeno AI Weaver આવ્યું ભારતમાં , સ્માર્ટ નોટ્સ અને સમરી ફીચર સાથે

ભારતમાં Zeno AI Weaver વોઇસ રેકોર્ડરનું વેચાણ Amazon દ્રારા થશે .

Itel નું  AI વોઇસ રેકોર્ડર Zeno AI Weaver આવ્યું ભારતમાં , સ્માર્ટ નોટ્સ અને સમરી ફીચર સાથે

Photo Credit: Itel

Itel Zeno AI Weaver એ કંપનીનો પહેલો AI વોઇસ રેકોર્ડર છે .

હાઇલાઇટ્સ
  • One -tap recordingની સુવિધા
  • 50 થી વધુ અલગ-અલગ ફોર્મેટમાં વોઇસ નોટ્સને સંક્ષિપ્તમાં
  • 80થી વધુ ભાષાઓમાં ટ્રાન્સલેશન
જાહેરાત

Itel એ ભારતમાં પોતાનો પહેલો AI આધારિત વોઇસ રેકોર્ડર Zeno AI Weaver  રજૂ કર્યો છે . આ વોઇસ રેકોર્ડરને સ્માર્ટ અને સરળ કામ માટે ડિઝાઇન કરવામાં  આવ્યો છે . આ ડિવાઇસ માત્ર અવાજ રેકોર્ડ કરવાનું કામ નથી કરતુ પરંતુ તે  વોઇસ નોટ્સને તરત જ લખે છે અને તેનો નાનામાં નાનો સારાંશ પણ તૈયાર કરી દે છે . જેને યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં એપ દ્રારા જોઈ શકે છે .  કંપનીએ આ ડિવાઇસને AI કેમ્પેનિયન તરીકે રજૂ કરે છે . જેથી તે રોજિંદા કામ માટે મદદરૂપ બને છે .  થોડા જ સમયમાં આ ડિવાઇસ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાશે .

આ ડિવાઇસમાં One -tap  recordingની સુવિધા પણ ઉપલબ્ધ છે  એટલે કે તમારા એક જ ક્લિકથી રેકોર્ડિંગ શરૂ થઇ જાય છે .આના આગળના ભાગમાં એક નાની સ્ક્રીન આપવામાં આવી  છે , જે રેકોર્ડિંગ ચાલુ હોવાનો સંકેત આપે છે .

કિંમત :
ભારતમાં  Zeno AI Weaverની કિંમત આશરે રૂપિયા 12,999 રાખવામાં આવી છે પરંતુ તેમાં બેંક ઑફર્સ અને ડિસ્કાઉન્ટને સામેલ કર્યા છે કે નહીં તે હજુ સુધી  સ્પષ્ટ કરવામાં નથી આવ્યું . આ ડિવાઇસ માટે Amazon પર માઈક્રોસાઇટ લાઈવ થઇ ગઈ છે જેથી આપણને જાણ થાય છે કે તે ટૂંક સમયમાં સિંગલ બ્લેક  કલરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાશે . હજુ સુધી કોઈ પણ લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી .

ફીચર્સ :
આ AI વોઇસ રેકોર્ડર રીયલ ટાઈમમાં રેકોર્ડિંગને લખાણમાં બદલે છે . આ ડિવાઇસ 80 થી વધુ ભાષાઓમાં ટ્રાન્સલેશન કરી શકે છે . જેથી તમને આ ઉપયોગ કરવામાં સરળ બને છે . Zeno AI Weaver માં મલ્ટી- માઈક્રોફોન આપવામાં આવ્યો છે , જેથી noise cancellation અને Voice isolation દ્રારા સ્પષ્ટ અવાજ રેકોર્ડ થાય છે . આ ડિવાઇસને એક વખત ચાર્જ કર્યા પછી લગભગ 40 કલાક સુધી રેકોર્ડિંગ કરી શકે છે . જે વધારે સમય લાગતો હોય ત્યાં ખુબ જ ઉપયોગી બને છે .

Zeno AI Weaver 50 થી વધુ અલગ-અલગ ફોર્મેટમાં વોઇસ નોટ્સને સંક્ષિપ્તમાં કરી દે છે . જેમ કે મિટિંગ નોટ્સ , ટુ -ડુ લિસ્ટ , ફોલો અપ ઇમેઇલ . કંપનીએ આ સાથે એક  ખાસ કેસ પણ આપ્યો છે જેનાથી તમે આ ડિવાઇસને તમારા ફોન સાથે ચોંટાડી શકો .

આ ડિવાઇસનો ઉપયોગ ઓફિસ મિટિંગ , કોલેજના લેક્ચર , ઇન્ટરવ્યૂ કે કોઈની સાથે ફોન પર વાતચીત કરતી વખતે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે . Itel એકમાત્ર કંપની નથી જે  આવા સ્માર્ટ ડિવાઇસ બનાવે છે . Plaud Note નામનું ડિવાઇસ પણ બજારોમાં ઉપલબ્ધ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme P4 Lite 5G આવ્યું 144Hz ડિસ્પ્લે અને મોટી બેટરી સાથે
  2. Lenovo નું નવું Legion Y700 Gen 5 આવ્યું , 165Hz ડિસ્પ્લે અને ગેમિંગ ફીચર્સ સાથે
  3. Instagram રીલ્સ માટે નવા નિયંત્રણો : Tap-to-Pause સાથે વધુ સરળ
  4. Marshall Amplification Bromley 450 આવ્યો પ્રીમિયમ ડિઝાઇન સાથે ભારતમાં
  5. Itel નું AI વોઇસ રેકોર્ડર Zeno AI Weaver આવ્યું ભારતમાં , સ્માર્ટ નોટ્સ અને સમરી ફીચર સાથે
  6. Huawei MatePad SE 11 ભારતમાં એન્ટ્રી માટે તૈયાર
  7. Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ
  8. Vivo V70 FE એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે , રૂપિયા 35,000થી ઓછી કિંમતની શક્યતા
  9. Garmin સ્માર્ટવોચ માટે WhatsApp સપોર્ટ લાવે છે , હવે વોચ પરથી મેસેજ રિપ્લાય શક્ય
  10. Dre અને Nike નો પહેલો સહયોગ , Powerbeats Pro 2 Nikeએડિશન રૂપિયા 29,900માં
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »